નેહા કક્કડે પોતાના પતિને લગાવી થપ્પડ, રોહનપ્રીતે કહ્યું – મારા નસીબમાં પિટાઈ જ લખેલી છે, જુઓ વિડિયો

નેહા કક્કડે પોતાના પતિને લગાવી થપ્પડ, રોહનપ્રીતે કહ્યું – મારા નસીબમાં પિટાઈ જ લખેલી છે, જુઓ વિડિયો

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર તેના ગીતોની સાથે પર્સનલ લાઇફ વિશે પણ ખૂબ જ ચર્ચામાં છે. નેહા ની ખુબ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેમને પ કરોડ ૫૬ લાખથી વધારે લોકો ફોલો કરે છે. અહીં નેહા તેના અંગત અને વ્યવસાયિક જીવન સંબંધિત વિડિઓઝ અને ફોટો શેર કરતી રહે છે.

લગભગ ૬ મહિના પહેલા નેહાએ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નનાં ફોટા અને વિડિયો મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયા હતા. તેમના લગ્નનાં ૬ મહિના પછી નેહાએ તેના પતિ રોહનપ્રીત સિંહ ઉપર હાથ ઉઠાવ્યો હતો અને હવે તેના પતિને માર મારતો એક વીડિયો પણ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હવે આ પહેલા તમે નેહા વિશે કંઈક વિચારો છો તો ચાલો તમને જણાવી દઈએ કે સિંગરે તે થપ્પડ મ્યુઝિક વિડિયોમાં માર્યો હતો. નેહા અને રોહનપ્રીત સિંહ એક સાથે પોતાના લેટેસ્ટ મ્યુઝિક વિડીયો “ખડ તેનું મે દસ્સા” માં કામ કરી રહ્યા છે. આ ગીતમાં બંનેની તકરાર નો એક સીન પણ છે. તે દરમિયાન નેહાએ પોતાના રીયલ લાઈફ પતિદેવને એક થપ્પડ મારે છે.

નેહાનો વિડીયો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં નેહુંપ્રીત ની કેમેસ્ટ્રી કમાલની લાગી રહી છે. દિલચસ્પ વાત એ છે કે આ વિડીયો ઉપર જાતે નેહાના પતિ રોહનપ્રીત સિંહ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે “હું તમામ જનતા ને પૂછવા માગું છું કે દરેક ઘરવાળી પોતાના પતિ ને આ રીતે જ મારે છે? શું દરેક પતિનાં નસીબમાં પીટાઈ લખી છે?”

નેહાની આ પોસ્ટને અત્યાર સુધી ૧૦ લાખથી વધારે લાઇક્સ મળ્યા છે. આ વીડિયોને જોયા પછી લોકો કહી રહ્યા છે કે નેહા એક સારી સિંગર હોવાની સાથે એક સારી એક્ટર પણ છે. વીડિયોમાં તેમનો અભિનય ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ તો આ ગીત નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે ગાયું છે. ત્યાં જ રજત નાગપાલ એ તેમાં પોતાનું સંગીત આપ્યું છે. આ ગીતના લિરિક્સ કપ્તાને લખ્યા છે. આ સુંદર ગીતને ડાયરેક્ટ અગમ અજીમે કર્યું છે. આ ગીત દેશી મ્યુઝિક ફેક્ટરી પર રિલીઝ કરવામાં આવ્યું છે.

pranshu

Leave a Reply

Your email address will not be published.