નણંદ સાથે આવા છે ઐશ્વર્યા રાયનાં સંબંધો, શ્વેતાને બિલકુલ પસંદ નથી ભાભીની આ આદત

બોલીવુડમાં બચ્ચન પરિવાર એક ચર્ચિત પરિવાર હંમેશા આ પરિવાર ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. ચાહકો ગમે ત્યારે પણ બચ્ચન ફેમિલી વિશે જાણવા માટે ઉત્સુક રહે છે. તેવામાં આજે તમને એક કિસ્સા વિશે જણાવીશું, જે એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા સાથે જોડાયેલો છે.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી મશહૂર ફિલ્મ મેકર કરણ જોહરનાં ટોક શો “કોફી વિથ કરણ” માં આવી હતી, તે દરમિયાન શ્વેતાએ કરણને અમુક ખાસ વાતો કહી હતી. તેમાં એક ખાસ અને મહત્વપૂર્ણ વાત એ છે કે શ્વેતા એ પોતાના ભાઈ અભિષેક બચ્ચન અને ભાભી એશ્વર્યા બચ્ચનની એવી આદતો વિશે જણાવ્યું હતું કે જે તેમને પસંદ આવતી નથી.
કરણનાં શો પર શ્વેતાએ ભાભી એશ્વર્યા રાય ને લઈને કહ્યું હતું કે એશ્વર્યા ટાઈમ મેનેજમેન્ટને તે સહન કરે છે, પરંતુ તે કોલ અને મેસેજના જવાબ આપવામાં સમય લગાવે છે. સાથે પોતાની ભાભીની પ્રશંસા પણ કરી હતી. શ્વેતાએ ઐશ્વર્યાની પ્રશંસામાં કહ્યું હતું કે તે એક સેલ્ફ મેડ મજબુત મહિલા છે અને સારી માતા છે. તે ખૂબ જ સારી રીતે અને મહેનતથી પોતાનું કામ કરે છે.
ત્યાં જ પોતાના ભાઈ અભિષેકને લઈને પણ કરણ સાથે વાત કરી હતી. શ્વેતાએ કરણને કહ્યું હતું કે તે ખૂબ જ લોયલ અને ડેડીકેટેડ ફેમિલી મેન છે, જે મને ખૂબ જ પસંદ છે. ફક્ત એક પુત્ર તરીકે જ નહીં, પરંતુ એક પતિનાં રૂપમાં પણ ખૂબ જ સારા છે. પરંતુ મને તેમનો “હું બધું જાણું છું” તે જરા પણ પસંદ નથી. તેને લાગે છે કે તેને બધી ખબર પડે છે. શ્વેતાએ તે પણ કહ્યું કે હું અભિષેકનાં સેન્સ ઓફ હ્યુમરને સહન કરું છું.
જણાવી દઈએ તો શ્વેતા બચ્ચન પોતાના પુરા પરિવારની ખૂબ જ નજીક છે. તેમણે પોતાના પરિવારની જેમ ફિલ્મી દુનિયાને કારકિર્દીનાં રૂપમાં પસંદ કરેલ નથી અને તેણે પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. તેમને પેરાડાઇઝ નામની નોવેલ લખી છે, જે બેસ્ટ સેલર રહી છે. તે ક્યારેક મોડલના રૂપમાં પણ પોતાની ઓળખાણ બનાવી છે.
બે બાળકોની માતા છે શ્વેતા
જણાવી દઈએ તો શ્વેતા બચ્ચન પોતાના ભાઈ અભિષેક બચ્ચન થી બે વર્ષ મોટી છે. શ્વેતાના લગ્ન વર્ષ ૧૯૯૭માં બિઝનેસમેન નિખિલ નંદા સાથે થયા હતા. નિખિલ અને શ્વેતાનાં બે બાળકો પુત્રી નવ્યા નવેલી નંદા અને પુત્ર અગસ્ત્ય નાં માતા-પિતા છે.