ઓ.. બાપ રે.. ગાય સોનાની ચેન ગળી ગઈ, 35 દિવસ પછી જયારે ચેન ગાયના પેટમાંથી બહાર નીકળી ત્યારે…

કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, અહીં એક ગાય વીસ ગ્રામ સોનાની ચેઈન ગળી ગઈ અને તે એક મહિનાથી વધુ સમય સુધી તેના પેટમાં રહી. આ બધું ત્યારે થયું જ્યારે એક પરિવારે પૂજા સમયે ગાયને ચેન અને અન્ય ઘરેણાં અર્પણ કર્યા. દરમિયાન તે ગાય સોનાની ચેઈન ગળી ગઈ હતી. ત્યારપછી કંઈક એવું થયું કે જેનો કોઈએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય. આખો પરિવાર એક મહિના સુધી ગાયનું છાણ તપાસતો રહ્યો અને ચેન બહાર ન આવી.
આ ઘટના કર્ણાટકના સિરસી સ્થળની છે અને આ વ્યક્તિનું નામ શ્રીકાંત હેગડે જણાવવામાં આવી રહ્યું છે. વ્યક્તિના પરિવારના સભ્યોએ દિવાળી પછી ગૌપૂજામાં ગાય અને તેના વાછરડાને સ્નાન કરાવ્યું અને તેમને ફૂલો અને આભૂષણોથી શણગાર્યા. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તે જગ્યાનો રિવાજ છે અને ત્યાંના લોકો ગાયને લક્ષ્મી માનીને પૂજા કરે છે.
ગાયે સોનાની ચેન ગળી, 35 દિવસ સુધી છાણ તપાસ્યુ, પછી આ પગલું ભર્યું
આ પૂજા દરમિયાન જ ગાય સોનાની ચેઈન ગળી ગઈ હતી. આ અંગે પરિવારજનોને જાણ થતાં હોબાળો મચી ગયો હતો. પરિવાર પાસે કોઈ વિકલ્પ નહોતો તેથી બધાએ લગભગ 35 દિવસ સુધી ગાયના છાણ પર નજર રાખી. તેઓ સતત તપાસ કરતા હતા કે ગાયના છાણમાંથી ચેન બહાર આવે. તેણે તેની ગાયને ક્યાંય જવા દીધી નહીં, પરંતુ તે બન્યું નહીં અને ચેન બહાર ન આવી.
આ પછી શ્રીકાંતે ડૉક્ટરને બોલાવીને તેમની સલાહ લીધી. ગાયને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી કે ગાય ચેઈન ગળી ગઈ છે કે કેમ, તો ખબર પડી કે ચેઇન ગાયના પેટમાં પડી છે. ત્યારપછી ડૉક્ટરોની ટીમે ગાયના પેટમાંથી ઓપરેશન કરીને ચેઇન બહાર કાઢી. જોકે ચેઇન કાઢ્યા બાદ તેનું વજન 20 ને બદલે માત્ર 18 ગ્રામ હતું, પરંતુ ચેઇન પાછી મળી ગઇ.
મળતી માહિતી મુજબ, ડોક્ટરોએ એવી પણ સલાહ આપી હતી કે ચેઇન કાઢવી પડશે, નહીં તો ગાયની તબિયત બગડશે. પરિવારના સભ્યોએ એમ પણ કહ્યું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તેઓને અફસોસ છે કે તેમની ભૂલના કારણે ગાયને આટલું નુકસાન થયું છે.