મોઢાના ચાંદા દૂર કરવા માટે રામબાણ અને ઘરેલુ ઉપચાર, એક જ દિવસમાં મળશે રાહત

મોઢામાં ચાંદા થવા પર કંઈપણ ખાવામાં ખૂબ જ તકલીફ પડે છે. અને ઘણીવાર તો એમાં ખૂબ જ દુખાવો પણ થાય છે. ચાંદા થવા પર તેને નજર અંદાજ ન કરવા. અને તેનો યોગ્ય ઇલાજ ઉપાય કરવો. જો સમય રહેતા મોઢા નાં ચાંદા નો ઈલાજ કરવામાં ન આવે તો તે વધી શકે છે ને મોઢામાં ખૂબ જ દુખાવો થઈ શકે છે. આજે અમે કેટલાક ઘરેલુ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને કરવાથી મોઢાના ચાંદા માં થોડાજ સમયમાં જ આરામ મળશે.
મોઢાના ચાંદા થવાના ઘણા કારણો છે. ઘણીવાર કબજીયાત હોવાને કારણે ચાંદા થાય છે. આ ઉપરાંત જે લોકો વધારે તળેલું અથવા મસાલાવાળું ભોજન કરે છે તેમને પણ આ સમસ્યા રહે છે. જે લોકો ઓછું પાણી પીવે છે. તેના શરીરમાં ગરમી બની રહી છે. જેના કારણે મોઢાની અંદર ચાંદા થાય છે. જો તમે ઇચ્છતા હો કે, તમને આ સમસ્યા ન થાય તો ઓછા મસાલાવાળા ભોજનનું સેવન કરવું. પાણી ખૂબ જ પીવું અને એવી વસ્તુઓનું સેવન કરવું કે જેનાથી કબજિયાતની સમસ્યા થાય નહીં.
આ ઉપાયો અજમાવવા
મોઢામાં ચાંદા થવા પર દવાનો પ્રયોગ કરવાની બદલે નીચે જણાવેલા ઉપાયો કરવાથી મોઢાનાં ચાંદા અને દુખાવામાં આરામ મળે છે. જે આ પ્રકારે છે.
લીલા ધાણા
મોઢાનાં ચાંદા માંથી છુટકારો મેળવવા માટે લીલા ધાણા ખૂબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ કરવાથી મોઢાના ચાંદા માં એકદમ જ રાહત મળેછે. ચાંદા થવા પર લીલા ધાણા ને પાણીમાં નાખીને તેને તેને ઉકાળીને જ્યારે પાણી ઠંડું થાય ત્યારે આ પાણીથી કોગળા કરવા અને થોડીવાર સુધી આ પાણીને મોઢામાં રાખવાથી ચાંદા માં આરામ મળે છે.
બરફ લગાવો
મોઢાના ચાંદા પર બરફ લગાવવામાં આવે તો તેમાં જલ્દીથી રાહત મળે છે. ઘણીવાર પેટની ગરમીને કારણે મોઢામાં ચાંદા થાય છે. એવામાં બરફ લગાવવા થી ફાયદો થાય છે આ ઉપાય માટે બરફનો ટુકડો લઈને ધીમે ધીમે ચાંદા પર બરફ ધસવો. આ ઉપાય કરવાથી મોઢાનાં ચાંદામાં રાહત પ્રાપ્ત થાય છે.
એલોવેરા જેલ
મોઢાનાં ચાંદા દૂર કરવા માં એલોવેરા મદદગાર સાબિત થાય છે. એલોવેરા ને વચ્ચેથી કાપી તેની અંદર ની જેલ નો ઉપયોગ કરવો પરંતુ યાદ રહે કે પીળી જેલનો ઉપયોગ કરવો નહીં. ફક્ત સફેદ જેલ નો જ ઉપયોગ કરવો. તેને રૂની મદદથી મોઢા પરનાં ચાંદા પર લગાવો. એલોવેરા જેલને મોઢા પરનાં ચાંદા પર લગાડવાથી તમને ઠંડક પ્રદાન થશે અને થોડા સમયમાં રાહત થશે.
લીલી ઈલાયચી
લીલી ઈલાયચી નાં દાણાને પીસીને પાવડર તૈયાર કરો. ત્યારબાદ તેમાં મધ ઉમેરીને આ મિશ્રણને મોઢાના ચાંદા પર લગાવવો. અને આ પ્રક્રિયા દિવસ માં ૩ વાર કરવી તેનાથી શરીરની ગરમી દૂર થાય છે અને ચાંદામાં રાહત મળે છે.
નારિયેળ પાણી
મોઢામાં ચાંદા થવા પર ઠંડી વસ્તુ નું સેવન વધારે કરવું જોઈએ બની શકે તો દિવસમાં બે વાર નારિયેળ પાણી પીવું નારિયેળ પાણી પીવાથી તમને ઠંડક થશે. અને મોઢાના ચાંદામાં રાહત થશે.
હળદરનો લેપ
મોઢામાં ચાંદા થવા પર હળદર લગાવવાથી તેમાં રાહત થાય છે. થોડી હળદર પાણી માં ઉકાળીને આ પાણીનાં કોગળા કરવાથી ફક્ત એક જ દિવસમાં મોઢા નાં ચાંદામાં રાહત થાય છે.