મૈડિસન સ્વવાયર ગાર્ડનમાં અમિતાભ બચ્ચને આપી હતી પહેલી વાર લાઈવ પર્ફોર્મન્સ, ખૂબ જ રોચક કિસ્સો

સદીના મહાનાયક કહેવાતા અભિનેતા અમિતાભ બચ્ચન હમેશા ફિલ્મો અથવા કોઈ અભિનય સાથે જોડાયેલ પોતાની યાદ શેયર કરતા રહે છે. હાલ માં પોતાના જુના દિવસો યાદ કરતા એક ફોટો શેયર કર્યો છે. અમિતાભ બચ્ચને પોતાના સાથે જોડાયેલી એક એવી વાત જણાવી છે જે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ તે દિવસની વાત છે જ્યારે અમિતાભ બચ્ચન યુવાન હતા. તો ચાલો જણાવીએ તમને આ ખાસ વાત.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરતા અમિતાભ બચ્ચને લખ્યું છે કે, “આ તે કાર્યક્રમ તે જગ્યા પર પહેલું ભારતીય પ્રદર્શન હતું” આ ફોટા પર તેમની પૌત્રી નવ્યા નવેલી નંદા એ સૌથી પહેલા પ્રતિક્રિયા આપી છે. આ ફોટામાં યુવાન અભિનેતા માઇક્રોફોનની સાથે જોવા મળી રહી છે. ત્યાં જ પાછળ બોર્ડ પર લખ્યું છે. લાઈવ ટુ નાઈટ અમિતાભ બચ્ચન.
અભિનેતા એ લખ્યું છે કે, ૧૯૮૩માં મારું પહેલું લાઈવ પર્ફોર્મન્સ પાછળનું સાઇનબોર્ડ ન્યૂયોર્ક નાં મૈડિસન સ્વવાયર ગાર્ડન નું છે દુનિયાનું સૌથી પ્રતિષ્ઠિત સ્ટેડિયમમાં પહેલી વખત કોઈ ભારતીય પરફોરમર. અમિતાભ આ પોસ્ટ ઉપર તેમની નાતીન અને શ્વેતા બચ્ચન ની પુત્રી નવ્યા એ કોમેન્ટ કરી છે. આ પોસ્ટ પર નવ્યા એ હાર્ટ ઈમોજી આપ્યુ છે.
તેના પહેલા અમિતાભ બચ્ચન નાં ૭૦ નાં દશક ને યાદ કર્યું. જ્યારે એક વર્ષમાં તેમની લગભગ અડધો ડઝન ફિલ્મો રિલીઝ થતી હતી. અને સિનેમા ઘરોમાં અનેક ફિલ્મો ૫૦ થી ૧૦૦ અઠવાડિયા સુધી ચાલતી હતી. તેમણે પોતાની જવાનીમાં એક ફોટો શેયર કર્યો છે. તેમણે બુધવારે રાત્રે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી કેપ્શન માં લખ્યું છે “અબ ઓ ટી ટી લાખો સફળતા નાં ગ્રાફ બનાવે છે.” જ્યારે ૧૯૭૦ નાં દશકમાં અનેક ફિલ્મો થિયેટરમાં ૫૦ થી ૧૦૦ અઠવાડિયા સુધી ચાલતી હતી. અને તેમાંથી ૬ થી ૭ એક જ વર્ષમાં રિલીઝ કરવામાં આવતી હતી. ડોન, કસમે વાદે, ત્રિશુલ, મુકદ્દર કા સિકંદર, ગંગા કી સોગંધ, આ દરેક ૫૦ અઠવાડિયાથી વધારે ચાલી હતી.
વર્ક ફ્રન્ટ ની વાત કરી તો અમિતાભ બચ્ચને હમણાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૫૨ વર્ષ પૂરા કર્યા છે. અમિતાભની આવનારી ફિલ્મ વાત કરીએ તો બિગ બી ફિલ્મ બ્રહ્માસ્ત્ર, જુંડ અને ચહેરે માં જોવા મળશે.