મહાભારત બનાવતી વખતે અર્જુન ને લઈને બી આર ચોપડા નાં મનમાં રહી ગઈ હતી એક વાત, જેને તે પૂરી ન કરી શક્યા

દેશમાં કોરોના નો કહેર એક વખત ફરી જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે પણ સરકારે કોરોનાની કંટ્રોલ કરવા માટે દેશમાં લોક ડાઉન કર્યું હતું તે દરમિયાન સરકારે લોકોને ઘરોમાં રાખવા માટે દુરદર્શન ઉપર રામાયણ ની સાથે મહાભારત નું પ્રસારણ ચાલુ કર્યું હતું. આ બંને સીરીયલે તે સમયે ટીઆરપી પર બધા રેકોર્ડ તોડ્યા હતા.આ મહાભારત ને બી.આર. ચોપડાએ બનાવી હતી. અને તેમના પુત્ર રવિ ચોપડા એ તેને ડાયરેક્ટ કરી હતી મહાભારત વર્ષ ૧૯૮૮ માં પ્રસારિત કરવામાં આવ્યું હતું. હવે બી.આર. આજે અમે તમને મહાભારત સાથે જોડાયેલ અમુક કિસ્સા જણાવીશું તમને જણાવી દઈએ તો બી.આર. ચોપડાનો જન્મ ૧૯૧૪ માં થયો હતો. તેમણે બોલિવૂડમાં અનેક શાનદાર હિટ ફિલ્મો આપી છે.
બી.આર. ચોપડાએ અફસાના થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાં જ તેમની છેલ્લી ફિલ્મ ભૂતનાથ હતી. નયા દોર ૧૯૫૭, કાનૂન ૧૯૬૦, વક્ત ૧૯૬૫, હમરાઝ ૧૯૬૭, તેના પછી ૮૦ નાં દશક નાં પૂર્ણ થતાં ટેલિવિઝન સીરીયલ મહાભારત ઉપર કામ કર્યું હતું. બી આર ચોપડા ને તેમના સુંદર યોગદાન માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમનું પૂરું નામ બલદેવ રાજ ચોપરા હતું. યશ ચોપડા તેમના નાના ભાઈ હતા.
બી આર ચોપડાને ભારત સરકારે ૧૯૮૮ માં દાદાસાહેબ ફાળકે થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાં જ ૨૦૦૧ માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સૌથી વધારે મહાભારત માટે યાદ કરવામાં આવે છે. તે સમયમાં તેમણે 33 વર્ષ પહેલાં ૯ કરોડ રૂપિયા લગાવી અને મહાભારત સિરિયલનું નિર્માણ કર્યું હતું. આ મહાભારત ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, જે મહાભારત ને બધાએ પસંદ કરી તે મહાભારત બી આર ચોપડા નાં વિચાર ન હતા. બી આર ચોપડા તે સમયે ઈચ્છતા હતા કે, તે બોલીવુડ નાં મોટા સ્ટાર્સની સાથે આ મહાભારતને બનાવે. પરંતુ કોઈ કારણથી તેમનું આ સપનું પૂરું થયું નહીં. તમે મહાભારત માં એક વાત વિચારી હશે કે, તેના શરૂઆત ના સમય માં જે અવાજ આવે છે. તે અવાજ હરીશ ભીમાણીએ આપ્યો છે. પરંતુ ચોપડા સાહેબ ની ઈચ્છા હતી કે, આ લાઈનો ને દિલીપકુમાર નો અવાજ આપે.
આ રીતે બી આર ચોપડા એ દ્રૌપદી નાં પાત્ર માટે સૌથી પહેલા જુહી ચાવલા ને કહ્યું હતું. તે સમયે જુહી ચાવલા પોતાના ડેબ્યૂ ફિલ્મ ‘કયામત સે કયામત તક’ નું શૂટિંગ કરી રહી હતી. તે સિવાય રામયા કૃષ્ણને પણ આ પાત્ર માટે ઓફર કરવામાં આવી હતી. પરંતુ બંને કરી શક્યા નહીં તે રીતે આ પાત્ર રૂપા ગાંગુલી પાસે ગયું. મહાભારતમાં અર્જુન નું પાત્ર સૌથી પહેલા જેકી શ્રોફ ને આપવામાં આવ્યું હતું. પરંતુ તેને ફિરોઝ ખાને કર્યું. ફિરોજ ઓડિશનમાં રિજેક્ટ પણ થયા હતા.
આ રીતે મહાભારતમાં અભિમન્યુ નું પાત્ર ગોવિંદા અને ચંકી પાંડે પાસે સૌથી પહેલાં ગયું હતું તે બંને પાસે ડેટ્સ ન હતી તેથી આ ઓફર અંતમાં મયુર ને મળી. આ રીતે મુકેશ ખન્ના ને પણ પહેલા દુર્યોધન નો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ તેમને ના કહ્યું હતું. અને વિજય ઘટાકે ના કહ્યા બાદ તેમને પિતામહ નું પાત્ર મળ્યું હતું. જોકે મુકેશ ખન્ના અર્જુન અથવા કરણ બનાવવા માગતા હતા.