નેહા ધૂપિયાએ કરણ જોહર ને લગ્ન માટે ૩ વાર કર્યું હતું પ્રપોઝ, આ કમીના કારણે કરણે કરી હતી મનાઈ

બોલીવૂડ નાં સૌથી મોટા ફિલ્મ નિર્માતા નું નામ જો લેવામાં આવે તો સૌથી આગળ અને ઉપર ફિલ્મ નિર્માતા કરણ જોહર નું નામ યાદ આવે છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેમની કારકિર્દીમાં એક કરતાં વધારે સારી ફિલ્મો આપી છે. કરણ જોહર બોલિવૂડમાં રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે પણ જાણીતા છે. કરણ જોહર ની દરેક ફિલ્મમાં એક નવી લવ સ્ટોરી જોવા મળે છે. તેમણે તેવી અનેક ફિલ્મો પણ આપી છે જેને ભૂલવું અશક્ય છે. આ મોટા નિર્માતા એ આજ સુધી લગ્ન પણ કર્યા નથી. પરંતુ એવું નથી કે તેમનું કોઈ સાથે અફેર રહ્યું ના હોય.
બોલિવૂડ નાં જાણીતા અને મોટા ફિલ્મ નિર્માતા હોવાના લીધે અનેક સ્ટાર્સ ની સાથે કરણ જોહરની સારી મિત્રતા છે. કરણ જોહર નાં આમ તો દરેક બોલિવૂડ સ્ટાર્સ સાથે સારા સંબંધો છે. પરંતુ તેમની એક મિત્ર હતી જેમણે તેણે લગ્નનો પ્રપોઝ પણ કર્યું હતું. તેમની આ મિત્રનું નામ નેહા ધૂપિયા છે. તમને જણાવી દઈએ કે, નેહા એ એક બે વખત નહીં પરંતુ ત્રણ વખત લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ દરેક વખતે કરણ એ નેહા ને નિરાશ કર્યા.
આ વાતનો ખુલાસો જાતે જ અભિનેત્રી એ પોતાના શો ‘નો ફિલ્ટર નેહા’ માં કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેમણે નિર્માતા કરણ જોહર ને લગ્ન માટે ત્રણ વખત પ્રપોઝ કર્યું હતું. પરંતુ ત્રણેય વખત ફિલ્મ નિર્માતા એ લગ્ન માટે ખાસ રીતે ના કહ્યું છે. તેની સાથે જ નેહા ધૂપિયાએ કરન જોહર નાં ના કહેવાનું કારણ પણ દરેકની સાથે શેયર કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, મે કરણ જોહરને મજાક કરતા ત્રણ વખત લગ્ન માટે કહ્યું હતું. તે દરમિયાન મેં દરેક વખતે તેમને અલગ અલગ જગ્યાએ લગ્ન કરવા માટે કહ્યું પરંતુ કરણ જોહરે મને દરેક વખતે લગ્ન માટે સાફ ના કહ્યું.
નેહાએ કહ્યું હતું કે, લગ્ન માટે તેમણે મને ના પાડી તેનું કારણ હતું કે, કરણ ને મારા બોર્ડી પાર્ટ માં કોઈ રસ ન હતો. તમને જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા અને નિર્માતા કરણ જોહર એકબીજાના સારા મિત્રો છે. એક વખત નેહાએ તેના મિત્ર માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી હતી. આ પોસ્ટ માં નેહા એ કરણ માટે લખ્યું છે ‘હું તમને મારા જીવનનો ભાગ બનવા બદલ આભાર માનું છું’ તમે મારા માટે અત્યાર સુધી કરેલા દરેક કામ માટે હું તમારો ખુબ ખુબ આભાર માનું છું મને ખબર નથી કે, હું તમારા જેવી બની શકીશ નહીં.
કરણ જોહર એ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ થી પોતાનું ડાયરેક્ટોરીયલ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડાયરેક્ટ અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે ફિલ્મફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ફિલ્મ કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના ને ઓવરસીઝ સફળતા મળી હતી. ૨૦૧૦ માં આવેલી તેમની ફિલ્મ માય નેમ ઈઝ ખાન માટે આ નિર્માતાને બીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. કરણ જોહરએ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને બોમ્બે વેલ્વેટમાં અભિનય પણ કર્યો છે. અનુષ્કા શર્મા ને કરન જોહર પોતાનું ક્રશ કહે છે.