મીરા રાજપુતને પુછવામાં આવ્યું કે તે શાહિદ કપુરની કઈ એક્સ-ગર્લફ્રેન્ડને પસંદ નથી કરતી, તો જાણો કોનું નામ કહ્યું

મીરા રાજપુતને પુછવામાં આવ્યું કે તે શાહિદ કપુરની કઈ એક્સ-ગર્લફ્રેન્ડને પસંદ નથી કરતી, તો જાણો કોનું નામ કહ્યું

હિન્દી સિનેમાના લોકપ્રિય અને પાવર કપલમાં અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી મીરા રાજપૂત નું નામ આવે છે શાહિદ કપૂર અને મીરા રાજપૂત ૬ વર્ષ થી સાથે છે. જણાવી દઈએ તો બોલિવૂડના જાણીતા અભિનેતા શાહિદ કપૂરે પોતાનાથી ૧૪ વર્ષ નાની મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા આજે બંને એક પુત્રી અને એક પુત્રનાં માતા-પિતા છે. લગ્નનાં સમયે શાહિદ કપૂર ની ઉંમર ૩૫ વર્ષની હતી અને મીરા રાજપૂત માત્ર ૨૧ વર્ષની હતી. બન્નેએ પોતાના સબંધને વચ્ચે ક્યારે ઉંમરને આવવા દીધી નથી. આટલું અંતર હોવા છતાં પણ તેમનો સંબંધ ખૂબ જ મજબૂત છે અને ચાહકોની વચ્ચે પણ તે જોડી હંમેશા ચર્ચામાં રહે છે.

જ્યારે પણ મીરાં રાજપૂત અને શાહિદ કપૂર એક સાથે લોકોની સામે આવે છે, ત્યારે ચાહકો તેમને એક સાથે જોઈને ખૂબ જ ખુશ થઇ જાય છે અને આ જોડી દરેક ચાહકોના દિલ જીતવામાં સફળ રહી છે. વળી જ્યારે બંને ઇન્ટરવ્યૂમાં હોય છે તો બંને પોતાના જવાબથી દરેકને આશ્ચર્યચક્તિ કરે છે. મીરા રાજપૂત પણ પોતાના પતિ શાહિદ કપૂરની જેમ જ સવાલોના જવાબ આપે છે અને પોતાના પતિને હંમેશા બચાવ પણ કરતી જોવા મળી છે.

એક વખત એક ઇન્ટરવ્યુમાં મીરા રાજપૂતની અમુક એવા પ્રશ્ન કરવામાં આવ્યા હતા, જેને સાંભળી શાહિદ કપૂર આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. પરંતુ મીરાના જવાબે શાહિદને ચોંકાવી દીધો હતો. એક વખત શાહિદ કપૂર અને મીરા કોઈ ઇન્ટરવ્યુનો ભાગ બન્યા હતા. મીરાને તે સમય દરમિયાન શાહિદ કપૂરની એક્સ ગર્લફ્રેન્ડને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

મીરાને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તે શાહિદ કપૂરની કઈ એક્સ ગર્લફ્રેન્ડને નાપસંદ કરે છે. મીરા એ તેનો જવાબ ફેરવીને આપ્યો હતો. મીરાએ કહ્યું હતું કે શાહિદ કપૂરની બંને એક્સ ગર્લફ્રેન્ડ આજે ખાસ અભિનેત્રી છે તેથી તે બંનેમાંથી કોઈને પણ ને ના પસંદ નથી કરતી. પત્નીનાં આ જવાબથી શાહિદ કપૂર ખુશ થઈ ગયા હતા અને સાથે તેમને આશ્ચર્ય પણ થયું હતું.

કરણ જોહરને પણ આપ્યો હતો જવાબ

તેવું એક વખત મેં રાજપુત પતિ શાહિદ કપૂરની સાથે બોલિવૂડના મશહૂર ફિલ્મ નિર્દેશક કરણ જોહરનાં ટોક શો કોફી વિથ કરણ માં પહોંચ્યા હતા. શોમાં કારણે મીરાને સવાલ કર્યો હતો કે ચીટીંગ, દખલઅંદાજી કરતા રહેતા સાસરીના સદસ્ય, બેડ સેકસ અને કંટાળા માંથી કોણ લગ્ન તોડવા માટે પૂરતું છે? મીરાએ કરણ જૌહરને અને કહ્યું હતું કે તેના સાસરીવાળા દખલઅંદાજી નથી કરતા, ન તો તે બંને કંટાળી થઇ ગયા છે અને ન તો તેમણે ક્યારેય બેડ સેક્સ કર્યું છે, એટલા માટે તેનો જવાબ ચીટીંગ છે.

મીરા રાજપૂતને લગ્ન પહેલા શાહિદ કપૂરના કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડા જેવી મોટી એક્ટ્રેસની સાથે અફેર હતું. પહેલા શાહિદ કપૂરનું નામ નામ કરીના સાથે જોડાયેલું હતું. એક સમય હતો, જ્યારે બંનેનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. પરંતુ ત્યારબાદ બંને અલગ થઈ ગયા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં કરીનાએ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા.

કરીના પછી શાહિદ કપૂરનું નામ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે જોડાયેલું હતું. કહેવામાં આવે છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ તે સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહીં અને ખૂબ જ જલ્દી બંને અલગ થઈ ગયાં. ત્યારબાદ શાહિદ કપૂરે વર્ષ ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા અને પ્રિયંકાએ વર્ષ ૨૦૧૮માં અમેરિકાનાં ગાયક નિક જોનાસ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *