નાગરવેલ નાં પાનમાં રાખો ફટકડી અને સિંદૂર, પછી જુઓ કમાલ પૈસાની સમસ્યા આસપાસ પણ નહીં ફરકે

નાગરવેલ નાં પાનમાં રાખો ફટકડી અને સિંદૂર, પછી જુઓ કમાલ પૈસાની સમસ્યા આસપાસ પણ નહીં ફરકે

ફટકડી દરેક નાં ઘરમાં સરળતાથી મળી જાય છે. તે ઘણા પ્રકાર નાં કામ માં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ પાણી સાફ કરવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેની સહાયતાથી તમે કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ દૂર કરી શકો છો. માન્યતા છે કે, ફટકડી ની અંદર નકારાત્મક નકારાત્મક વિચારો દૂર કરવાની શક્તિ હોય છે. તેનો ઉપયોગ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર બંનેનાં ઉપાયોમાં કરવામાં આવે છે. આજે અમે તમને ફટકડી નાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

  • જો તમારા ઘરમાં નેગેટિવ એનર્જી વધારે હોય તો ફટકડી ની મદદથી દૂર કરી શકાય છે. એક કાચની પ્લેટમાં ફટકડી નાં નાના ટુકડા કરવા અને આ બારી કે દરવાજાની બાલ્કનીમાં રાખવા યાદ રહે કે, પ્લેટ ની અંદર ફટકડીના ટુકડાને દર મહિને બદલતા રહેવું. એવું કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થશે અને પોઝિટિવ એનર્જીથી આવશે.

  • જો તમારા ઘર કે ઓફીસ માં વાસ્તુદોષ હોય તો દરેક રૂમમાં ફટકડી નાં ટુકડાને રાખવા. આ પ્રકારથી રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. અને ઘર અને ઓફિસમાં આ ઉપાય પ્રગતિ લાવશે.
  • આખા ઘરમાં બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે નેગેટિવ એનર્જી હોય છે. એવી સ્થિતિમાં બાથરૂમમાં એક વાટકામાં ફટકડી અને નીમક રાખવું અને તેને દર મહિને બદલતા રહેવું. જ્યાં નીમક બાથરૂમ ની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેમ જ ફટકડી કીટાણુ ને દુર કરવાનું કાર્ય કરે છે.

  • દુકાન માં ધંધો ચાલી રહ્યો ન હોય તો ફટકડી તમારો વેપાર વધારી શકે છે. તેના માટે એક કાળા કપડામાં ફટકડી બાંધી ફટકડી વાળા કપડા ને દુકાન નાં મુખ્ય દ્વાર પર લગાવવું. તેનાથી ન ફક્ત તમારી દુકાનમાં વેપાર વધશે પણ સાથે જ દુકાન ને કોઈની નજર પણ નહીં લાગે.
  • જો કુંડળીમાં શુક્ર દોષ હોય તો ફટકડી તેને દૂર કરી શકે છે. સ્નાન કરવાના પાણીમાં થોડીક ફટકડી નાખીને સ્નાન કરવાથી શુક્ર દોષ દૂર થાય છે. સાથેજ ધન લાભ પ્રાપ્ત થાય છે.

  • તમે પર કર્જ હોય તો ફટાકડી આ સમસ્યાનું સમાધાન કરી શકે. એક નાગરવેલનું પાન લઈ તેમાં ફટકડી અને સિંદૂર રાખીને બાંધવું અને બુધવાર નાં દિવસે આ પાન ને  પીપળા નાં ઝાડ પાસે રાખવું. તેનાથી જલ્દી જ કર્જમાંથી મુક્તિ મળે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *