અમેરિકામાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવું પડશે, ટ્રમ્પ સરકારે કર્યા વીઝા રદ્દ જાણો વિગત

દુનિયાભરમાંથી ઘણા વિદ્યાર્થીઓનું અભ્યાસ માટે અમેરિકામાં જવાનું સપનું હોય છે અને અને દુનિયાભરમાંથી લાખો વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ અર્થે રોકાઈ પણ રહ્યા છે, પરંતુ હવે ટ્રમ્પ સરકારે આવા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે, જેમાં લાખો વિદ્યાર્થીઓના વિઝા રદ થઇ જશે.

મળતી માહિતી પ્રમાણે ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટે દ્વારા કહેવામાં આવ્યું છે કે: “વિદેશી વિદ્યાર્થી સ્ટૂડેન્ટ વિઝા લઇ અમેરિકા જઈ અભ્યાસ કરે છે, પરંતુ હવે એવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ મળે, જેમની સ્ટડી ઓનલાઇન મૉડલ પર આધારિત છે અથવા તો જેઓ ઓનલાઇન સ્ટડી કરે છે. અમેરિકી સરકારે કહ્યું કે અમેરિકામાં સ્ટૂડન્ટ વિઝા પર આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહિ.

હાલમાં અમેરિકામાં 11 લાખથી પણ વધારે વિદુષી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમની પાસે સ્ટુડન્ટ વિઝા છે. ઈસીઈના જણાવ્યા નૌસાર એફ-1 વિધ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયેલા છે જ્યારે એમ-1 વિદ્યાર્થીઓ “વોકેશનલ કોરસવર્ક” કરી રહ્યા છે. આવા લાખો વિદ્યાર્થીઓને ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની અસર પડી શકે છે.
