ઓક્સિજન લેવલ ઓછું થવા પર કપૂર, લવિંગ અજમો સુંઘવાથી થાય છે ફાયદો, જાણો શું છે સત્ય

કોરોના મહામારી થી આ સમય દરમિયાન આખું વિશ્વ લડી રહ્યું છે. અને ૨૪ કલાકમાં ૩ લાખથી પણ વધારે કોરોના ના કેસ સામે આવી રહ્યા છે. કોરોનાવાયરસ થી બચવા માટે સરકાર લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપે છે. અને માસ્ક લગાવીને રાખવાનું કહેવામાં આવે છે. આ વચ્ચે એક દેશી ઉપાય પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કપૂર, લવિંગ, અજમા અને નિલગિરી નાં તેલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ આ ઉપાય શેયર કર્યો છે. અને લોકોને કહ્યું છે કે, તમારી સાથે કપૂર, લવિંગ, અજમા અને નિલગીરી નું તેલ મિક્સ કરેલ પોટલી સાથે રાખો. અને સમય સમય પર તેને સુંધો. અને તેમણે દાવો કર્યો છે કે, આ પોટલી સૂંઘવાથી શ્વાસ લેવામાં પરેશાની થશે નહીં અને ઓક્સિજન લેવલ પણ શરીરમાં જળવાઈ રહેશે.
મુકતાર અબ્બાસ નકવીએ ફેસબુક પર તેને “સ્વાસ્થ્ય ની પોટલી” નું કેપ્શન આપ્યું છે. અને તેમણે પોસ્ટમાં લખ્યું છે કપૂર અને લવિંગ અને અજમા મિક્સ કરી અને તેમાં થોડા નીલગીરી નાં તેલ નાં થોડા ટીપાં મેળવી બનાવો અને તેને દિવસ ભર કામ કરતી વખતે વચ્ચે વચ્ચે સુંધવાથી ઓક્સિજન લેવલ જળવાઈ રહે છે.
કેટલું સત્ય છે આ વાતમાં
આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને વોટસએપ, ફેસબુક અને ટ્વિટર પર આ પોટલી ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે, પોતાની સાથે આ પોટલી જરૂરથી રાખવી. અને સમય સમય પર તેને સૂંઘવી. જોકે એ વચ્ચે ઘણા લોકોનો દાવો છે કે, તેમને આ ઉપાય ઘાતક સાબિત થયો છે. અને તેને સુધવાથી અન્ય રોગ લાગુ થઈ શકે છે. આ વસ્તુઓ પર ઘણી શોધ કરવામાં આવી છે. અને જેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વસ્તુઓને કોરોનાવાયરસ થી કોઈપણ જાતનું લેવાદેવા નથી.
સાયન્સ અનુસાર કપૂર એક જવલનશીલ ક્રીસ્ટલીય સફેદ પદાર્થ છે. જે દુખાવો અને ખંજવાળને દૂર કરવામાં મદદરૂપ થાય છે. કપૂર બંધ નાક ને ખોલે છે. જેના કારણે આ ઉપાય થોડી માત્રામાં ઇન્હેલર જેવું કામ કરે છે. પરંતુ બંધ નાક ખોલવામાં કપૂર ફાયદાકારક છે કે નહીં તેના પર કોઈ રિસર્ચ કરવામાં આવ્યું નથી. આજ સુધી સાબિત નથી થયું કે, તેને સુંધવાથી શરીરમાં ઓક્સિજન લેવલ વધી શકે છે. તેમજ ગૈર ઔષધિય કપૂરને નુકસાનદાયક પણ ગણવામાં આવ્યું છે.
અમેરિકન એસોસિયેશન ઓફ પોઈજ્ન કંટ્રોલ સેન્ટરનાં રિપોર્ટ મુજબ યુએસમાં કપૂર નાં ઝહર નાં લગભગ ૯૫૦૦ કેસ હતા. જેમાંથી ૧૦ લોકો ને જીવનું જોખમ હતું. અને કેટલાક લોકો તેના લીધે દિવ્યાંગ પણ થયા હતા. આ રીસર્ચ ૨૦૧૮ માં કરવામાં આવ્યું હતું. કપૂર થી ઝેર પેદા થઈ શકે છે. જે સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે.
લવિંગ, જાયફળ અને તજ અને તુલસી માં યોગિક યુજેનોલ હોય છે જે ટોકિસસિટી નું કારણ છે. લવિંગથી ઓક્સિજન લેવલને વધારી શકાય છે એ વાત પણ આજ સુધી સાબિત થઇ નથી. એવી જ રીતે અજમાને લઈને પણ એવી કોઈ શોધ કરવામાં નથી આવી. જેમાં એ દાવો કરવામાં આવ્યો હોય કે, તેનાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે.