નવરાત્રિમાં માતા રાણી તમારી દરેક મનોકામના કરશે પૂર્ણ, કરો આ ઉપાય માં દુર્ગા થાશે ખુશ…

નવરાત્રિમાં માતા રાણી તમારી દરેક મનોકામના કરશે પૂર્ણ, કરો આ ઉપાય માં દુર્ગા થાશે ખુશ…

માં દુર્ગાની પૂજા આરાધના માટે સૌથી મહત્વના દિવસ નવરાત્રી ગણાય છે. આ વખતે શારદીય નવરાત્રિ ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ થી શરૂ થઈ રહી છે. ૨૫ ઓક્ટોબર સુધી માતાની પૂજા-અર્ચના કરી શકાય છે. નવરાત્રીના નવ દિવસો સુધી ઘર-ઘરમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની અલગ-અલગ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના દિવસો માતાજી ખૂબ જ પ્રિય છે. એવું જણાવવામાં આવે છે કે, નવરાત્રીના દિવસોમાં માતાની આરાધના કરવામાં આવે તો તેના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે .જો નવરાત્રિના શુભ દિવસોમાં તમે માતાને પ્રસન્ન કરવા માંગતા હોવ તો, તેના માટે થોડા ઉપાય કરી શકો છો. જો તમે થોડા સરળ ઉપાય કરો તો પણ તેનાથી માતા રાણી પ્રસન્ન થશે. અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.

ઘરની પરેશાની દૂર કરવા માટે

હંમેશા જોવામાં આવ્યું છે કે ઘરમાં કોઈ ને કોઈ કારણથી પરેશાની રહેતી હોયછે. અવાર નવાર કોઈને કોઈ વાતને લઈને વાદ- વિવાદ થતા રહેતા હોય છે. તમે તમારા ઘરની પરેશાની દૂર કરવા માંગતા હોવ તો, નવરાત્રીના દિવસોમાં નાગરવેલના પાનના ઉપર કેસર મૂકો, ઉપરાંત તમે માતાજી ની સામે દુર્ગા સ્રોત અને દુર્ગાજી ની નામાવલી ના પાઠ પૂર્ણ નિષ્ઠા સાથે કરો. જો તમે આ ઉપાયને કરો છો તો આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. જેનાથી ઘરની બધા જ પ્રકારની પરેશાની અને કલેશ દૂર થઇ જશે.

તમે આ ઉપાયને નવ દિવસ સુધી નિયમપૂર્વક કરો .

જો આર્થિક પરિસ્થિતિ સતત ખરાબ ચાલી રહી હોઈ. ખૂબ જ કોશિશ કર્યા પછી પણ ધન સંબંધી પરેશાની થી છુટકારો ન મળતો હોય. તો તમને નવરાત્રિના પહેલા દિવસથી લઈને અને આગળના પાંચ દિવસો સુધી રોજ નાગરવેલના પાન ઉપર હ્રીં લખી અને માં દુર્ગાજી ને અર્પણ કરો. નવરાત્રિ પૂરી થઈ જાય ત્યારબાદ પાનને તમારી તિજોરી અથવા ધન રાખતા હોય તે સ્થળ પર રાખી દો. તેનાથી ધન સાથે સંબંધિત બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જો તમારા ઘરમાં ધનની આવક રોકાઇ ગઇ હોય જેના લીધે, તમે ખૂબ જ પરેશાન હોવ તો તમે નવરાત્રીના દિવસોમાં માં દુર્ગાજી ને નાગરવેલના પાન પર ગુલાબ રાખી અને અર્પણ કરો. આ સામાન્ય ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક શરૂ થઇ જશે. તમે માં દુર્ગા પાસેથી સુખ-સમૃદ્ધિની કામના જરૂર કરો. .

નોકરી-ધંધામાં સફળતા મેળવવા માટે

જો તમારે તમારી નોકરી કે ધંધા માં કોઈપણ પ્રકારની મુશ્કેલી થઈ રહી હોઈ. તો તમે નવરાત્રીના દિવસોમાં એક નાગરવેલનું પાન લઇ તેની બંને તરફ સરસો નું તેલ લગાવી માતા દુર્ગાને અર્પણ કરો. ત્યારબાદ તમે રાતના સમયે સૂતી વખતે તે પાનને તમારા મસ્તિક નીચે રાખી લો. બીજે દિવસે સવારે ઊઠીને તમે તે પાનને કોઈપણ દુર્ગા મંદિર ના પાછળ રાખી પરત ફરી જાઓ. આ ઉપાય કરવાથી નોકરી અને વેપારમાં પ્રગતિ મળવાના યોગ બનશે. અને કામકાજ આવતા બધા જ વિધ્ન દૂર થશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *