નવરાત્રિ માં ઉગાડવામાં આવતા જવ ખૂબ જ કામના છે, તંદુરસ્તી ને પહોંચાડે છે અગણિત ફાયદા

૧૭ ઓક્ટોબર થી નવરાત્રી ના પાવન પર્વની શરૂઆત થઈ રહી છે. નવરાત્રી નો તહેવાર ૧૭ થી ૨૪ ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રી ના તહેવાર માં માતાજી ના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન કોઈપણ કાર્ય કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે આ દિવસ દરમિયાન લોકો શુભકાર્ય જેવું કે ભૂમિ પૂજન, ગૃહપ્રવેશ વગેરે કરે છે. નવરાત્રીના પહેલા દિવસે જવ નું વાવેતર કરવાની પરંપરા છે.માટીના વાસણમાં પહેલા દિવસે જવ વાવવામાં આવે છે. જવનું ધાર્મિક મહત્વ તો છે જ તેની સાથે -સાથે તંદુરસ્તી ની દૃષ્ટિએ પણ તે ખૂબ જ ફાયદાકારક છે. આજની આ સ્ટોરીમાં અમે તમને જણાવીશું તેનાથી થતા ફાયદાઓ વિશે.
કિડની માટે ફાયદા કારક
જવ કિડની માટે ખૂબ જ લાભકારી ગણાય છે. જવના સેવન થી કિડની ને લગતી તમામ પરેશાની થી છુટકારો મળે છે. કિડની ની સમસ્યા થવાથી વ્યક્તિએ ઘણી વખત ખૂબ જ ગંભીર પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે. જો તમે તમારી કિડની ને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તથા કિડની સંબંધિત સમસ્યાઓ થી દૂર રહેવા માંગતા હોવ તો આજથી જ જવનું સેવન શરૂ કરવું.
પથરીની સમસ્યા કરે છે દૂર
પથરીના દર્દીઓ માટે પણ જવનું સેવન ફાયદાકારક ગણાવ્યું છે. જે લોકોને પથરીની સમસ્યા છે તે મુઠી ભરીને જવ લઈને પાણીમાં ઉકાળી લે પાણીને ઠંડુ થવા દો જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળી અને તેનું સેવન કરવું .આવી રીતે નિયમિત રૂપથી દરરોજ એક ગ્લાસ પીવું . આવું કરવાથી થોડાક દિવસોમાં જ પથરીની સમસ્યા દૂર થઈ જશે.
વિટામિન સી થી ભરપૂર
જેમ કે, અમે તમને જણાવ્યું તંદુરસ્તી માટે જવ એ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જવ ની અંદર વિટામિન સી પુષ્કળ માત્રામાં હોય છે. તેમાં મળી આવતા બી-કોમ્પલેક્સ આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક મેગનીઝ, સેલેનિયમ, કોપર, પ્રોટીન ,એમીનો એસિડ, ડાયટ્રીફાઇબર અને ઘણા જ પ્રકારના એન્ટી ઓક્સીડેંટ શરીરને તંદુરસ્ત રાખવામાં વ્યક્તિની મદદ કરે છે.
ગર્ભપાતની સમસ્યા થઈ શકે છે દૂર

ઘણી સ્ત્રીઓમાં ગર્ભપાતની સમસ્યા જોવા મળે છે. જો તમારી સાથે પણ ઘણીવાર આવું થઈ ચૂક્યું હોય તો, આજથી જ જવનું સેવન શરૂ કરી દો. તેના માટે તમારે જવું નો એક ખાસ લાડુ બનાવવો જોશે. લાડુ બનાવવા માટે ઘઉંનો લોટ લેવો તેને થોડું એવો શેકી ને હવે તેમાં ઘી, ડ્રાયફ્રુટ અને ખાંડ ઉમેરી ને લાડુ બનાવો. દરરોજ આ લાડુ નું સેવન કરવાથી ગર્ભપાતની સમસ્યા દૂર થઈ જાય છે.