ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે કરો તુલસી અને લવિંગ નાં આ મિશ્રણનું સેવન

કરોના વાયરસને કારણે ફેફસા પર સૌથી વધારે પ્રભાવ પડે છે. તેથી એ ખૂબ જરૂરી છે કે, આપણાં ફેફસાં મજબુત રહે અને તેના પર સંક્રમણની કોઈ અસર ન પડે. કોરોનાવાયરસ થી બચવા માટે અને ઇમ્યુનિટી ને મજબૂત કરવા માટે નીચે જણાવેલ ઘરેલુ ઉપાય અપનાવો. આ ઉપાયો કરવાથી ફેફસા મજબુત થાય છે અને સંક્રમણથી તેની રક્ષા થાય છે.
તુલસી અને લવિંગ નું મિશ્રણ
તુલસી અને લવિંગ નું મિશ્રણ ફેફસા માટે ઉત્તમ ગણવામાં આવે છે અને તેની મદદથી કોરોનાવાયરસ સામે રક્ષા પણ થાય છે. તુલસી અને લવિંગ નું સેવન કરવાથી ફેફસા ને મજબૂતી પ્રદાન થાય છે. અને ઘરેલુ નુસખા મુજબ થોડા તુલસી નાં પાન સાફ કરી લેવા અને લવિંગ સાથે તેને મિક્સ કરી લેવા અને પીસી લેવું. આ રીતે મિશ્રણ તૈયાર કરવું આ મિશ્રણનું સેવન રોજ કરવું. તમે ઈચ્છો તો આ મિશ્રણની અંદર થોડી હળદર પણ મિક્સ કરી શકો છો.
જેઠીમધ અને કાળા મરીનું મિશ્રણ
ફેફસાને મજબુત બનાવવા માટે આ મિશ્રણનું સેવન જરૂર કરવું. આ મિશ્રણ બનાવવા માટે થોડી જેઠીમધ, કાળા મરી અને લવિંગ ને શેકી લેવા. ત્યારબાદ તેની અંદર ચાર પાંચ પણ તુલસી નાં નાખવા. થોડી સાકર અને તજ મિક્સ કરવા અને મિશ્રણને મિક્સરમાં પીસી અને તેનો પાવડર તૈયાર કરવો. અને તેનું સેવન કરવું. અથવા તો સીધો જ તેને મોઢામાં નાખી અને ચાવી ને ચાવીને ચાવી ખાવું. કરવાથી પ્રાપ્ત થાય છે આ મિશ્રણ થી ફેફસા ને મજબુતી પ્રદાન થાય છે અને અસ્થમા નાં દર્દી માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.
આ વસ્તુઓનું કરો સેવન
તુલસી
તુલસી ની ફેફસા માટે ફાયદાકારક ગણવામાં આવે છે તેને ખાવાથી પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન જેવા તત્વો શરીરને મળે છે. આ દરેક તત્વ ફેફસાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી ઘણા રોગોથી રક્ષા થાય છે. રોજ સવારે ૪ થી ૫ તુલસી નાં પણ ચાવીને અથવા તો તુલસીની ચાનું સેવન કરવું.તુલસીની ચા તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણી ને ગેસ પર ગરમ કરવા માટે રાખવું અને તેની અંદર તુલસી નાં પાન નાખવા અને સારી રીતે ઉકાળવા દેવું. ત્યારબાદ આ પાણી ગાળી અને તેનું સેવન કરવું.
લવિંગ
લવિંગ ગુણો થી ભરપુર હોય છે અને તેનું સેવન કરવાથી પાચનતંત્ર, હાર્ટ અને લીવર સ્વસ્થ બને છે. લવિંગમાં યુજીનોલ નામનું તત્વ હોય છે. જેના કારણે પેટ સંબંધી સમસ્યા અને શરીર નાં દુખાવા જેવી સમસ્યાઓમાં લાભ થાય છે. લવિંગ ની અંદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે વાયરસ થી શરીરની રક્ષા કરે છે. તેથી તમારે દરરોજ લવિંગ નું સેવન કરવું જોઈએ.
તજ
ફેફસા ને મજબૂત બનાવવા માટે તો તજ સહાયક સાબિત થાય છે. તજ માં ભરપૂર માત્રામાં થાઈમીન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામીન, કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ હોય છે. તે એન્ટી ઓક્સિડેન્ટ નો સારો સ્ત્રોત ગણવામાં આવે છે તે ફેફસા ને હેલ્ધી રાખે છે.
હળદર
આયુર્વેદમાં હળદરનું સેવન કરવું ઉત્તમ ગણવામાં આવે છે. રોજ હળદરવાળું દૂધ પીવાથી ફેફસા ને મજબૂતી પ્રદાન થાય છે. સાથેજ સંક્રમણ જલ્દીથી બરાબર થઈ જાય છે. રોજ રાતે સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર નાખીને તેનું સેવન કરવું આ ઉપરાંત તમે ઈચ્છો તો પાણીમાં પણ હળદર નાખી ને તેનું સેવન કરી શકો છો. રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે બની રહે છે.
જેઠીમધ
જેઠીમધ માં ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ પોટેશિયમ, સિલિકોન, પ્રોટીન અને એન્ટી ઓક્સિડેન્ટ તેમજ એન્ટીબાયોટિક ગુણો હોય છે. જેને ખાવાથી શરદી ઉધરસ અને તાવમાં રાહત થાય છે. સાથે જ ફેફસા પર પણ તેની સારી અસર પડે છે. ઔષધીય ગુણોથી ભરપૂર જેઠીમધ નું સેવન રોજ કરવું. પાંચ ગ્રામ જેઠીમધ નાં પાઉડર નું સેવન કરવું.