નાશપતી ખાવાથી દૂર ભાગે છે આ ૮ બીમારીઓ, ફાયદાઓ જાણીને થશે ખાવાનું મન

નાશપતી ખાવાથી દૂર ભાગે છે આ ૮ બીમારીઓ, ફાયદાઓ જાણીને થશે ખાવાનું મન

નાશપતીનું સેવન ચોમાસાની ઋતુમાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં નાશપતી ખાવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક હોય છે. તેમના સેવનથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. જે રોગો સાથે લડવામાં સહાયક હોય છે. નાશપતીમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તે સ્વાદમાં ખૂબ જ સારી હોય છે સાથે જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે.

Advertisement

વરસાદની ઋતુમાં ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે. તેવામાં નાશપતી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને તમને ચોમાસાની ઋતુના રોગોથી દુર રાખે છે. વરસાદી ઋતુના ફળોના ઘણા ફાયદાઓ હોય છે. તે ઘણા જ પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. નાશપતીનું જ્યુસ પણ પીવામાં આવે છે. જે શરીરના એનર્જી લેવલને વધારે છે અને તમને તાજગી આપે છે. નાશપતીના સેવનથી વરસાદની બીમારીઓ જેવી કે ઉધરસ, શરદી વગેરે રોગોથી દુર રાખે છે.

નાશપતીમાં મળી આવતા પોષક તત્વ નાશપતીમાં પૂરતી માત્રામાં ફાસ્ફોરસ મળી આવે છે. તેના સિવાય તેમાં આયોડિન, કોબાલ્ટ, મૈગ્નીજ, કોપર, ફ્લોરિન, વિટામીન-એ, વિટામીન-બી, પોટેશિયમ પણ મળી આવે છે. સાથે જ કેલ્શિયમની માત્રા પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ બધા જ શરીર માટે જરૂરી પોષક તત્વો છે. આટલા પોષક તત્વો ફક્ત એક નાશપતીમાં મળી આવે છે.

નાશપતી ખાવાના ફાયદાઓ

ભૂખ ના લાગવી – શરીરની ભુખ ને હેલ્ધી અને સારી રીતે નાબૂદ કરવાનું કામ નાશપતી કરે છે. તેમાં રહેલ પોષક તત્વો ઘણા સમય સુધી શરીરને ભરેલું રાખે છે.

હેલ્ધી સુગર – નાસપતિમાં હેલ્ધી સુગર મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. જ્યારે આપણને કંઈક મીઠું ખાવાનું મન થાય છે તો નાશપતીનુ સેવન ખુબ જ ફાયદાકારક હોય છે.

ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે – નાશપતીની છાલ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેમની છાલમાં હાઈડ્રો ન્યુટ્રિએન્શ મળી આવે છે અને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ મળી આવે છે. જે શરીરને તાવ અને શરદીથી દૂર રાખે છે.

લોહીની ખામીને દૂર કરે છે – નાશપતીમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. નાશપતીમાં આર્યન પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરમાં હિમોગ્લોબીનની માત્રાને વધારે છે અને એનીમિયા જેવી બીમારીઓ થવાના જોખમને ઓછું કરે છે.

સ્કીન માટે ફાયદાકારક – તે સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન-એ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે શરીરમાં કરચલી થી લઈને પિમ્પ્લ્સને દૂર કરે છે. નાશપતીના સેવનથી વાળ ખરવા જેવી વગેરે સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

હાડકાઓ માટે – નાશપતીમાં ખૂબ જ પ્રમાણમાં બોરોન મળી આવે છે. બોરોન કેલ્શિયમને શરીરમાં જાળવી રાખે છે અને શરીરમાં હાડકાઓ માટે કેલ્શિયમ જરૂરી હોય છે.

ડાયાબિટીસ નિયંત્રણ – નાશપતી ફાઈબરથી ભરપૂર હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ વધારે લાભદાયક હોય છે. તેનાથી મીઠું (સ્વીટ) ખાવાની ઈચ્છા થતી નથી. નાશપતી ના રેસા શરીરમાંથી ધીરે ધીરે સુગરને શોષી લે છે.

પાચનતંત્ર મજબૂત બનાવે – પાચનતંત્રને મજબૂત રાખવા માટે શરીરમાં ફાઈબરની યોગ્ય માત્રા હોવી આવશ્યક છે. નાસપતિમાં મોટા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે કબજિયાત અને અન્ય પાચન સંબંધિત બીમારીઓને દૂર કરે છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.