મધર્સ-ડે પર પુજા ભટ્ટે કરેલું નિવેદન ખુબ જ ચર્ચામાં રહેલું છે, જાણો શું કહ્યું હતું તેણે “માં” વિશે

દર વર્ષે મે મહિનાનાં બીજા રવિવારે મધર્સ-ડે ઉજવવામાં આવે છે. આ દિવસ દુનિયાની દરેક માતાને સમર્પિત હોય છે, જે કોઈ પણ સ્વાર્થ વગર પોતાના બાળકોની જરૂરીયાતોનું ધ્યાન રાખે છે અને તેમને પ્રેમ કરે છે. વળી અભિનેત્રી અને ફિલ્મ મેકર પુજા ભટ્ટ આ અવસર ઉપર પોતાનું એક નિવેદન આપ્યું છે, જે ખૂબ જ મોટો મુદ્દો બની ગયો છે અને લોકો વિચારવા પર મજબૂર બની ગયા છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન પુજા ભટ્ટે પોતાનું મંતવ્ય રાખ્યું હતું. પુજાએ ફિલ્મોમાં અત્યાર સુધી બતાવવામાં આવતા માતાનાં પાત્રો પર એક મોટો સવાલ કર્યો છે. હાલમાં પુજા “બોમ્બે બેગમ્સ” નામની એક વેવ સીરિઝમાં જોવા મળી હતી, જે નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ છે. તે સિરીઝમાં તેમણે એક માતાનું પાત્ર નિભાવ્યું છે, પરંતુ બિલકુલ અલગ અંદાજમાં. પોતાના આ પાત્રને ધ્યાનમાં રાખીને પુજાએ પોતાની વાત જણાવી છે.
પુજાનું કહેવું છે કે મને એક માતાની ભૂમિકા નિભાવવી ખૂબ જ સારું લાગે છે અને ખૂબ જ ખુશી મળે છે. જખ્મ મને બોમ્બે બેગમ્સ બંનેમાં માતાના રુપમાં મહિલાઓ એક અલગ ભૂમિકા દર્શાવવામાં આવી છે. જ્યારે વાત માતાનાં પાત્રની હોય છે, ત્યાં સુધી ફિલ્મોમાં આપણે જોયું છે કે માતા હંમેશા બલિદાન આપતા નજરે આવે છે પરંતુ હવે તેને બદલવાની જરૂર છે.
પુજા આગળ કહે છે કે સ્ક્રીન ઉપર લાચાર માતાની ભૂમિકામાં હવે બદલાવ લાવવો જોઈએ. તેની બાજુ આપણે ધીરે-ધીરે આગળ વધી રહ્યા છીએ. પરંતુ હજુ એક લાંબી સફર ખેડવાની બાકી છે, જેનાથી લોકોના મનમાં બનેલી ધારણામાં બદલાવ આવી શકે.
તેનાથી આગળ પુજા કહે છે કે ફિલ્મોમાં એક માતાનું પાત્ર માત્ર બલિદાનના રૂપમાં બતાવવામાં આવવું જોઈએ નહીં. જે પોતાના પરિવાર માટે પોતાના સપના અનેક ઈચ્છાઓ દાવ પર લગાવે છે. મેં પણ બોમ્બે બેગમ્સ માં માતાનું પાત્ર કર્યું છે, પરંતુ પરિવારની સાથે મેં પોતાના સપનાને મહત્વ આપ્યુ છે. જણાવી દઈએ તો પુજાએ બોમ્બે બેગમ્સમાં રાની ઈરાની જે એક માતા છે, તેનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવી છે અને દર્શકોને ખૂબ જ પ્રેમ મળ્યો છે.