મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી અભિનેત્રી એશ્વર્યા રાય ઘરમાં રહે છે એક સામાન્ય વહુ ની જેમ, રોજ કરેછે આ કામ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય નાં લગ્નને ૧૪ વર્ષ થઇ ગયા છે. બંનેના લગ્ન વર્ષ ૨૦૦૭ માં ૨૦ એપ્રિલ નાં થયા હતા. ૧૪ વર્ષ પસાર થયા છતાં પણ તેમનો પ્રેમ જવાન છે. બંને ની બોલીવૂડ નાં સૌથી સુંદર કપલ માં ગણતરી કરવામાં આવે છે. બંને સાથે જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. બંને એકબીજાને પરફેક્ટલી કોમ્પ્લીમેન્ટ કરે છે.
અનેક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિષેક પોતાની પત્ની ની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. તેની સાથે જ અભિષેકે પુરા ગર્વ ની સાથે કહ્યું હતું કે, એશ્વર્યા તેમની “બેટર હાફ” નહીં પરંતુ તેમની “બેસ્ટ હાફ” છે. ત્યાં જ એશ્વર્યાએ પણ એક અવસર પર અભિષેક ની પ્રશંસા કરતાં નજરે આવી હતી. આ બંને કપલે પણ સામાન્ય માણસની જેમ પોતાના જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે.
બંને ને હંમેશા સાથે જોવા અને લગ્ન નાં આટલા વર્ષો પછી પણ મતભેદ ના થવાના કારણે આ બંને બોલિવૂડ નાં આ ઈડલ કપલમાં ગણવામાં આવે છે. એશ્વર્યા એ ભલે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હોય. અને બચ્ચન પરિવારની વહુ હોય પરંતુ ઘરમાં સામાન્ય વહુ ની જેમ જ રહે છે. તે પોતાના ઘરમાં પોતાની પુત્રી આરાધ્યા નું ધ્યાન રાખે છે. અને તેના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખે છે.
તેની સાથે જ એશ્વર્યા પોતાના હાથથી બનાવેલું ભોજન અભિષેકને આપે છે. એશ્વર્યા પોતાના હાથ થી બનાવેલા પરાઠા પણ પોતાના પતિને ખવડાવે છે. આ વાતનો ખુલાસો જાતે એશ્વર્યાએ કપિલ શર્મા શો કર્યો હતો. એશ્વર્યા રાય વર્ષ ૨૦૧૫ માં પોતાની ફિલ્મ “જજબા” ના પ્રમોશન દરમિયાન કપિલ શર્માના શો માં ઈરફાન ખાનની સાથે પહોંચી હતી. તે દરમિયાન કપિલે એવા સવાલ એશ્વર્યા ને કર્યા હતા કે, તેના જવાબ સાંભળી ત્યાં રહેલા દરેક લોકો હસવા લાગ્યા હતા.
આ સાથેજ એશ્વર્યા પોતાના હાજીર જવાબી ને લઈને પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેશનલ ચેટ શો હોસ્ટ ડેવિડ લેટરમેન ની પણ બોલતી બંધ કરી હતી. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી એશ્વર્યા રાય ને ડેવિડ લેટર મેંન ના શોમાં બોલાવવામાં આવી હતી. આ શો માં ડેવિડ લેટર મેન એ પોતાના સવાલો થી એશ્વર્યાની રોસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને એશ્વર્યા એ જોરદાર જવાબ આપ્યો હતો.
ડેવિડ એશ્વર્યાને પૂછ્યું હતું કે, શું ભારતમાં બાળકોને મોટા થયા પછી પણ તેમને પોતાના માતા-પિતાની સાથે રહેવું પડે છે. આ સવાલ થી એશ્વર્યા સમજી ગઈ હતી કે, તે ભારતના કલ્ચર ની મજાક બનાવી રહ્યો છે. તેવામાં ઐશ્વર્યાએ સમજી વિચારીને જવાબ આપતા કહ્યું હતું કે, હા ભારતમાં બાળકોને મોટા થયા પછી પોતાના માતા-પિતાની સાથે એક જ ઘરમાં રહેવું ખૂબ જ સાધારણ વાત છે. કારણકે અમને ડીનર પર પોતાના માતા પિતાથી મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર પડતી નથી.