માતા બન્યાના તુરંત બાદ જ આ ભૂલો કરવાના લીધે વધે છે વજન, અત્યારથી જ થઈ જાઓ સાવધાન

માતા બન્યાના તુરંત બાદ જ આ ભૂલો કરવાના લીધે વધે છે વજન, અત્યારથી જ થઈ જાઓ સાવધાન

ઘણીવાર તમે લોકોએ એ વાત ધ્યાન આપ્યું હશે કે જ્યારે પણ કોઈ યુવતી માં બને છે તો તે દરમિયાન તેમનું વજન નોંધપાત્ર રીતે વધે છે. વજનમાં નોંધપાત્ર રીતે વધારો થવાના કારણે યુવતીઓ પોતાના વજનને ઓછું કરવાની ઇચ્છા રાખતી હોય છે. વજનને ઘટાડવાના પ્રયાસમાં યુવતીઓ ખૂબ જ વધારે પરિશ્રમ પણ કરતી હોય છે. તેમ છતાં પણ તેમના વજનમાં કંઈ ખાસ ઘટાડો આવતો નથી.

જેના કારણે તે ખૂબ જ વધારે ચિંતિત રહેવા લાગે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે યુવતીઓ પ્રેગ્નન્સી દરમિયાન અમુક એવી ભૂલો કરે છે કે જેના કારણે તેમનું વજન ખૂબ જ વધી જાય છે. આજે અમને તમને આ પોસ્ટના માધ્યમથી યુવતીઓ દ્વારા કરવામાં આવતી એ ભૂલો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ યુવતીઓ દ્વારા કરવામાં આવતી એ ભૂલો વિશે.

ખોરાકમાં વધારો

ગર્ભાવસ્થામાં રહેવા દરમિયાન મહિલાઓના ખોરાકમાં નોંધપાત્ર રીતે વધારો થાય છે. ખોરાકની માત્રામાં વધારો થવા પાછળનું કારણ એ છે કે મહિલાએ તેમની સાથે સાથે તેમના બાળકના પોષણનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તમને જણાવી દઈએ કે મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય દિવસો કરતા ખુબજ વધારે માત્રામાં કેલરી લેતી હોય છે. જેના કારણે તેમનું વજન ખૂબ જ વધી જતું હોય છે.

વધારે ઊંઘ લેવી

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ સૌથી વધારે માત્રામાં પોષક આહાર લેતી હોય છે પરંતુ બીજી તરફ મહિલાઓ સામાન્ય દિવસો કરતા વધારે ઊંઘ પણ લેતી હોય છે અને શારીરિક ક્રિયાઓ પણ ઓછી કરતી હોય છે. જેના કારણે પણ તેમના વજનમાં ખૂબ જ વધારો થઈ જાય છે.

તણાવપૂર્ણ સ્થિતિ

ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ઘણા જ પ્રકારના બદલાવોમાંથી પસાર થતી હોય છે. ઘણા પ્રકારના બદલાવોમાંથી પસાર થઈને તેમને ઘણીવાર તણાવપૂર્ણ સ્થિતિમાંથી પણ પસાર થવું પડતું હોય છે. અત્યાર સુધીમાં કરવામાં આવેલા રિસર્ચમાં આ વાતને સાબિત કરવામાં આવી ચુકી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ તણાવમાં રહે છે તો તેવી સ્થિતિમાં તેમના વજનમાં ખૂબ જ વધારો થવાનું શરૂ થઇ જાય છે. આ પણ એક કારણ છે કે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ વધી જતું હોય છે.

હલનચલન બંધ

પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો તેમના થોડા દિવસો બાદ પણ મહિલાઓ ચાલવાનું બિલકુલ બંધ કરી દેતી હોય છે. જેના કારણે પણ તેમના શરીરમાં ચરબીની માત્રા વધવા લાગે છે અને તેમના વજનમાં ધીરે ધીરે વધારો થવાનું શરૂ થઈ જાય છે. તે સમય દરમિયાન એક સમય એવો પણ આવે છે કે જ્યારે મહિલાઓ પોતાના વજનના કારણે ચાલી શકવામાં પણ અસમર્થ થઈ જાય છે.

હાઇપોથાયરાઇડ

જાણકારોનું માનીએ તો હાઇપોથાયરાઇડના કારણે પણ ગર્ભવતી મહિલાઓમાં મોટાપા ની સમસ્યા થવા લાગે છે. તેની સાથે સાથે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને ઘણા પ્રકારની દવાઓનું સેવન કરવું પડતું હોય છે. દવાઓના સેવન કરવાના કારણે એ દવાઓની સીધી અસર મહિલાઓના શરીર ઉપર પડે છે. આ પણ એક કારણ એ હોય છે કે મહિલાઓનું વજન પ્રેગ્નન્સી પછી ખૂબ જ વધી જતું હોય છે અને બાદમાં તેના કારણે મહિલાઓને ખૂબ જ વધારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *