આ જન્માષ્ટમી ના ઘરે બનાવો બાલ ગોપાલ ની પસંદગી ની ધાણા ની પંજરી

આજે આપણે જન્માષ્ટમીના પ્રસંગે ધાણાની પંજરી બનાવતા શિખવાડીશુ જે ખૂબ સહેલાઈથી બની શકે છે. સામાન્ય રીતે જીરું પાવડર સાથે ખાંડ, ઘી, કાજુ, બદામ, પીસ્તા, કીસમીસ અને માવો નાખીને પંજરી તૈયાર કરવામાં આવે છે. પંજરી આપણે શ્રી કૃષ્ણની હવેલીમાં પ્રસાદ રૂપે લેતા હોઈએ છીએ. જો કે જીરું પાવડરના બદલે લોટનો ઉપયોગ કરીને પણ પંજરી બનાવી શકાય છે. પંજરી પાચનતંત્ર માટે પણ સ્વાસ્થ્યદાયી છે.

પંજરી બનાવવા જોશે સામગ્રી:
પંજરી બનાવવા જરૂરી સામગ્રી
- ૧ કપ ધાણા નો પાવડર
- ત્રણ ચમચી ઘી
- અડધો કપ મખાણા
- અડધો કપ ખાંડ
- કાજુ
- બદામ એક ચમચી

બનાવવાની રીત
સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લો. હવે તેમાં ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ શેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમાં કોપરુ અને બુરુ ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમાં વાટેલી ઈલાયચી અને તેમા સુકામેવા, મખાના, કિશમિશ મિક્સ કરો. પંજરીને સારી રીતે ભેળવો.મિશ્રણને એકસાર કરી લો. તો તૈયાર છે પંજરી.
