મિસ ઈન્ડિયા નું કરિયર ત્રણેય ખાનનાં લીધે થઈ ગયું હતું બરબાદ, બી ગ્રેડ ફિલ્મોમાં પણ કર્યું કામ

૮૦ અને ૯૦ નાં દશક ની એવી ઘણી અભિનેત્રીઓ રહી છે. જેમણે પોતાના જમાનામાં પોતાની સુંદરતા અને અભિનયથી લાખો લોકોનાં દિલોમાં રાજ કર્યું છે. આ અભિનેત્રીઓમાં એક નામ સોનું વાલિયા આવે છે. સોનુ વાલિયા તે અભિનેત્રીઓ નાં લિસ્ટમાં આવે છે જેમણે ફિલ્મી પડદા ઉપર ધમાલ મચાવી હતી. પરંતુ અચાનક ગુમનામી ના અંધારામાં ખોવાઈ ગઈ.
૯૦ નાં દશકની ફેમસ અભિનેત્રી સોનુ વાલિયા નો જન્મ 19 ફેબ્રુઆરી ૧૯૬૪માં દિલ્હીનાં એક પંજાબી પરિવારમાં થયો હતો. સોનુ વાલિયા એ વર્ષ ૧૯૮૫ માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સોનુ વાલિયા એ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ “ખૂન ભરી માંગ” થી કરી હતી. તે સમયે સોનુ વાલિયા બોલ્ડ અભિનેત્રીઓ નાં લિસ્ટમાં આવતી હતી.
અભિનેત્રી સોનુ વાલિયા એ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મોડલિંગ માં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. આ તેમનો નિર્ણય ખૂબ જ સારો સાબિત થયો. તેમણે મોડેલિંગ નાં ક્ષેત્ર માં ખૂબ જ ઓછા સમયમાં સારી સફળતા પ્રાપ્ત કરી. જ્યારે તેમણે મોડેલિંગમાં સફળતા પ્રાપ્ત કરી. ત્યારબાદ મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લઇ પોતાનું નસીબ અજમાવવા પ્રયત્ન કર્યા ત્યારબાદ વર્ષ ૧૯૮૫ માં મિસ ઇન્ડિયા બની. તેમણે તેમનું સપનું પૂરું કર્યું.
જ્યારે તેમણે મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો. ત્યાર બાદ બોલિવૂડમાં જવા માટે તેમના રસ્તા ખુલી ગયા. તેમણે પોતાના ફિલ્મ કારકિર્દીની શરૂઆત ૧૯૮૮ માં આવેલી ફિલ્મ “ખૂન ભરી માંગ”; કરી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી નાં રૂપમાં રેખા જોવા મળી હતી. પરંતુ સોનુ વાલિયા ને આ ફિલ્મ થી સારી ઓળખાણ મળી નહીં. પરંતુ તેમને બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
જણાવી દઈએ તો વર્ષ ૧૯૮૮ માં આવેલી ફિલ્મ “આકર્ષણ” માં સોનુ વાલિયા ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. તે સમય દરમિયાન તે બોલ્ડ સીન પડદા ઉપર કરવા એટલા સરળ ન હતા. સોનુ વાલીયા એ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં ૩૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ ફિલ્મમાં તેમને કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થઈ નહિ. ત્યારબાદ તેમને બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું.
ત્યારબાદથી અચાનકથી ઈન્ડસ્ટ્રી થી દૂર થઈ ગઈ. વર્ષો પછી તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના અસફળ કારકિર્દીને લઈને ખુલાસો કર્યો હતો. તેમાં તેને આ બધું ૩ ખાન નાં લીધે થયું છે એમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ત્રણેય ખાન નાં કારણે કામ મળતું ન હતું. સોનુ ની હાઈટ ત્રણેય ખાન થી વધારે હતી. સોનુ નું કહેવું છે કે, તે જમાનામાં લાંબી છોકરી ને ફિલ્મ મળતી નહોતી.
તમને જણાવી દઈએ તો, સોનુ વાલિયા એ સ્વર્ગ જેસા ઘર,ખેલ, અપના દેશ પરાયે લોગ , તોફાન, અને તહલકા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે દર્શકો પર પોતાની છાપ મૂકવામાં અસફળ રહી. તેમણે છેલ્લી ફિલ્મ “જય માં શેરાવાલી” જે ૨૦૦૮ માં આવી હતી.
જણાવી દઈએ તો, તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સફળતા મળી ન હતી. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૦૦માં હોટેલિયર સૂર્યપ્રકાશ જોડે લગ્ન કરી ઘર વસાવી લીધું. સૂર્યપ્રકાશ નાં નિધન પછી તેમણે બીજા લગ્ન એન.આર.આઈ ફિલ્મ પ્રોડ્યુસર પ્રતાપસિંહ સાથે કર્યા. હાલમાં સોનુ યુ. એસ. માં રહે છે. અને તેમને એક પુત્રી પણ છે.