મંત્ર જાપ ની માળામાં શા માટે હોય છે ૧૦૮ મણકા, તેની પાછળ જોડાયેલ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

શાસ્ત્રોમાં અગણિત મંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ મંત્રોને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે અને તેમનો જાપ કરવાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે. શાસ્ત્રોમાં મંત્રોના જાપ સાથે જોડાયેલા નિયમોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ નિયમો અનુસાર મંત્રનો જાપ કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ થાય છે.
મંત્રોનો જાપ સામાન્ય રીતે માળા થી કરવામાં આવે છે. મંત્રોનો જાપ કરવા માટે ઘણા પ્રકારની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. બધી માળામાં ૧૦૮ મણકા તથા દાણા હોય છે. હકીકતમાં શાસ્ત્રોમાં ૧૦૮ સંખ્યાનું ખૂબ જ મહત્ત્વ છે અને એ જ કારણ છે કે માળામાં ૧૦૮ દાણા હોય છે અને મોટાભાગના મંત્રનો જાપ ૧૦૮ વખત કરવામાં આવે છે.
શાસ્ત્રો સિવાય વૈજ્ઞાનિક માં પણ ૧૦૮ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માળાના ૧૦૮ મણકાનો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે. શાસ્ત્રો અનુસાર ૨૪ કલાકમાં ૧૨ કલાક મનુષ્ય પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે અને બાકીની ૧૨ કલાકમાં વ્યક્તિએ ભગવાનનું નામ લેવું જોઈએ. ૧૨ કલાકમાં વ્યક્તિ લગભગ ૧૦૮૦૦ વખત શ્વાસ લે છે, પરંતુ એક દિવસમાં ૧૦૮૦૦ વખત મંત્રનો જાપ કરી શકાતો નથી. એટલા માટે આ સંખ્યાની પાછળ થી ૦૦ હટાવીને જાપની સંખ્યા ૧૦૮ રાખવામાં આવી છે. એક દિવસમાં દરેક મનુષ્યએ ૧૦૮ વખત ભગવાનનું નામ લેવું જોઈએ. આ તર્કને કારણે જ માળા માં મણકાની સંખ્યા ૧૦૮ રાખવામાં આવી છે.
વૈજ્ઞાનિક મહત્વ
વિજ્ઞાનમાં પણ ૧૦૮ ની સંખ્યા ખૂબ જ મહત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકો અનુસાર એક વર્ષમાં સૂર્ય ૨૧૬૦૦૦ કળાઓ બદલે છે. ૬ મહિના ઉતરાયણ રહે છે અને ૬ મહિના દક્ષિણાયન રહે છે. આ રીતે ૬ મહિનામાં સૂર્યની કળાઓ ૧૦૮૦૦૦ વખત બદલે છે. આ સંખ્યાનાં અંતમાં ત્રણ શૂન્યને હટાવી દેવામાં આવે તો ૧૦૮ ની સંખ્યા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ૧૦૮ મણકાઓને સૂર્યની કળાઓના પ્રતીક પણ માનવામાં આવે છે.
મંત્રોનો જાપ કરવા માટે ઘણા પ્રકારની માળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મંત્રનો જાપ કરવા માટે તુલસી, રુદ્રાક્ષ અને સ્ફટિક જેવી માળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ માળા ઉપર કયા ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ તેની જાણકારી આ પ્રકારે છે.
- કમળ ગટ્ટાની માળાને માતા લક્ષ્મીની ઉપાસના દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે અને આ માળા પર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે.
- વૈજયંતી માળા વૈજયંતીનાં બીજ માંથી બનેલી હોય છે. આ માળા પર સૂર્યદેવ અને શનિના મંત્રનો જાપ કરવામાં આવે છે.
- તુલસીની માળા પર વિષ્ણુજી, શ્રીરામ અને કૃષ્ણ ભગવાન સાથે સંબંધિત મંત્રનો જાપ કરવામાં આવે છે.
- ચંદનની માળા પર માં દુર્ગાનાં મંત્રોનો જાપ કરવામાં આવે છે.
- રુદ્રાક્ષની માળા પર શિવ ભગવાનનાં મંત્રોનો જાપ કરવાનો નિયમ છે.
- હળદરની માળા પર પીતાંબર દેવી માં બગલામુખી, ભગવાન શ્રીગણેશ અને બૃહસ્પતિ દેવનાં બધા મંત્રોનો જાપ કરી શકો છો.
મંત્રોનો જાપ કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન
- મંત્રનો જાપ હંમેશા શુદ્ધ થઈને કરવો. મંત્રનો જાપ કરતા સમયે તમારા હાથ અને પગ એકદમ ચોખ્ખા હોવા જોઈએ.
- કોઈ પણ મંત્રનો જાપ કરતા સમયે પોતાની સામે એક દીવો જરૂરથી પ્રગટાવો.
- મંત્રનો જાપ કરી લીધા બાદ માળાને મંદિરમાં રાખી દો. ક્યારે પણ મંત્રનો જાપ કરવા વાળી માળાને ગંદી જગ્યા પર રાખવી નહીં.
- સમય સમય પર માળાને સાફ કરતા રહો.
- જે માળાના મણકા ખરાબ તથા તૂટેલા હોય તેનો પ્રયોગ મંત્ર જાપ માટે ન કરો.
- ખંડિત માળાને પીપળાના વૃક્ષની નીચે રાખી દો અથવા પાણીમાં પ્રવાહિત કરી દો.