“મારા કુતરાને પણ તમારી ઓફર મંજુર નથી”, જ્યારે આ એક્ટરની વાત સંભાળીને રામાનંદ સાગર દંગ રહી ગયા હતા

હિન્દી સિનેમામાં એક થી એક અભિનેતાઓ રહી ચૂક્યા છે જેમણે માત્ર તેમના અભિનયથી જ નહીં પરંતુ પોતાના અંદાજથી લોકોનું દિલ જીત્યું છે. આવા જ એક સુપરસ્ટાર હતા રાજકુમાર. જેવું નામ તેવો જ અંદાજ. તે ખરેખર રાજકુમારની જેમ જ જીવન જીવતા હતા. નવાબી શૈલી થી વાત કરવી તેમના લોહીમાં હતુ. રાજકુમારે અનેક હિટ ફિલ્મોની સાથે એવા ડાયલોગ આપ્યા છે, જે લોકોનાં મોઢા ઉપર આજે પણ સાંભળવા મળે છે. “જાની હમ તુમ્હે મારેંગે જરૂર મારેંગે, લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી, ઓર વક્ત હમારા હોગા” જેવા ઘણા હિટ ડાયલોગ આપતા રાજકુમાર પોતાના જીવનમાં શાન થી જીવતા માણસ હતા. તેમને જાણી તમને એ વાતનો અંદાજો લાગી જશે કે રાજકુમાર કેવા મિજાજનાં માણસ હતા, તો ચાલો જણાવીએ તમને એક મજેદાર કિસ્સો.
તે દિવસની વાત છે, જ્યારે રાજકુમારની કેટલીક ફિલ્મો ટિકિટ વિન્ડોમાં સરેરાશ ધંધો કરી શકતી હતી. પરંતુ તેમના મિજાજ માં કોઈ ફેરફાર થયો ન હતો. એક દિવસ તેમના મિત્ર અને દિગ્દર્શક રામાનંદ સાગર તેમના ઘરે મળવા માટે આવ્યા. રામાનંદ સાગરે અભિનેતાને એક ફિલ્મ નો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના માટે તેમણે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. તેના પછી આવેલી રાજકુમારની ઘણી ફિલ્મો જેમ કે ઇન્સાનિયત કે દેવતા અને પોલીસ ઔર મુજરિમ પણ ખાસ કમાલ કરી શકી નહીં.
રામાનંદ સાગર અને રાજકુમાર વચ્ચે સારી મિત્રતા હતી અને અભિનેતા રામાનંદ ની જિંદગી અને પેગામ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. રાજકુમાર પોતાના ઘરમાં રામાનંદ સાગરની આગતા સ્વાગતા કરી. ત્યારબાદ રામાનંદ સાગરને રાજકુમારે તેમની ફિલ્મ આંખે માં લીડ રોલ સાઈન કરવાની વાત કહી.
સાગરે રાજકુમાર ને કહ્યું કે મારી ઈચ્છા છે કે તું મારી ફિલ્મ આંખે માં લીડ રોલ કર અને હું તેના માટે તને ૧૦ લાખ રૂપિયા આપીશ. આ બધું રામાનંદ સાગર ઘરેથી વિચારીને આવ્યા હતા. આ બંને તે સમયે રાજકુમારના તૈયાર કરેલા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા અને અભિનેતા તે સમયે સિગરેટ પી રહ્યા હતા. આ સાંભળી રાજકુમાર થોડીક મિનિટ માટે શાંત રહ્યા અને કંઇક વિચારવા લાગ્યા. નિર્દેશક પણ શાંત હતા કે રાજકુમાર તેમના મિત્ર છે અને તે તેમને ના નહીં કરે, પરંતુ થોડીક મિનિટ પછી શાંત રહ્યા પછી રાજકુમારે ડ્રોઈંગરૂમ ની પાસે ફરતા પોતાના કૂતરાને અવાજ લગાવી અને તે કૂતરો તેમના પગ ની પાસે આવી બેસી ગયો.
તેમણે એજ અંદાજમાં સિગાર પીતા-પીતા કુતરાને કહ્યું કે “જાની, તુમ્હેં કયા લગતા હૈ કે હમે સાગર સાહેબ કા ઓફર સ્વિકાર કરના ચાહિયે યા નહીં?” કૂતરો થોડાક સમય માટે તેમને જોતું રહ્યું અને ત્યારબાદ ગરદન હલાવીને ભોકવા લાગ્યો. સાગર બધું જોઈ રહ્યા હતા કે રાજકુમાર આ શું કરી રહ્યા છે. કુતરાનાં ભસવાના અવાજ પછી સાગરજી જોઈને રાજકુમારે કહ્યું કે, “જુઓ સાગરજી, મારા કૂતરા ને પણ તમારી ઓફર મંજૂર નથી. તેવામાં હાં કહેવાનો કોઈ સવાલ જ નથી થતો.”
આ સાંભળી સાગરને ખૂબ જ અપમાન સહન કરવું પડ્યું. પરંતુ તે કરતાં પણ શું? રાજકુમાર હંમેશા પોતાના સ્વભાવને લઈને પૂરી ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા હતા. તે કંઈ પણ કહ્યા વગર પાછા આવતા રહ્યા અને ત્યારબાદ તેમણે પહેલું કામ કર્યું કે ધર્મેન્દ્ર ને ફિલ્મ માટે સાઈન કર્યો અને ફિલ્મનું શૂટિંગ ચાલુ કર્યું.
ફિલ્મ “આંખે” રીલિઝ થઈ અને તે સુપરહિટ સાબિત રહી. આ ફિલ્મ પછી ધર્મેન્દ્ર સુપર સ્ટારની શ્રેણીમાં આવી ગયા. સાગરે એક હિટ ફિલ્મ આપીને રાજકુમારના અપમાનનો બદલો લીધો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રાજકુમાર ને પોતાના એ દિવસના વર્તનમાં કોઈ પણ અફસોસ નહતો. રાજકુમાર કોઈપણ વાતને દિલમાં રાખતા ન હતા. તે જે કંઈ પણ હોય સીધું બોલી વાત પૂરી કરી દેતા હતા.