મહામારી નહીં, શું ચીન નું જૈવિક હથિયાર છે કોરોના ? ૨૦૧૫ થી ચાલી રહી હતી તૈયારી

કોરોના વાયરસ નાં કારણે સમગ્ર વિશ્વમાં જે વિનાશ થઈ રહ્યો છે. તે કોઈ દૈવી દુર્ઘટના નથી. હવે એ વાત નાં લેખીત પુરાવા છે કે, ચીન ૫ વર્ષ પહેલા થી જ આનુવાંશિક શસ્ત્રો તૈયાર કરી રહ્યું છે. આ શસ્ત્ર કોરોના વાયરસ હોઈ શકે છે.
બેઇજિંગ
કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને તેના કારણે વિશ્વમાં તબાહી કેવી રીતે સર્જાઈ. આ સવાલો થી દુનિયાભર નાં વૈજ્ઞાનિક પરેશાન છે. ચીનની લેબમાં કોરોના વાયરસ ને વિકસિત કરવામાં આવ્યો છે. તેના તમામ દાવા ઉપર યુનાઇટેડ નેશન્સની ટીમ પણ કોઈ રીઝલ્ટ આપી શકી નથી. આ દરમિયાન વિકેન્ડ ઓસ્ટ્રેલિયને પોતાના રિપોર્ટમાં સનસનાટી ભર્યા દાવા કરીને દુનિયાને હલાવી દીધી છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓ વચ્ચે કોરોના વાયરસ ને લઈને વર્ષ ૨૦૧૫ માં ચર્ચા થઈ ગઈ હતી. રિપોર્ટ માં દર્શાવ્યા પ્રમાણે આ વાત નું લેખિત પ્રમાણ પણ છે કે ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ને જૈવિક હથિયારનાં સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે વિચાર વિમર્શ કર્યો હતો. આ દસ્તાવેજ ત્યારનાં છે, જ્યારે વિશ્વમાં રોગચાળો ઉત્પન્ન પણ થયો ન હતો.
નવા યુગનું નવું આનુવાંશિક સસ્ત્ર
ચીન સેના નાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસ ને જૈવિક હથિયાર નાં સ્વરૂપમાં ઉપયોગ કરવાની વાત કરી રહ્યા હતા. તેમના કહેવા મુજબ આ એક યુગનું જૈવિક શસ્ત્ર હશે. તેને કૃત્રિમ રૂપે નવું રૂપ આપીને મનુષ્યમાં ઉદભવતા જીવલેણ વાયરસ માં પરિવર્તિત કરી શકાય છે. એટલે કે ચાઇના ૫ વર્ષ પહેલા જ જૈવિક શસ્ત્રો દ્વારા ત્રીજુ વિશ્વયુદ્ધ લડવાની તૈયારી કરી રહ્યું હતું. આ પછી કોવિડ રોગચાળો ડિસેમ્બર ૨૦૧૯ માં આવ્યો.
ચીન ત્રીજુ વિશ્વયુદ્ધ કોરોના દ્વારા લડવા માંગતું હતું.
ઓસ્ટ્રેલિયન વિકેન્ડ નાં આ રિપોર્ટ ને news.com.au પર પબ્લિશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજીક પોલીસી ઇન્સ્ટિટયૂટ નાં કાર્યકર નિદેશક પિટર જેનીગ્સ નાં કહેવા પ્રમાણે આ રિપોર્ટ એ દાવા ની બાબતમાં એક ખૂબ જ મોટી લિંક બની શકે છે. તેને લઈને ખૂબ જ લાંબા સમયથી આશંકા દર્શાવવામાં આવી રહી છે. આ રિપોર્ટ એ ચોક્કસપણે બતાવે છે કે, ચીની વૈજ્ઞાનિકો કોરોના વાયરસ ને અલગ અલગ ટ્રેન્ડ દ્વારા હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે વિચારી રહ્યા હતા. તેમનું કહેવું છે કે, કદાચ આ મિલેટ્રી વાયરસ ભૂલથી બહાર આવ્યું હોય. તેથી જ ચાઇના કોઈપણ પ્રકારની બાહ્ય તપાસને લઈને અસહમત છે.
ચીની દસ્તાવેજ પર કોણ કહેશે સત્ય
એક સંસ્થાનાં રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ જૈવિક હથિયારો દ્વારા લડવામાં આવશે. સાયબર સિક્યુરિટી એક્ષ્પર્ટ નાં કહેવા પ્રમાણે ચાઈનીઝ દસ્તાવેજ નકલી નથી. આવામાં સવાલ એ છે કે, ૫ વર્ષ પહેલા આ વાત કરવાવાળા અધિકારીઓ અને વૈજ્ઞાનિકો ની વાતો માં કેટલી ગંભીરતા હતી.