નેહા કક્કર ની સાથે જગરાત માં પાછળ ઉભો રહેતો હતો આ યુવક, કોઈએ વિચાર્યું ન હતું આટલો મોટો બનશે સ્ટાર

નેહા કક્કર ની સાથે જગરાત માં પાછળ ઉભો રહેતો હતો આ યુવક, કોઈએ વિચાર્યું ન હતું આટલો મોટો બનશે સ્ટાર

સિંગર નેહા કક્કર આજે બોલિવૂડનું  એક મોટું નામ બની છે. તેમણે ખૂબ જ મહેનત થી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે દરેક તેની  પાસે પોતાના ગીતો ગવડાવવા માટે ઉત્સુક રહે છે. નેહા નાં અવાજમાં જાદુ જ એવો છે કે, ગીત રિલીઝ થતા જ દરેક જગ્યા પર છવાઈ જાય છે. તેમના ગીતો ને યુ ટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર લાખો માં વ્યુઝ મળે છે.

અત્યાર નાં સમયમાં નેહા કક્કર દેશ નાં સૌથી મોટા સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ માં જજ રીતે જોવા મળે છે. પરંતુ નેહા નાં જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેના પરિવારની હાલત સારી ન હતી. તેના વિશે નેહાએ પણ ઇન્ડિયન આઇડલ નાં મંચ પર ઘણી વખત પોતાના જીવન સાથે જોડાયેલા ખુલાસા કર્યા છે. ઘણી વખત પોતાના જીવન નાં સ્ટ્રગલ વિશે તેણે જણાવ્યું છે. નેહા કક્કર ઉત્તરાખંડ નાં હરિદ્વાર ની છે. નાની ઉંમરમાં નેહા કક્કર અને ટોની કક્કર જાગરણમાં માતાજી નાં ગીતો ગાતા હતા.

 

હાલમાં સોશિયલ મીડિયા ઉપર કક્કર પરિવારનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં નેહા અને સોનુ કકકડ ગીત ગાતા જોવા મળી રહ્યા. ત્યાં જ ટોનીએ  કક્કર પાછળ માઇક પર બેકગ્રાઉન્ડમાં પોતાનો અવાજ આપ્યો છે. આ વીડિયોને જોઈને ટોની ને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યારબાદ નેહા એ ઇન્ડિયન આઇડલ  ની બીજી સિઝનમાં ભાગ લીધો. ત્યારબાદ આ પરિવારે સફળતા પ્રાપ્ત કરી. નેહા નો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો હતો.

નેહા કક્કર ૧૮ વર્ષની ઉંમરમાં જ પોતાનું નામ બનાવવા માટે મહેનત ચાલુ કરી. તેના વિશે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, નેહા, ઇન્ડિયન આઇડલ માં વધારે હું દૂર પહોંચી શકી નહીં. પરંતુ તેમણે પોતાની મહેનત મૂકી નહીં. અને આજે નેહા ની સાથે તેનો પૂરો પરિવાર સંગીતની દુનિયામાં છવાયેલો છે. તેનો ભાઈ ટોની પણ મ્યુઝિકની દુનિયામાં કમાલ કરી રહ્યો છે. ટોની એક પછી એક વિડિયો સોંગ બનાવી ચાહકોને સરપ્રાઈઝ કરી રહ્યો છે.

તમે જણાવી તો, સિંગર ટોની કક્કર એ હાલમાં જ પોતાનો ૩૭ મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેમના જન્મદિવસ નાં અવસર પર તેમણે એક નાનું સેલિબ્રેશન આયોજિત કર્યું હતું. જેનો વીડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા છે. તેની સાથે જ તેની બહેન નેહાએ પણ ઘર પર ક્રિકેટ પીચ બનાવીને એક અલગ સરપ્રાઈઝ આપી છે. તેવામાં સિંગર ટોની એ પણ પોતાના દર્શકોને પોતાનો બર્થ ડે  નાં દિવસે પોતાનું નવું સોંગ “ઓ સનમ” રિલીઝ કરી ગિફ્ટ આપી છે. અત્યાર સુધી આ ગીતને ૯ મિલિયનથી વધારે લોકો એ જોયું છે.

આ પરિવાર નો વિડીયો જોઈ લોકો તેને કોમેન્ટ કરી રહ્યા છે, એક યૂઝરે લખ્યું છે કે, તેમની મહેનત જુઓ, ત્યાં જ બીજા યૂઝરે લખ્યું છે કે “સંઘર્ષ” નેહા નું પહેલું સોંગ હતું “સેકન્ડ હેન્ડ જવાની”ત્યારબાદ યારીયા ફિલ્મ નું ગીત સની સની થી તે દેશભરમાં ફેમસ થઈ ગઈ હતી. ટોની કક્કર અત્યાર સુધી બોલિવૂડ અને નેહા માટે અનેક ગીતો કંપોઝ કરી ચૂક્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *