પગની આંગળીઓનાં આકારથી જાણી શકાય છે તમારા સ્વભાવનું રહસ્ય, જાણો કેવી રીતે

પગની આંગળીઓનાં આકારથી જાણી શકાય છે તમારા સ્વભાવનું રહસ્ય, જાણો કેવી રીતે

જ્યોતિષશાસ્ત્રની જેમ સામુદ્રિકશાસ્ત્ર પણ આપણા જીવનપણ આપણા જીવન વિશે ઘણું બધું જણાવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં કોઈપણ વ્યક્તિના હાવભાવ, સ્વભાવ અને વ્યવહાર વિશે જાણી શકાય છે. જેમ ચહેરાથી જીવનના ઘણા બધા રહસ્યો ખોલે છે, તેવી જ રીતે પગની આંગળીઓથી પણ વ્યક્તિ વિશે ઘણું બધું જાણી શકાય છે. તેવામાં આજે અમે તમને આ આર્ટિકલમાં પગની આંગળીઓથી તે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

આંગળીઓ જાડી હોવી

જે લોકોને પગની આંગળીઓ જાડી હોય છે. તેઓ ખૂબ જ ખુશમિજાજી હોય છે અને પોતાના આ ખુશમિજાજ નેચરથી આ યુવતીઓ બધાને પોતાની તરફ જલ્દી આકર્ષિત કરી લેતી હોય છે. તેવામાં આ યુવતીઓને પોતાના સંબંધીઓ અને મિત્રોની સાથે ખૂબ જ સારું જામે છે. સાથો સાથે લગ્ન બાદ પોતાના સાસરીયા પણ બધાની લાડલી બની રહે છે. જાડી આંગળી વાળી યુવતીઓ સ્વભાવથી ખૂબ જ શાંત હોય છે અને તેમને કોઈ પણ વાત પર ગુસ્સો આવતો નથી. તે હંમેશા ઠંડા મગજથી કામ લે છે. એટલું જ નહીં તે હંમેશાં સામેવાળા વ્યક્તિની સગવડતાને ધ્યાનમાં રાખે છે અને કોશિશ કરે છે કે તેમના કારણે તેઓને કોઇ પરેશાની ન થાય.

પાતળી આંગળી હોવી

જે યુવતીઓનાં પગની આંગળી પાતળી હોય છે.  તેઓ ખૂબ જ કંજૂસ હોય છે. નકામા ખર્ચ કરવા તેમના સ્વભાવમાં હોતું નથી. એટલું જ નહીં તે જલદીથી પોતાના મિત્રો ઉપર પણ ખર્ચ કરતી નથી. આ યુવતીઓ પોતાના કામ હંમેશા અન્ય લોકો પર ઢોળી દેતી હોય છે. તેઓ એવા પાર્ટનરની તલાશ કરે છે જે હંમેશા તેમના અનુસાર ચાલે અને તેમની બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરે. પાર્ટનરની બાબતમાં આ યુવતીઓ ખૂબ જ વધારે પઝેસિવ હોય છે અને હંમેશા એક પૈસા વાળો પાર્ટનર શોધે છે, જેથી તેમની બધી જ ઇચ્છાઓ પૂરી થઈ શકે.

આંગળીઓની વચ્ચે વધારે અંતર હોવું

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે યુવતીઓના પગની આંગળીઓની વચ્ચે વધારે અંતર હોય છે તે સ્વભાવથી ખૂબ જ સ્વાર્થી હોય છે. તે હંમેશાં પોતાના હિતનું વિચારે છે. જોકે તેમને સમાજમાં પોતાનું નામ બનાવવાનું ખૂબ જ સારી રીતે આવડે છે. આ યુવતીઓ સ્વાર્થી જરૂર હોય છે, પરંતુ તે પોતાના જીવનમાં કોઈપણ નિર્ણય લેતા પહેલાં હજાર વખત જરૂર વિચારે છે. તે પણ કામ કરતાં પહેલાં તેના વિશે પૂરું પ્લાનિંગ જરૂરથી કરી લેતી હોય છે, ત્યારબાદ જ કામ કરે છે.

આંગળીઓની વચ્ચે વધારે અંતર ન હોવું

સામુદ્રિક શાસ્ત્રનું માનવામાં આવે તો જે યુવતીઓના પગની આંગળીઓની વચ્ચે વધારે અંતર હોતું નથી તે યુવતીઓ પોતાના પાર્ટનર અને ઘરવાળા પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હોય છે. તેવામાં તે કોઈપણ સાથે સંબંધ જોડે છે તો તેને સંપૂર્ણ ઈમાનદારી સાથે નિભાવે છે. જેથી તેમની લવ લાઈફ ખૂબ જ સારી રીતે ચાલે છે. જોકે આ યુવતીઓને લોકો સાથે હળવું-મળવું પસંદ હોતું નથી. તે જલદી કોઈ વ્યક્તિ સાથે વાત કરવાનું પણ પસંદ કરતી નથી. તેવામાં તેમના ફ્રેન્ડ લીસ્ટમાં ખૂબ જ ઓછા લોકો હોય છે. તેમના ફક્ત એટલા જ મિત્ર હોય છે, જેને તે ખૂબ જ સારી રીતે જાણતી હોય.

અંગૂઠાને બાદ કરીને બાકીની આંગળીઓ એક સરખી હોવી

જે યુવતીઓના પગના અંગૂઠાને છોડીને બાકીની બધી જ આંગળીઓ એકસરખી હોય છે, તે કલા પ્રેમી હોય છે. આ યુવતીઓને કળા સાથે વધારે પ્રેમ હોય છે. સાથે સાથે તે દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. તે પોતાની સુંદરતાથી કોઈપણ વ્યક્તિને ક્ષણભરમાં પોતાના દિવાના બનાવી લે છે. આ યુવતીઓ જીજ્ઞાશા પ્રવૃત્તિની હોય છે. તેમને ઘણી નવી-નવી ચીજો જાણવી અને શોધવી ખૂબ જ પસંદ હોય છે. સાથોસાથ તેમને દરેક ચીજ શાંત મનથી કરવી પસંદ હોય છે.

અંગુઠો તથા બાજુની આંગળી એક સરખી હોવી

જે યુવતીઓના પગના અંગૂઠા અને તેની બાજુ વાળી આંગળી બિલકુલ એકસરખી હોય છે, તે યુવતીઓ ચીજોને પોતાના અનુસાર કરવાનું પસંદ કરે છે. તેમને કોઈપણ વ્યક્તિના દબાણમાં આવીને કામ કરવું પસંદ હોતું નથી. તે ખુલ્લા વિચારોવાળી હોય છે. તેવામાં જ્યારે તેઓ કોઈ કામ કરે છે તો તેમાં તેમને કોઈપણ વ્યક્તિની દખલઅંદાજી પસંદ હોતી નથી. સખત સ્વભાવ અને ખુલ્લા વિચારોવાળી આ યુવતીઓ પોતાની કારકિર્દીમાં એક સારી લીડર બને છે. એટલું જ નહીં પરંતુ તે કોઈ પણ ચીજને એકવાર કરવાનું નક્કી કરી લે છે, તો તેને પ્રાપ્ત કરીને જ માને છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *