મજૂરો પછી આઈએએસ ઉમેદવારોની મદદ કરશે સોનુ સુદ, માં ની ૧૩મી  પુણ્યતિથિ પર કર્યુ એલાન

 મજૂરો પછી આઈએએસ ઉમેદવારોની મદદ કરશે સોનુ સુદ, માં ની ૧૩મી  પુણ્યતિથિ પર કર્યુ એલાન

સોનુ સુદ ખાલી રીલ લાઇફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ હીરો છે. કોરોના મહામારી સમય દરમ્યાન તેણે પ્રવાસી મજુરોની પણ ખૂબ મદદ કરી હતી. લોકો તેને ગરીબોના મસીહા તરીકે પણ બોલાવે છે. હવે, ફરી સોનુ એકવાર લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. આ વખતે તે આઇએસએ ઉમેદવારોની સહાયતા કરવા જઈ રહ્યા છે. તેના માટે તેણે એક સ્કોલરશીપ સ્કીમ નક્કી કરી છે.

હાલમાં સોનુ ની માં ની ૧૩ મી પુણ્યતિથી હતી . આ અવસર પર તેણે આઈએએસ ઉમેદવારોને સ્કોલરશીપ આપવાની પહેલ કરી. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું, ૧૩ મી ઓક્ટોબર મારી માં ને સ્વર્ગવાસ થયે ૧૩ વર્ષ પુરા થયા. તેણી તેની પાછળ શિક્ષણ નો વારસો છોડી ગઈ.આજ તેની પુણ્યતિથી ઉપર હું વચન આપું છું કે, આઈએએસ ઉમેદવારોને પ્રોફેસર સરોજ સૂદ સ્કોલરશીપ અંતર્ગત તેના લક્ષ્યને મેળવવા માટે હું સહાયતા કરીશ. બસ તમારા બધાની દુઆ ઓ જોઈએ છે. મિસ યુ  માં.

સોનુનાં આ મહાન કાર્યની સોશિયલ મીડિયા ઉપર ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેની આ ટ્વીટ ને અત્યાર સુધી ૧૭ હજાર થી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે, વિદ્યાર્થીઓની મદદ કરવામાં સોનુ સુદ હંમેશા આગળ રહે છે. થોડા દિવસો પહેલાં જ તેણે એક યુનિવર્સિટી સાથે મળીને ગરીબ બાળકોના અભ્યાસ માટે મદદ કરવાની જવાબદારી ઉઠાવી હતી.  તે સિવાય કોઈ બાળકોને અભ્યાસ માટે પુસ્તકો કે સ્માર્ટફોન ની જરૂરિયાત હોય તો સોનુ તેની મદદ જરૂર કરે છે.

જણાવી દઈએ કે, માં ની ૧૩ મી પુણ્યતિથી પર સોનુએ એક ભાવુક સંદેશ પણ શેર કર્યો હતો. તેઓએ માં ની એક ફોટો શેર કરતા લખ્યું હતું કે – ૧૩ મી ઓક્ટોબર, ૧૩ વર્ષ થઈ ગયા. માં, અહીંયા બધું બરાબર ચાલી રહ્યું છે. તમે હોત તો  આનાથી પણ વધારે સારું હોત. તમારી યાદ આવે છે માં.

સોનુ સુદ નો આ ભાવુક સંદેશ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે લોકોએ તેમને કોમેન્ટ કરીને કહ્યું હતું કે, તમારી માં જ્યાં પણ હોય ત્યાંથી તમને જોઈ અને ખૂબ જ ગર્વ અનુભવતી હશે. વળી સોનુ સુદ ના આ સારા કાર્ય  માટે તમારી શું મંતવ્ય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *