નવરાત્રી દરમિયાન ન કરવા જોઈએ આ ૧૦ કામ, માનવામાં આવે છે અશુભ

નવરાત્રી દરમિયાન ન કરવા જોઈએ આ ૧૦ કામ, માનવામાં આવે છે અશુભ

ચૈત્રી નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રી નાં પાવન તહેવારમાં માં દુર્ગાની પૂજા અર્ચના કરી તેને સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. આ ૯ દિવસોમાં ભક્તિભાવથી માતાની કૃપા મેળવવા માટે વ્રત અને ઉપવાસ રાખવામાં આવે છે. વ્રત રાખનાર લોકો ખાસ નિયમો  નું પાલન કરે છે. તો ચાલો જાણીએ નવરાત્રી દરમ્યાન કયું કામ કરવું જોઈએ નહીં

  • નવરાત્રિમાં જો તમે કળશ સ્થાપના કરી રહ્યા હોય તો અખંડ જ્યોત ચાલુ રાખવી અને આ દિવસો માં ઘર બંધ કરીને કઈ જવું નહીં.
  • નવરાત્રી નાં દિવસોમાં વાળ કાપવા નહીં. અને સેવિંગ પણ કરવી જોઈએ નહી. આ સમય દરમિયાન બાળકો નું મુંડન કરવું પણ અશુભ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, એવું કરવાથી માતા નારાજ થઈ જાય છે.

  • આ સમય દરમિયાન લસણ ડુંગળી નો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેને તામસી ભોજનની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેથી નવરાત્રિમાં તેનો પ્રયોગ વર્જિત ગણવામાં આવે છે.
  • નવરાત્રી દરમ્યાન વ્રત રાખનાર લોકો એ કાળા કપડાં પહેરવા જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર તે સમય દરમ્યાન સિલાઈ કામ પણ વર્જિત ગણવામાં આવે છે. નવરાત્રિમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું.
  • ધર્મશાસ્ત્ર અનુસાર નવરાત્રી નાં વ્રત દરમિયાન શારીરિક સંબંધ બનાવવાથી પણ વ્રતનું ફળ મળતું નથી. તે સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.
  • નવરાત્રી નાં સમય દરમિયાન માંસ અને શરાબનું સેવન કરવાથી બચવું. ધાર્મિક માન્યતા માં તેને અશુભ ગણવામાં આવે છે.

  • નવરાત્રી નું  વ્રત રાખનારે ચામડાનો બેલ્ટ, ચંપલ અને બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહી.
  • વ્રતમાં નવ દિવસ સુધી અનાજ અને નિમક નું સેવન કરવું જોઇએ નહીં. શિંગોડાનો લોટ, સાબુદાણાની ખીચડી અને સિંધવ નમક નો ઉપયોગ કરવો.

  • નવરાત્રિમાં વ્રત માં મજોરી આવી શકે છે. તેથી સુકામેવા, મગફળી અને મખાના વગેરેનું સેવન કરી શકો છો. જેનાથી શરીર સ્વસ્થ રહેશે અને તમને કમજોરી મહેસુસ નહીં થાય.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *