મુકેશ અંબાણી નાં દીકરાઓ કરતાં બિલકુલ અલગ છે અનિલ અંબાણી નાં બાળકો, લાઇમ લાઈટ થી દુર જીવે છે આવી લાઈફ સ્ટાઇલ

ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી નાં બે પુત્ર છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જ્યાં એક તરફ મુકેશ અંબાણી ભારત નાં સૌથી અમર અને સફળ બિઝનેસમેન રૂપમાં ઓળખાય છે. તો બીજી તરફ અનિલ અંબાણી હાલના દિવસોમાં પોતાની આર્થિક તંગીને લઈને ચર્ચામાં રહે છે. અનિલ અંબાણી એ વર્ષ ૧૯૯૧ માં બોલિવૂડ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે. જય અનમોલ અને નાના દીકરા નું જય અંશુલ છે. મુકેશ અંબાણી અને તેના બાળકો હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેથી તેમને દરેક વ્યક્તિ જાણે છે પરંતુ અનિલ અંબાણી અને તેના બાળકો વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી છે આજે અમે તમને અનિલ અંબાણીના બંને બાળકો સાથે જોડાયેલી દિલચસ્પ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
વિદેશમાં સ્ટડી
અનીલ અંબાણી નાં દીકરા જય અનમોલે શરૂઆતનો અભ્યાસ જોન કૈનન સ્કુલ મુંબઈથી કર્યો છે. ત્યારબાદ અભ્યાસ માટે તેઓ યુ. કે. ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે વારવિક બિઝનેસ સ્કૂલ માંથી ડીગ્રી લીધી હતી. તેમજ અનિલ અંબાણી નાં નાના દિકરા અંશુલે બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ પૂરો કરી ચૂક્યા છે. તેઓએ ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટન સ્કૂલ ઓફ બિઝનેસ માંથી અભ્યાસ કર્યો.
મોટા દીકરાને લાઈમ લાઈટ પસંદ નથી
અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ લાઈમ લાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. તે કેમેરાની સામે આવવાનું પસંદ કરતા નથી. જોકે તે થોડા શરમાળ સ્વભાવના છે તે બીજા ઓની સામે વધારે ખુલતા નથી. તેમને પરિવાર ખૂબ જ પસંદ છે. તેઓને તેની સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનું ખુબ પસંદ છે.
દાદી સાથે સંબંધ
પોતાના મોટા પપ્પા મુકેશ અંબાણી સાથે જય અનમોલ નાં ખૂબ જ સારા સંબંધ છે. આ ઉપરાંત પોતાની દાદી કોકીલાબેન ની પણ તેઓ ખૂબ જ નજીક છે. એટલું જ નહીં પોતાના કઝીન આકાશ,ઈશા અને અનંત સાથે તેઓ સારા સંબંધો ધરાવે છે. અનિલ અંબાણીના મોટા દીકરા એક પારિવારિક વ્યક્તિ છે.
નાના દીકરાને પાર્ટી કરવી છે પસંદ
અનિલ અંબાણી નાં દિકરા જય અંશુલ પોતાના મોટાભાઇ થી બિલકુલ ઓપોઝિટ છે. તેઓને પોતાના ભાઈ-બહેનો સાથે પાર્ટી કરવાનું પસંદ છે. તે એક ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ છે. તેથી ભગવાનમાં તેઓ ખૂબ જ રૂચી ધરાવે છે.
આલીશાન લાઈફ સ્ટાઇલ
જ્યારે વાત લાઇફ સ્ટાઇલની આવે છે ત્યારે અનમોલ અને અંશુલ બંને લકઝરી ગાડી ના શોખીન છે. અને તેમના કલેક્શનમાં રોલ્સ રોયસ ફૈટમ થી લઇને લેમ્બર્ગીની, ગૈલાડો જેવી ગાડીઓ જોવા મળે છે. એટલું જ નહીં અંશુલ ને પ્લેન કલેક્શનનો પણ શોખ છે.મીડિયા મુજબ મીડિયા અનુસાર અંશુલ પાસે Bombarider global expresss XRS થી લઈને Bell 412 હેલિકોપ્ટર, Falcon 2000 અને Falcon 7 X જેટ સુધી છે. તે હમેશા તેમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે, રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલ માં પણ કામ કરી ચુક્યા છે.