મંગળ નું મિથુન રાશિમાં ગોચર, આ રાશિના જાતકો ની લોકોની વધશે પરેશાની, રહેવું સાવધાન

મંગળ નું મિથુન રાશિમાં ગોચર, આ રાશિના જાતકો ની લોકોની વધશે પરેશાની, રહેવું સાવધાન

મંગળ દેવ ૧૪ એપ્રિલ નાં પોતાના શત્રુ બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ રાશિમાં તે ૨ જુન સુધી રહેશે. ત્યારબાદ તે પોતાની નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરશે. મંગળ નાં રાશિ પરિવર્તન ની પૃથ્વી અને પ્રાણીઓ પર સીધી અસર પડશે. મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે. તેથી આ રાશિમાં મંગળ નું ગોચર થવાથી પ્રાકૃતિક આપત્તિ તોફાન, વંટોળ જેવી ઘટનાઓ થઈ શકે છે. ચાલો જાણીએ દરેક રાશિ પર મંગળનો મિથુનમાં ગોચર નો પ્રભાવ

મેષ રાશિ

તમારા સાહસ અને પરાક્રમ માં વૃદ્ધિ થશે. પરિવાર નાં વડીલ સભ્યો અને ભાઈઓ સાથે મતભેદ થઈ શકે છે. તમારા ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું. તો તમે સફળતા પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. કોઈ ને ધન ઉધાર આપવાથી બચવું.

વૃષભ રાશિ

વિદેશી મિત્રો અથવા સંબંધિ થી લાભનાં યોગ બની રહ્યા છે. ઉધાર આપેલ ધન પરત મળી શકશે. જમીન-મકાનની બાબતમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનું સમાધાન થઈ શકશે. માનસિક તણાવ રહેશે. કાર્ય સ્થળ પર વિવાદ અને ઝઘડાથી બચવું. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.

મિથુન રાશિ

તમારા સ્વભાવમાં ચીડચીડા પણું રહેશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ બગાડવા ના દેવા. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું, યાત્રા સાવધાનીપૂર્વક કરવી. જમીન-મકાનની બાબત માં ચાલી રહેલ પરેશાની દૂર થશે. સરકારી કાર્ય પૂર્ણ થઇ શકશે.

કર્ક રાશિ

આ સમય દરમ્યાન તમારા ખર્ચમાં વધારો થશે. ભાગદોડ અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વિદેશ મિત્રો અથવા તો સંબંધીઓ તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદેશ સંબંધી બાબતમાં સફળતા મળશે. ઝઘડો કે અન્ય પ્રકારના વિવાદથી બચવું.

સિંહ રાશિ

આવક નાં સાધનોમાં વધારો થશે. કોઇને ઉધાર આપેલું ધન પરત મળી શકશે. શત્રુઓને પરાજિત કરી શકશો. કોર્ટ-કચેરીની બાબતમાં જીત પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. નવ દંપતિને સંતાન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

નોકરીમાં પ્રમોશન અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરીનું સ્થાન પરિવર્તન નાં યોગ બની રહ્યા છે. લાંબા ટાઇમ થી રોકાયેલા સરકારી કામકાજો પૂર્ણ થઈ શકશે. કોઈ નવું ટેન્ડર ભરવા માટે સમય અનુકૂળ રહેશે. વિદેશ સંબંધી બાબતથી સફળતા પ્રાપ્ત થશે.

તુલા રાશિ

તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે. ધર્મ અને આધ્યાત્મિક રૂચિ માં વધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. તમારા સાહસ અને આવડતથી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ નો સરળતાથી સામનો કરી શકશો.

વૃશ્ચિક રાશિ

આ સમય દરમિયાન તમને નાની-નાની વાતને લઈને ક્રોધ આવી શકે છે. આત્મવિશ્વાસમાં કમી જોવા મળશે. વેપારમાં મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં વિલંબ ન કરવો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. કોર્ટ કચેરીની બાબત માં અદાલતની બહાર નિવારણ લાવવાના પ્રયત્ન કરવા. તમારી ઉર્જાશક્તિનો સદુપયોગ સારા કાર્યોમાં કરવો. જમીન મકાન સાથે જોડાયેલ બાબત નું નિવારણ થઈ શકશે.

ધન રાશિ

વ્યાપાર ની દ્રષ્ટિએ સમય સારો રહેશે. દાંપત્યજીવન માં કડવાહટ આવી શકે છે. લગ્ન સંબંધી બાબતમાં થોડો વિલંબ થઈ શકે છે. આ સમય દરમ્યાન ભાગીદારી માં વેપાર કરવા થી બચવું. સરકારી કામકાજ પૂર્ણ થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

મકર રાશિ

આ સમયમાં આર્થિક નુકસાન થઈ શકે છે. તમે કર્જ માં પણ ફસાઈ શકો છો. આર્થિક લેવડ દેવાની બાબતમાં વધારે સાવધાની રાખવી. કોઇને ધન ઉધાર આપવાથી બચવું. આ સમય દરમ્યાન સારા સમાચાર મળી શકશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. અને વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

કુંભ રાશિ

વિદ્યાર્થીઓને આ સમય દરમ્યાન સારી સફળતા મળશે. વેપારમાં પ્રગતિ અને આવક નાં સાધનોમાં વધારો થશે. પ્રેમ સંબંધોની બાબતમાં ઉદાસીનતા રહેશે. સંતાન ની દરેક જવાબદારી પૂર્ણ કરી શકશો. નવ દંપતિને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી થઈ શકે છે.

મીન રાશિ

પરિવાર માં મતભેદ અને માનસિક તાણવ નો સામનો કરવો પડી શકે છે. મિત્રો અને સંબંધીઓ તરફથી કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. માતા-પિતા નાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જમીન મકાન અથવા વાહન ખરીદવા નાં યોગ બની રહ્યા છે. શાસન સતા નો પૂર્ણ સહયોગ મળશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *