માતા નાં ઓપરેશન બાદ રસ્તા વચ્ચે બેસીને ખૂબ જ રડ્યા હતા રાખી સાવંત

બોલિવુડની આઈટમ ગર્લ રાખી સાવંત અનેક સમસ્યાઓ પછી આજે ખુશ જોવા મળી રહી છે. અભિનેત્રીનું ખુશીનું કારણ છે. તેની માતાનું કેન્સર ટ્યૂમર નું ઓપરેશન સારી રીતે થઈ ગયું. તમને કદાચ ખબર હશે કે, છેલ્લા બે મહિનાથી તેની માતા કેન્સર સામે લડી રહી હતી. આજે રાખી ની માતા ની સર્જરી થઈ તેના માટે બોલિવૂડ નાં ભાઈજાન સલમાન ખાનને ધન્યવાદ કહ્યું છે. થોડા કલાકો પહેલા જ રાખી એ સોશિયલ મીડિયા પર રાખી વિડિયો મૂકી અને ધન્યવાદ કહ્યું છે.
તેમનો બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે મુંબઈ નાં રસ્તા પર મીડિયા સામે ખુબ જ રડી રહી છે. રાખી સાવંતે હોસ્પિટલમાંથી બહાર આવી ને મીડિયા વાળાઓને પોતાના માતા ના ઓપરેશન ની જાણકારી આપી. રાખી સાવંતે જમીન ઉપર બેસીને સલમાન ખાન અને સોહેલ ખાનને પ્રણામ કરતા તેમનો આભાર માન્યો છે. તે દરમિયાન રાખી સાવંતે કહ્યું કે, તેમની માતાને સલમાન ખાન અને સોહેલ ખાન એ બચાવ્યા છે. તે ભગવાન થી ઓછા નથી.
તેના પહેલા રાખીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કહી રહી હતી. આજે મારી માતા નું ઓપરેશન છે. અને ફાઈનલી કેન્સર નું ટ્યુમર નીકળી જશે. હું ઘણી ખુશ છું ત્યારબાદ રાખી સાવંતની માતા સલમાન ખાનને આભાર વ્યક્ત કરતાં કહે છે. અમે ખૂબ જ ચિંતામાં હતા કે હવે અમારી પાસે પૈસા નથી અમે શું કરીશું ત્યારે ભગવાને સલમાન ખાનને ફરિશ્તા બનાવી મોકલ્યા જે મારુ ઓપરેશન કરાવી રહ્યા છે. તેમનો પૂરો પરિવાર મારા માટે હાજર છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
જણાવી દઈએ કે, રાખી સાવંતની માતાને કેન્સર ની ખબર પડી ત્યારે તેની મદદ માટે સલમાન ખાન અને તેમના નાના ભાઇ સોહેલ ખાન આગળ આવ્યા. રાખીએ કહ્યું કે, તેની માતા નું ઓપરેશન કરી રહેલ ડોક્ટર સલમાન ખાનની ઓળખાણમાં છે. તમે જણાવી દઈએ સલમાન ખાન અને સોહેલ ખાન સિવાય કવિતા કૌશિક, વિન્દુ દરા સિંહ, કાશ્મીરા શાહ સંભાવના શેઠ જેવી અનેક સેલિબ્રિટીઓ એ રાખી સાવંત ને સપોર્ટ કર્યો છે.