નવરાત્રિ દરમિયાન બુધ નું ગોચર, આગલા ૧૫ દિવસ માટે આ ૩ રાશિઓ રહેશે લકી

બુધ ગ્રહને સૌથી તેજ ગતિથી ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. બુધ બુદ્ધ, સંચાર, લેખન, અને વાણી નું પ્રતિનિધિત્વ કરે છે. મજબૂત બુધ વાળા જાતકો હાજર જવાબી અને ખૂબ જ સારા વ્યાપારી હોય છે. અને તેમજ કમજોર બુધ વાળી વ્યક્તિ હંમેશા માનસિક પરેશાની થી ઘેરાયેલ રહે છે. બુધ ગ્રહ નાં ગોચર નો સમય ઓછો હોય છે. પરંતુ પ્રભાવશાળી હોય છે ૧૬ એપ્રિલે બુધ ગ્રહ નું મીન રાશિમાંથી નીકળી રાત્રી નાં ૯ કલાક અને ૫ મિનિટે મેષ રાશિમાં ગોચર થયું છે. આગલા મહિના ની ૧ મે સુધી બુધની સ્થિતિ એ જ રહેશે. ત્યારબાદ તે વૃષભ રાશિમાં ગોચર કરશે.
બુધનાં ગોચર નો આ ૩ રાશિના જાતકો ઉપર શુભ પ્રભાવ જોવા મળશે.
મેષ માં બુધ નું ગોચર મિથુન, મીન અને કર્ક રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. અને વૃશ્ચિક, મકર અને વૃષભ રાશિના જાતકો એ આ પંદર દિવસ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર રહેશે.મેષ રાશિનાં સ્વામી મંગળ છે. તેમજ બુધ અને મંગળ એકબીજા પ્રત્યે વેરભાવ રાખે છે. આજ કારણે આ ગોચર ની સામાન્ય જનજીવન પર ખૂબ જ અસર જોવા મળશે. ચાલો જાણીએ આ ગોચર નો સામાન્ય લોકો પર શું પ્રભાવ જોવા મળશે.
દેશ-દુનિયા પર પ્રભાવ
બુધ નાં ગોચર નાં પ્રભાવ થી દેશ-દુનિયામાં વિપરીત પરિસ્થિતિ આવી શકે છે. આ પ્રભાવ થી લોકોની સહનશીલતા ઓછી થઇ શકે છે. લોકોનો સ્વભાવમાં ઉગ્રતા જોવા મળશે. દેશ દેશ વચ્ચે યુદ્ધ થઈ શકે છે. સામાન્ય લોકો વચ્ચે પણ વાદ વિવાદ વધી શકે છે.
સ્વાસ્થ્ય પર પ્રભાવ
બુધ નાં ગોચર નો પ્રભાવ લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળશે. આ દરમિયાન લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવું પડશે. બુધનો સંબંધ ચર્મ રોગ સાથે ગણવામાં આવે છે. તે દરમિયાન સ્કીન એલર્જી ની સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે ઘરની સફાઈ રાખવાની સલાહ આપવામાં આવે છે.
પારિવારિક જીવન પર પ્રભાવ
બુધ બુદ્ધિનો કારક છે. અને અગ્નિ તત્વ ની રાશિ મેષમાં ગોચર થી તેનો પ્રભાવ લોકોના મન અને મસ્તક પર જોવા મળશે. ઘર પરિવાર નાં સભ્યો વચ્ચે કડવાહટ આવી શકે છે. આ ઉપરાંત દાંપત્યજીવનમાં ગેરસમજ વધી શકે છે. બુધનાં પ્રભાવથી ઘરમાં લડાઈ-ઝઘડા અને કલેશ થઈ શકે છે. ઘરના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. અને ઘરનું વાતાવરણ તણાવગ્રસ્ત રહી શકે છે. આવનારા પંદર દિવસો સુધી તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર રહેશે.
આર્થિક જીવન પર પ્રભાવ
આર્થિક દૃષ્ટિએ બુધ નું ગોચર મિશ્રિત પરિણામ આપશે. વકીલાત, લેખન, શિક્ષા અને દૂરસંચાર ને બુધ થી પ્રભાવિત ક્ષેત્ર ગણવામાં આવે છે. આ સમય દરમિયાન આ દરેક ક્ષેત્રમાં હાનિ થવાની સંભાવના છે. તેમ બેન્કિંગ અને રોકાણ કરતી કંપનીઓ ને આ ગોચર નું સારું પરિણામ મળી શકે છે.