મેષ સંક્રાંતિ ૨૦૨૧ આ પાંચ રાશિઓ નાં ભાગ્યમાં થશે વૃદ્ધિ, માન સમ્માન માં વૃદ્ધિ થશે, સરકારી નોકરી નાં યોગ બની રહ્યા છે

મેષ સંક્રાંતિ ૨૦૨૧ આ પાંચ રાશિઓ નાં ભાગ્યમાં થશે વૃદ્ધિ, માન સમ્માન માં વૃદ્ધિ થશે, સરકારી નોકરી નાં યોગ બની રહ્યા છે

મેષ સંક્રાંતિ ૧૪ એપ્રિલનાં દિવસે ગ્રહો નાં રાજા સૂર્યદેવ મેષ રાશિમાં ગોચર કરશે. અને આ રાશિ માં ૧૪ મે ૨૦૨૧ સુધી રહેશે. ત્યારબાદ તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિ સૂર્યની ઉચ્ચ રાશિ છે. આ રાશિ પર ગોચર કરતી વખતે સૂર્ય વધારે બળવાન બનેછે. અને તેનું ફળ પણ વધારે પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ સૂર્ય નું મેષ રાશિમાં ગોચર થવાથી તેનો દરેક ૧૨ રાશિઓ પર કેવો પ્રભાવ જોવા મળશે.

મેષ રાશિ

આ સમયમાં તમારા માં ઉર્જા રહેશે. દરેક નિર્ણય સમજીને લેવા ફાયદાકારક રહે છે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેવું. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. નવા કાર્યને માટે અવસર અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

આ સમય દરમિયાન તમારે ભાગદોડ વધારે રહેશે. આર્થિક તંગીનો સામનો કરવો પડશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આ સમય દરમ્યાન સમાચાર મળી શકે છે. વાદ-વિવાદ થી દુર રહેવું. કોર્ટ કચેરી ની બાબતો નું નિવારણ કોર્ટની બહાર લાવવાના પ્રયત્નો કરવા.

મિથુન રાશિ

આ સમય દરમ્યાન તમારી મનોકામના પૂરી થશે. તમારા પરિવાર નાં લોકોમાં મતભેદ થવાની સંભાવના છે. સંતાન પ્રત્યે ની દરેક જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સારી સફળતા પ્રાપ્ત થશે. પ્રેમસંબંધની બાબત માં ઉદાસીનતા રહેશે. સરકારી કામકાજમાં સફળતા મળશે. તમારી યોજનાઓને અંગત રાખવી જ્યાં સુધી તે પૂર્ણ ન થાય.

કર્ક રાશિ

તમારા માન સમ્માન પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન નાં  યોગ બની રહ્યા છે. ઉપરી અધિકારીઓ પૂર્ણ સહયોગ મળી રહેશે. ચુંટણી સંબંધિત કોઈ પણ નિર્ણય લેવા ઈચ્છા હોવ તો સમય યોગ્ય રહેશે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. નવદંપતી ને સંતાન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. માતા-પિતા નાં સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા રહેશે.

સિંહ રાશિ

તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યનું સારું પરિણામ પ્રાપ્ત છે. તમારા સ્વભાવમાં ઉગ્રતા જોવા મળશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. ધર્મ અને અધ્યાત્મ પ્રવૃતિમાં વધારો થશે. વિદેશ મિત્રો અથવા સંબંધીઓ નો સહયોગ મળી શકશે. આ સમય દરમ્યાન તમારું ભાગ્ય પ્રબળ રહેશે.

કન્યા રાશિ

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અને વાદ-વિવાદથી બચવું. કોર્ટ-કચેરી સંબંધિત બાબત નો નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે. વિવાહ સંબંધિત વાતમાં થોડો વિલંબ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મતભેદ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે નહીં. તમને કોઈ પુરસ્કાર અને સન્માનની પ્રાપ્તિ થઇ શકશે.

તુલા રાશિ

દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પતિ-પત્ની માંથી કોઈ એક નું  સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. સસરા પક્ષ સાથેનાં સંબંધો બગડવા ન દેવા. સત્તાનો પૂર્ણ સહયોગ મળી શકશે. રોકાયેલા દરેક સરકારી કાર્ય પૂર્ણ થઈશકશે. તમારી ઉર્જા ને સાચી દિશામાં લગાવવી.

વૃશ્ચિક રાશિ

તમારા ગુપ્ત શત્રુઓને પરાજિત કરી શકશો. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે. કોઈને ઉધાર આપવાથી બચવું. ભાગદોડ રહી શકે છે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. આવક નાં સાધનોમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે.

ધન રાશિ

વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. રોમાન્સ ની બાબતમાં ઉદાસીનતા રહેશે. સંતાન સંબંધી ચિંતા અને સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પરિવાર નાં સદસ્ય ભાઈઓ સાથે મતભેદ થવાની સંભાવના છે. સરકારી વિભાગમાં તમારા દરેક કાર્ય સંપન્ન થઇ શકશે.

મકર રાશિ

આ સમય દરમિયાન તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે. સફળતા અને સંઘર્ષ બંને સાથે સાથે ચાલશે. ઘર-પરિવારમાં માનસિક અશાંતિ વધી શકે છે. વિદેશ થી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા પોતાના વ્યક્તિ તમને નીચે બતાવવાની કોશિશ કરશે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા રહેશે.

 કુંભ રાશિ

તમારા સાહસ અને પરાક્રમ માં વૃદ્ધિ થશે. તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. ધર્મ અને આધ્યાત્મિકતા માં વધારો થશે. સાથે દાન પુણ્ય કરી શકશો. નાના ભાઈઓ સાથે મતભેદ થવાની સંભાવના છે. વિદેશ સંબંધી બાબતોમાં સફળતા મળશે. તમારી યોજનાઓને અંગત રાખીને આગળ વધવું.

મીન રાશિ

 

પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે. તમારા સ્વભાવ અને વાણીમાં ઉગ્રતા ન આવવા દેવા. આ સમય દરમ્યાન આર્થિક હાનિ થવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. ઝઘડા અને વિવાદથી દૂર રહેવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *