મે મહિનામાં આ ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, આ ૪ રાશિના જાતકોની જિંદગીમાં થઈ શકે છે ઉથલપાથલ

મે મહિનામાં આ ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, આ ૪ રાશિના જાતકોની જિંદગીમાં થઈ શકે છે ઉથલપાથલ

સમય સમય પર ગ્રહ રાશિ પરિવર્તન કરતા રહે છે. અને આ રાશિ પરિવર્તનની અસર મનુષ્ય નાં જીવન પર પડે છે. આગલા મે મહિનામાં ઘણા ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે. અને ઘણી રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહ નું રાશિ પરિવર્તન મે મહિનામાં થવા જઈ રહ્યું છે. જેની અસર ઘણી ઘણી રાશિઓ પર જોવા મળશે. બુધ અને શુક્ર મે મહિનામાં બે વાર પોતાની રાશિ બદલશે જયારે સૂર્યદેવ એકવાર રાશિ પરિવર્તન કરશે.

બુધનું વૃષભ અને મિથુન રાશિમાં થશે ગોચર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ ૧ મે નાં મેષ રાશિ માંથી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં બુધ ૨૬ મે સુધી બિરાજમાન રહેશે. બુધ ગ્રહને બુદ્ધિ, વાણી વ્યાપાર નાં કારક ગણવામાં આવે છે. અને વૃષભ રાશિમાં બુધ ગ્રહ હોવાથી તેની અસર દરેક રાશિ પર જોવા મળશે. વૃષભ રાશિ માટે આ ગોચર અમુક બાબતો માં ઉતમ સાબિત થશે. જ્યારે અન્ય રાશિના લોકો પર તેનો મિશ્રિત પ્રભાવ જોવા મળશે. ૨૬ તારીખ નાં બુધદેવ એકવાર ફરી પોતાની રાશિ બદલશે અને વૃષભ રાશી માંથી પોતાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. આ રાશિમાં બુધ દેવ ૩ જૂન ૨૦૨૧ સુધી બિરાજમાન રહેશે. આ વચ્ચે ૩૦ મે ૨૦૨૧ નાં બુધ ગ્રહ મિથુન રાશિમાંથી મકર રાશિમાં વક્રી થશે. બુધ ગ્રહ નાં શુભ પ્રભાવ માટે લીલા રંગની વસ્તુઓનું દાન કરવું. અને બુધ ગ્રહ ની કથા વાંચવી. બુધવાર નાં દિવસે લીલા વ્રસ્ત્રો ધારણ કરવા. એવું કરવાથી બુધ ગ્રહના ગોચર નો કોઈ ખરાબ પ્રભાવ જીવનભર પડશે નહીં.

શુક્ર વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં ગોચર

શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન ૪ મે નાં થશે. શુક્ર ગ્રહ મેષ રાશિમાંથી નીકળી અને પોતાની સ્વરાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર દેવ ૨૯ મે સુધી રહેશે. શુક્ર ગ્રહ ને ભૌતિક સુખના કારક ગણવામાં આવે છે. આ ગોચર ની અસર વૃષભ રાશિના જાતકો પર સૌથી ઉત્તમ અને તેને જીવન સાથે જોડાયેલા તમામ સુખો પ્રાપ્ત થશે. ૨૯ મે બાદ શુક્ર વૃષભ રાશી માંથી મકર રાશીમાં પ્રવેશ કરશે. આ રાશિ માં ૨૨ જૂન સુધી રહેશે. મિથુન રાશિમાં શુક્ર હોવાથી દરેક રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે. કોઈને શુભ પ્રભાવ તો કોઈને અશુભ પ્રભાવ જોવા મળશે. શુક્ર દેવ વૈભવ, કળા,સૌંદર્ય અને કામુકતા કારક છે. શુક્ર ગ્રહને કારણે જીવનમાં કોઈ પરેશાની ન આવે તેના માટે શુક્રવાર નાં દિવસે શિવલિંગ ની પૂજા કરવી અને શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરવા.

સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર

૧૪ મે સુધી સૂર્યદેવ મેષ રાશિમાં રહેશે. અને ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જેની સાથે જ બુધ અને સૂર્ય ની  એક સાથે યુતિ થશે. આ રાશિમાં સૂર્ય દેવ ૧૫ જૂન ૨૦૨૧ સુધી રહેશે. સૂર્યદેવ આત્મા, માન-સન્માન વગેરે નાં કારક છે. વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર દાંપત્ય જીવનને પ્રભાવિત કરે છે. સૂર્ય નાં ખરાબ પ્રભાવથી બચવા માટે રવિવાર નાં દિવસે સૂર્ય દેવ ની કથા સાંભળવી અને સૂર્યદેવને અર્ધ્ય આપવું. આ ઉપાય કરવાથી જીવન પર સૂર્યદેવની નકારાત્મક અસર જોવા મળશે નહીં.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *