માસિક રાશિફળ ૧ જુન થી ૩૦ જુન : આ પ રાશિના જાતકો નાં જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર, થશે ખુશીઓનો આગમન, જાણો તમારી રાશિ વિશે

મેષ રાશિ
આ મહિનામાં તમે એક કુશળ અને સ્માર્ટ કાર્યકર્તા નાં રૂપમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. વરિષ્ઠ અધિકારી નાં સહયોગથી તમારા દરેક કાર્ય પૂર્ણ થશે. દરેક કાર્યોની આયોજન કરી શકશો. કાનૂની બાબત માં સફળતા પ્રાપ્ત થશે. જીવન ની દરેક મુશ્કેલીઓનો તમે સારી રીતે સામનો કરી શકશો. જીવનસાથીનો તમને પૂરો સહયોગ મળશે. પરિવાર નાં સભ્યો વચ્ચે પ્રેમ રહેશે. પ્રેમ જીવન માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. કેરિયરની બાબત ઓફીસ માં તમારા પર જવાબદારીઓ વધારે રહેશે. તમારા કામ થી ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. બહાર નાં ખાનપાન થી બચવું.
વૃષભ રાશિ
તમે સર્જનાત્મક વિચારો નો ભરપુર લાભ ઉઠાવી શકશો. આવક વધારવાના પ્રયત્નો સફળ રહેશે. કામકાજમાં તમારું મન લાગશે. ઓફિસમાં તમારી પ્રશંસા થશે. નોકરીમાં પરિવર્તન થવાની સંભાવના છે. વાણી પર કંટ્રોલ રાખવો. જૂના રોકાણથી લાભ પ્રાપ્ત થશે. શાસન સત્તા નાં ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. કોઇને ઉધાર આપેલું ધન પરત મળી શકશે. નવી પ્રોપર્ટી ખરીદવા નાં યોગ બની રહ્યા છે. પ્રેમ જીવન માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. તમે તમારા પ્રેમને તમે વ્યક્ત કરી શકશો. આ મહિને રોકાણ કરતી વખતે સાવધાન રહેવું. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને રોકાણ કરવું. મહિનાની શરૂઆતમાં સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે.
મિથુન રાશિ
તમારા સંબંધીઓ નો તમને પૂરો સહયોગ મળશે. સામાજિક કાર્યોમાં તમે આગળ પડતા રહેશો. કામ કાજ ની બાબતમાં તમારી આવડત થી ઘણા કામો તમે સરળતાથી પૂર્ણ કરી શકશો. રોકાયેલા અધૂરા કાર્ય ગતિ પકડશે. વૈવાહિક જીવન માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. વેપારની બાબતમાં આ મહિનો ખૂબ જ સારો રહેશે. જો તમારા પાર્ટનર પર તમને વિશ્વાસ નહીં હોય તો તે સંબંધ તૂટી શકે છે. વિદ્યાર્થીઓને તેની મહેનતનું ઉતમ ફળ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. ખાસ કરીને ડાયાબિટીસ નાં રોગીઓએ સંભાળીને રહેવું.
કર્ક રાશિ
તમારા સારા કાર્ય થી પ્રભાવિત થઈ ઓફિસમાં તમારા દુશ્મન પણ દોસ્ત બની જશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે તેથી તમે દરેક કામ સારી રીતે પૂર્ણ કરી શકશો. વેપાર માં કેટલાક પરિવર્તન કરવાથી લાભ પ્રાપ્ત થશે. તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો. તમારૂ મનોબળ કોઈ જરૂરી કામ માં તમને સફળતા અપાવશે. જો તમે રિલેશનશિપમાં છો તો તમારો સંબંધ સારો રહેશે. તમારા બંને વચ્ચે મધુરતા જળવાઈ રહેશે. નોકરીની શોધ કરી રહેલા લોકોને સારી નોકરીની ઑફર મળી શકે છે. વિદેશ સાથે જોડાયેલ કામથી લાભ થશે. કર્ક રાશિવાળા લોકો નું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પરેશાની રહેશે નહીં.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકો માટે આ મહિનો થોડો કમજોર રહેશે. તમારી ચિંતામાં વધારો થશે. તમારા ખર્ચમાં પણ વધારો થશે. ખાસ આયોજન કરી રાખવું જેનાથી તમારી આવકમાં વધારો થશે. માતા પિતા નાં સહયોગથી વેપારમાં વૃદ્ધિ થશે. વેપારીઓ માટે આ મહિનો સારો રહેશે. તમારી મહેનતનું તમને સારું પરિણામ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પ્રેમ સબંધ માં લડાઈ-ઝઘડા થવાની સંભાવના છે. તેથી સાવધાન રહેવું. વેપારમાં વ્યસ્ત રહેશો. નોકરીયાત લોકોને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. જૂની કોઈ બીમારી થી છુટકારો મળશે.
કન્યા રાશિ
આ મહિના માં તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને અપેક્ષા કરતા વધારે લાભ પ્રાપ્ત થશે. કામકાજની બાબતમાં કોઈ સાથે વિવાદ થઇ શકે છે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે નહીં. પરિવાર નાં સભ્યોમાં દૂરી આવી શકે છે. તમારા ભવિષ્યને લઈને યોજના બનાવવામાં સફળ રહેશો. કામકાજની બાબતમાં ઉતાર-ચડાવ જોવા મળશે. આ મહિનો તમારા પ્રેમ સંબંધ માટે ખૂબ જ ખાસ રહેશે. તમારા સંબંધમાં પ્રેમ અને રોમાન્સ બની રહેશે. આ મહિનો કેરિયરમાં આગળ વધવા માટે નવા માર્ગો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે. તેથી સાવધાન રહેવું. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે.
તુલા રાશિ
આ મહિને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પરંતુ પૈસા પાણીની જેમ ખર્ચ થવાના કારણે તમારી યોજનાઓમાં રુકાવટ આવી શકે છે. વિરોધી થી સાવધાન રહેવું. કામકાજની બાબતમાં તમારી મહેનત કરવાની પદ્ધતિ લોકોને પસંદ આવશે અને તમારી પ્રશંસા થશે. તમે તમારી રચનાત્મક પ્રતિભા નો સારી રીતે ઉપયોગ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. પ્રેમ જીવન જીવન પસાર કરી રહેલ લોકોના પાર્ટનર તેનાથી દૂર દુર રહેતા હોય તો, ગભરાવાની કોઈ જરૂર નથી બની શકે તે થોડી સ્પેસ ઈચ્છે છે. નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે. આ મહિના નાં શરૂઆતના દિવસોમાં આંખ સંબંધી સમસ્યા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
કાર્યસ્થળ પર રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. સહકર્મચારીઓ નો તમને સહયોગ પ્રાપ્ત થશે નહીં. ધીરજથી કામ લેવું. મહિના નાં અંતમાં કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. જેનાથી તમારા પરિવારમાં ખુશીનો વાતાવરણ છવાઈ જશે. આ મહિને તમે પોતાને આત્મવિશ્વાસથી ભરેલા મહેસૂસ કરશો. તમારા પર વિશ્વાસ રાખવો પ્રગતિ જરૂર થશે. પ્રેમ જીવન પસાર કરી રહેલ લોકોએ પાર્ટનર સાથે વિવાદ કરવાથી બચવું. તમારા પાર્ટનરની ભાવનાઓને સમજવાના પ્રયત્નો કરવા અને તેમને સમય આપવો. કાર્યસ્થળ પર પ્રમોશન થવાની સંભાવના છે. આ મહિના નાં પહેલા સપ્તાહમાં સ્વાસ્થ્ય થોડું કમજોર થઈ શકે છે.
ધન રાશિ
વેપારમાં ફાયદો થશે. વાણીમાં મધુરતા રહેશે. અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. પરંતુ તમારી સાથે કામ કરનાર લોકો તમારા વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે. તેથી સાવધાન રહેવું. બની શકે છે કે, તમારા કારણે ઓફિસમાં કોઈ મોટું નુકસાન થઈ જાય. માટે સમજી-વિચારીને દરેક કાર્ય કરવું. અફવાઓથી દૂર રહેવું. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો નો સંબંધ ઈગો ના કારણે બગડી શકે છે. તમારી આવકમાં વધારો થશે. આર્ટ સંબંધી કામમાં સફળતા પ્રાપ્ત થશે. માનસિક તણાવ રહેશે. છાતીમાં દુખાવો થઇ શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ સમય નો સદુપયોગ કરવો. મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા થી પૂર્ણ કરવા. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. દરેક લોકો એકબીજાને પ્રેમ આપશે. કામકાજની બાબતમાં તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈપણ જગ્યાએ પૈસા નું રોકણ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. કારણ કે તમારા નાણા ફસાઇ જવાની સંભાવના છે. પ્રેમ સંબંધ માં પાર્ટનર સાથે બોર્ડિંગ સારૂ રહેશે. વિદ્યાર્થીઓને તેની મહેનતનું ઉચિત પરિણામ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય માં થોડી પરેશાની આવી શકે છે તેથી નિયમિત વ્યાયામ ને તમારી દિનચર્યામાં સામેલ કરો.
કુંભ રાશિ
તમારું રોકાયેલું ધન પરત મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આજીવિકાની સમસ્યા નું સમાધાન થશે. ઉત્સાહ પૂર્વક કાર્ય કરવાથી લાભ પ્રાપ્ત થશે. બીજાની ભાવનાઓની કદર કરવી. કામકાજમાં તમને કેટલીક પરેશાનીઓ મહેસુસ થશે. વિરોધીઓં ને પરાજીત કરી શકશો. આગળ વધવા માટે તમે નિરંતર પ્રયત્ન કરતા રહેશો. જરૂરતથી વધારે પૈસા ખર્ચ કરવાથી બચવું. પરિવારમાં શાંતિ બની રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલ લોકો એકબીજાને સારી રીતે સમજી શકશે. વેપારમાં કોઈ મોટો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે બીમારીથી છુટકારો મળશે.
મીન રાશિ
મીન રાશિવાળા લોકોએ કાર્યસ્થળ પર ધીરજથી કામ લેવું. કાર્યક્ષેત્ર માં તમારો પ્રભાવ બની રહેશે. ભાગ્યનો તમને પૂરો સહયોગ મળશે. પરંતુ પરિવાર નાં દબાણમાં આવીને કેટલાક નિર્ણયોમાં પરિવર્તન કરવું પડી શકે છે. માન સન્માનમાં વધારો થશે. બિઝનેસ કરી રહેલ લોકોને તેના પાર્ટનરનો સહયોગ મળી રહેશે. ભાગીદારી નાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. કામકાજ માં સકારાત્મક દૃષ્ટિકોણ રાખવો. તમારા જીવન સાથી તમારી સાથે સમય પસાર કરવા અને તમારી પાસેથી કોઈ ગિફ્ટ ની અપેક્ષા રાખી શકે છે. તમારી આવકમાં વધારો થશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. સ્વાસ્થ્યને લઈને પરેશાની થઇ શકે છે.