નવરાત્રી નો પાવન તહેવાર પૂર્ણ થાય તે પહેલા કરો આ ઉપાય થશે દરેક પરેશાની દુર, ધનની થશે વર્ષા

નવરાત્રી નો પાવન તહેવાર પૂર્ણ થાય તે પહેલા કરો આ ઉપાય થશે દરેક પરેશાની દુર, ધનની થશે વર્ષા

નવરાત્રીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી નાં આ નવ દિવસો સુધી માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાની પૂજા કરવાથી જીવન નાં દુખો નો અંત  આવે છે. અને સુખ નું આગમન થાય છે. માં ની કૃપા મેળવવા માટે તેમની સાથે જોડાયેલા પાઠ કરવા. પાઠ કરવાથી માં પ્રસન્ન થાય છે. આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન નીચે જણાવેલ ઉપાય કરવાથી માં ની કૃપા બની રહે છે. અને  માં સદાય તમારા ઘરમાં વાસ કરે છે.

નવરાત્રિ પૂર્ણ થાય તે પહેલા મહાલક્ષ્મી નાં પદ ચિન્હ ને ઘરના મુખ્ય દરવાજા પર બનાવવા તેનાથી માં ની કૃપા તમારા પર બની રહે છે. અને ઘરમાં પૈસાની કમી રહેતી નથી. પદ ચિન્હ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને અંદર ની તરફ બનાવવા.

વેપારમાં રહેશે બરકત

વેપાર માં બરકત રહે તે માટે નવરાત્રિ નાં કોઇપણ દિવસે આ ઉપાય કરવો. આ ઉપાય કરવા માટે એક વાસણ વેપાર નાં સ્થળ પર દરવાજા પાસે રાખવું. તેની અંદર પાણી, ફૂલ અને લાલ સિંદૂર નાખવું. તેને ઉત્તર દિશા તરફ રાખવું. આ ઉપાય કરવાથી વેપારમાં આવેલ પરેશાની દૂર થશે. અને વેપાર સારો ચાલશે. નવરાત્રિ પૂર્ણ થયા ત્યારબાદ આ જળ  ને પીપળા નાં વૃક્ષ પર ચડાવવું.

ઘરમાં બની રહેશે સુખ-શાંતિ

ઘરમાં શાંતિ બની રહે તે માટે નવરાત્રિ દરમિયાન મુખ્ય મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું તેને બનાવથી ઘરમાં શાંતિ બની રહે છે. સાથે જ વાસ્તુદોષ પણ દૂર થાય છે. આ ઉપરાંત ઘરમાં કોઈ વ્યક્તિ ની તબિયત ખરાબ રહેતી હોય તો ઘરનાં મુખ્ય દરવાજા પર પૂર્વ અથવા ઉત્તર દિશામાં ૐ નું ચિન્હ બનાવવું તેનાથી ઘરનાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

જવને રાખો સંભાળીને

નવરાત્રિ નાં પહેલા દિવસે જવ લગાવવામાં આવે છે. અને છેલ્લા દિવસે માં ની પૂજા કર્યા બાદ તેમાંથી થોડા જવ તોડી ને લાલ રંગનાં કપડામાં બાંધી લેવા. આ કપડાને તિજોરી માં કે તમારા પર્સમાં રાખવું. એવું કરવાથી ઘરમાં અનાજની કમી રહેતી નથી. અને ફાલતુ ખર્ચાઓથી છુટકારો મળે છે.

બાંધો નાડાછડી

ઘરના લોકોના જીવનમાં કોઇ પણ પ્રકાર નાં કષ્ટ ન રહે તેના માટે ઘરના મુખ્ય દરવાજા પર નાળાછડી બાંધવી. જો તમે ઈચ્છો તો અન્ય દરવાજા પર પણ તેને બાંધી શકો છો. શાસ્ત્રો અનુસાર આ દોરા ને પવિત્ર ગણવામાં આવે છે. નાળાછડી બાંધવાથી દરેક પ્રકારના કષ્ટ આપણાથી દૂર રહે છે. એટલું જ નહીં ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક અસર દૂર થાય છે.

આ જળનો કરો છટકાવ

કળશ સ્થાપિત કરતી વખતે તેની અંદર જે જળ હોય છે. તે જળ નો ઘરનાં દરેક ખૂણામાં છટકાવ કરવો. નવરાત્રિના છેલ્લા દિવસે કળશ લઇને તેના જળ નો ઘર નાં દરેક ખુણામાં છંટકાવ કરવો. એવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ઘરનાં લોકો વચ્ચે પ્રેમ વધે છે. આ ઉપાયો નવરાત્રી દરમ્યાન કરવાથી ફળદાયક સાબિત થાય છે. અને તેને કરવાથી ઘણી પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *