મળી ગયા નવા અંજલી ભાભી, હવે આ સુંદર અભિનેત્રી બનશે તારક મહેતાની પત્નિ

મળી ગયા નવા અંજલી ભાભી, હવે આ સુંદર અભિનેત્રી બનશે તારક મહેતાની પત્નિ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સબ ટીવી પર આવનાર એક કોમેડી શો છે. પાછલા ઘણા વર્ષોથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. ટીઆરપી ના લિસ્ટમાં પણ આ શો હંમેશા ટોપ ટેનમાં સામેલ હોય છે. આ સીરિયલ એ કોમેડીના ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. આ સીરિયલનું દરેક પાત્ર પોતાનામાં એક અનોખું છે અને આ બધા જ દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

તેવામાં હાલમાં જ એક ખરાબ સમાચાર આવ્યા હતા કે આ સીરિયલમાં અંજલી મહેતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતા એ આ સિરિયલને છોડવાનું પોતે મન બનાવી લીધું છે. જણાવી દઈએ કે તારક મહેતામાં નેહા તારકની પત્નિ અંજલી મહેતાનુ પાત્ર ભજવે છે. ઘણા દિવસોથી નેહા આ સીરિયલને છોડવાને લઈને ચર્ચામાં બનેલ હતી. પરંતુ જ્યારે આ વાત કન્ફર્મ થઇ ગઇ તો તેમના ફેન્સ નિરાશ થઈ ગયા છે.

વીતેલા દિવસોમાં એક વેબસાઈટ આ ખબરની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સિરિયલમાં ઘણા વર્ષોથી અંજલી મહેતાનુ પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મેહતા આ સીરિયલને છોડવાની છે. હવે નેહા આ સીરીયલનો ભાગ નહી રહે. નેહાએ પોતાના આ નિર્ણય વિશે સીરીયલના મેકર્સને પણ જાણકારી આપી દીધી હતી. જોકે મેકર્સ એવું નથી ઈચ્છતા કે નેહા આ સીરિયલ છોડે અને તેમને મનાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ નેહાએ પોતાનો નિર્ણય બદલ્યો નહી.

આ અભિનેત્રી હશે નવી અંજલી ભાભી


નેહાના આ શો ને છોડી દીધા બાદ તેમના ફેન્સ એ જાણવા માગે છે કે હવે આ પાત્ર માટે કોને એપ્રોચ કરવામાં આવશે. જો તમે પણ એ જ વિચારી રહ્યા હોય તો અમે તમારી આ મૂંઝવણ અમે દૂર કરી દઈએ. હકીકતમાં મેકર્સે નવી અંજલી મહેતા શોધી લીધી છે. એક રીપોર્ટનું માનીએ તો અભિનેત્રી સુનૈના ફોજદારને આ રોલ ઓફર કરવામાં આવ્યો છે અને તે જલ્દી અંજલી મહેતાના પાત્રમાં જોવા મળી શકે છે. ખબર તો ત્યાં સુધી મળી રહી છે કે રવિવારથી સુનૈના એ શુટિંગ પણ શરૂ કરી દીધું છે.

મળેલી જાણકારી મુજબ નવા પ્રોજેક્ટ માટે નેહાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં જ તારક મહેતા શો એ ૧૨ વર્ષ પૂરા કર્યા છે. તે ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લાંબી ચાલનાર સીરીયલમાંથી એક છે. વર્ષ ૨૦૦૮ માં આ સિરિયલની શરૂઆત થઇ હતી અને નેહા ત્યારથી જ આ સીરિયલ સાથે જોડાયેલી છે. નેહા પાછલા ૧૨ વર્ષથી અંજલી ભાભીનું પાત્ર ભજવી રહી છે.

કોણ છે સુનૈના ફોજદાર


વાત કરીએ સુનૈના ફોજદારની તો તે પણ ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. સુનૈના ઘણી ધારાવાહિકોમાં પોતાના અભિનયનો પરિચય આપી ચૂકી છે. “લેફ્ટ રાઈટ લેફ્ટ” થી લઈને “બેલન વાલી બહુ” માં સુનૈના કામ કરી ચૂકી છે. જોકે સુનૈના એક અનુભવી અભિનેત્રી છે પરંતુ અંજલીના પાત્ર સાથે તે કેટલો ન્યાય કરી શકે છે તે તો આવનાર સમય જ બતાવશે.

સોઢી એ પણ છોડ્યો શો

બીજી તરફ સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ પણ આ શો ને ટાટા કહી દીધું છે. આવું બીજી વખત બન્યું છે જ્યારે ગુરુચરણે આ શો છોડ્યો છે. પહેલીવાર જ્યારે ગુરુચરણ એ આ શો છોડ્યો હતો ત્યારે મેકર્સના મનાવવા પર તે આ શો માં પરત ફર્યા હતા. જોકે આ વખતે ગુરુચરણ એ આ શો કેમ છોડ્યો છે તે જાણકારી હજુ સુધી સામે આવી નથી અને આ વખતે તો તેમનું પરત ફરવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. ખબરો મળે છે કે હવે ગુરુચરણની જગ્યાએ બલવિંદર સિંહ સુરી નવા સોઢીના પાત્રમાં નજર આવી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *