માથાનો ગમે તેવો દુખાવો હોય આ બે પ્રયોગો થી થશે રાહત

વૈજ્ઞાનિકોનો દાવો-દવા વગર પણ માઈગ્રેનની સારવાર થઈ શકે છે મેડિટેશનથી માઈગ્રેન ભગાડો.માઈગ્રેન ગ્લોબલી એક સામાન્ય બીમારીમાંથી એક છે. તે દુનિયામાં સૌથી વધારે થતો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. તેનાથી પીડિત વ્યક્તિને સતત માથાના દુખાવાની સમસ્યા રહે છે. આંકડા પ્રમાણે, તેનાથી પીડિત 20% લોકોને ઓપિઓઈડ નામની દવા અપાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દવા વગર પણ માઈગ્રેનની સારવાર થઈ શકે છે. JAMA (જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન)માં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, માઈન્ડફુલ મેડિટેશન અને યોગ કરી માઈગ્રેન ઓછું કરી શકાય છે.
માઈગ્રેન સંબંધિત કેટલીક વાતો
માઈગ્રેન રિસર્ચ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, 100 કરોડથી વધારે લોકો આ બીમારીથી પીડિત છે.
માઈગ્રેન સૌથી વધારે દુ:ખદાયક 18થી 44 વર્ષની ઉંમરમાં થાય છે.
90% દર્દીઓમાં આ બીમારી આનુવંશિક હોય છે.
આશરે 40 લાખ લોકોને દરરોજ માઈગ્રેનની ફરિયાદ રહે છે.
માઈગ્રેનના 85% દર્દી મહિલાઓ હોય છે.
50%થી વધારે દર્દીઓને પ્રથમ માઈગ્રેન અટેક 12 વર્ષની ઉંમર પહેલાં આવે છે.
રિસર્ચમાં ચોંકાવનારા પરિણામ
રિસર્ચમાં માઈગ્રેન પીડિતોને 2 ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા. પ્રથમ ગ્રુપના લોકોને સારવારમાં માઈન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવા માટે કહેવામાં આવ્યું. તેમાં હઠ યોગ, મેડિટેશન અને બ્રીધિંગ રિધમ સામેલ છે. આ સિવાય તેમને ઘરે પણ આ પ્રેક્ટિસ કરવા માટે કહેવામાં આવ્યું. બીજા ગ્રુપના લોકોને માત્ર માઈગ્રેનનું શિક્ષણ અપાયું. ક્લાસ દરમિયાન તેમના સવાલો પર ડિસ્કશન થયું.
8 અઠવાડિયાંમાં આ એક્સપેરિમેન્ટમાં એક વાત સામે આવી કે, માઈન્ડફુલનેસ બેઝ્ડ સારવાર માઈગ્રેન અટેક ઓછાં કરવામાં કારગર છે. સતત મેડિટેશન અને યોગ કરનારા લોકોમાં ન માત્ર માઈગ્રેન પરંતુ ડિપ્રેશન અને ચિંતા પણ ઓછી થઈ. બીજી બાજુ માત્ર શિક્ષણ મેળવનારા લોકોની સ્થિતિમાં વધારે સુધારો જોવા મળ્યો નહિ.
આ રીતે માઈન્ડફુલ મેડિટેશન કરો
દર્દીઓને દવા સાથે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા માટે સલાહ આપવામાં આવે છે. તમારી ડે ટુ ડે લાઈફમાં તમે આ ટિપ્સ ફોલો કરી ઘરે બેઠાં માઈગ્રેન ઓછું કરી શકો છો.
સૌ પ્રથમ પોતાની શારીરિક અને માનસિક સ્થિતિનો સ્વીકાર કરો.
કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર પીઠના બળે સૂઈ જાઓ. આંખો બંધ કરો અને પોતાના શ્વાસની ગતિ પર ધ્યાન લગાવો. માથાથી લઈને પગના નખ સુધી આખું શરીર સ્કેન કરો.
આરામદાયક પોઝિશનમાં બેસી આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો અને છોડો. આ બ્રીધિંગ એક્સર્સાઈઝ કરવાથી મન શાંત રહેશે.
દરરોજ તાજી હવા અને સારાં વાતાવરણમાં 30 મિનિટ વૉક કરો. વૉક કરતાં તમારા શ્વાસ પર ધ્યાન આપો.
દરરોજ 20થી 30 મિનિટ સ્ટ્રેચિંગ અને હઠ યોગ કરો.