મહેશ ભટ્ટ સાથેના સંબંધને લઇને રિયા ચક્રવર્તીએ તોડ્યું મૌન, કહ્યું લોકોએ મને તેમની ગર્લફ્રેન્ડ…

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદથી જ તેમની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવતી ચારે તરફથી ઘેરાયેલી છે. તેમના પર ઘણા પ્રકારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમની વચ્ચે રિયા ચક્રવતીએ એક નજીકની ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને ઘણા બધા ખુલાસા કર્યા છે. રીયા એ આ ઇન્ટરવ્યુમાં સુશાંતને પૂરી રીતે ડિપ્રેશનના દર્દી તરીકે બતાવ્યા છે અને પોતાની સુરક્ષિત કરી લીધી છે. તો ચાલો જાણીએ તેમને આ ઇન્ટરવ્યુમાં બીજા શું ખુલાસા કર્યા.
રિયા ચક્રવતીના અનુસાર તેમણે ૮ જૂનના રોજ સુશાંતના ઘરને છોડી દીધું હતું. તેના વિશે તેમણે જણાવ્યું કે સુશાંતે તેમને ઘરમાંથી કાઢી મુકી હતી. સાથે જ જણાવ્યું કે જ્યારે તેમણે સુશાંતનું ઘર છોડ્યું હતું તો તે ખૂબ જ ઉદાસ હતી. રિયા એ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ૮ જૂનના રોજ તેમનું એક થેરેપી સેશન થનાર હતું અને તે પોતાની થેરેપી પોતાના ઘર પર કરવા માંગતી નહોતી અને સુશાંતે પણ તેમને પોતાના ઘરમાં આ થેરેપી કરવાની મનાઈ કરી દીધી હતી. રીયાએ કહ્યું કે સુશાંતના આ વર્તનથી તે ખૂબ જ દુખી હતી.
રિયા એ કહ્યું કે મહેશ મારા પિતા સમાન છે
આ અભિનેત્રીએ જણાવ્યું કે ૮ જૂનના રોજ આ ઘટના પછી મેં મહેશ ભટ્ટ સાથે વ્હોટ્સએપ પર વાતચીત કરી હતી. તેના પર વિસ્તારથી વાત કરતા રિયાએ કહ્યું કે, જ્યારે હું ચિંતામાં હોય તો શું હું કોઈની સલાહ પણ ના લઈ શકું ? ફક્ત એટલું જ નહીં મહેશ ભટ્ટને તેમણે પોતાના પિતા સમાન ગણાવ્યા અને કહ્યું કે તે હંમેશાં મને દિકરી કહીને જ બોલાવે છે. જ્યારે લોકોએ તો મને મહેશ ભટ્ટની ગર્લફ્રેન્ડ બનાવી દીધી છે.
અભિનેત્રી રિયા ચક્રવતી કહે છે કે તેમણે ૮ જૂનના રોજ મહેશ ભટ્ટને કહ્યું હતું કે તે હવે સંપૂર્ણ રીતે તૂટી ચૂકી છે. કારણકે સુશાંતે તેમને પોતાના ઘરમાંથી કાઢી મુકી છે. તેમના જણાવ્યા મુજબ આ ઘટના પછી તેમણે પોતાની પૂરી આપવીતી મહેશ ભટ્ટને જણાવી હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિયા અને મહેશ ભટ્ટની વ્હોટ્સએપ પર વાતચીત ૮ જૂનના રોજ રાત્રે ૭ વાગ્યેને ૪૩ મિનિટથી ૮ વાગ્યેને ૮ મિનિટ સુધી થઇ હતી.
આ ચેટમાં મહેશભટ્ટ રિયાને કહ્યું હતું કે હવે ક્યારેય પણ પાછું વળીને જોતી નહી. આ ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહેશ ભટ્ટે રિયાને સુશાંતનું ઘર છોડવા માટે ઉકસાવી હતી. વળી રિયા ચક્રવતીના અનુસાર મહેશ ભટ્ટે ફક્ત તેમને હિંમત આપી હતી અને પિતાની યાદ અપાવી હતી.
જણાવી દઈએ કે રિયા અને મહેશભટ્ટના જે ચેટ સ્ક્રીનશોટ સામે આવ્યા હતાં તેમાં રિયા વારંવાર આભાર માનતી જોવા મળી રહી છે. તો વળી મહેશભટ્ટ પણ રિયાને પોતાના જીવનમાં આગળ વધવા માટે કહી રહ્યા છે.