મહાભારત અનુસાર આ ૫ લોકોને હંમેશા ધનની કમી રહે છે, તેમના ઘરે નથી પધારતા માતા લક્ષ્મીજી

મહાભારત અનુસાર આ ૫ લોકોને હંમેશા ધનની કમી રહે છે, તેમના ઘરે નથી પધારતા માતા લક્ષ્મીજી

ચાણક્ય નીતિ વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે. તેવી જ બીજી એક નીતિ છે જેનું નામ છે વિદુરનીતિ. વિદુરજી મહાભારતના સમયમાં બધાથી પ્રભાવશાળી વ્યક્તિમાંથી એક હતા. તેમણે દરેક વિષય પર ઉંડાણપૂર્વક અને સટીક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તે જ્યારે પણ કોઈ વિષય પર પોતાનું મંતવ્ય આપતા હતા, ત્યારે સામેવાળાને સંપૂર્ણ લાભ મળતો હતો. તેમના દ્વારા કહેવામાં આવેલી દરેક વાતો અને નિર્ણય ખૂબ જ સમજી વિચાર્યા પછી જ કહેતા હતા.

અનેક વિદ્વાનો તો એવું પણ માને છે કે પાંડવોએ મહાભારતમાં જે જીત પ્રાપ્ત કરી છે, તેમાં વિદુરજીની કોટી નીતિનું પણ ખુબ જ મોટું યોગદાન છે. તેવામાં લોકો આજે પણ તેમની વાત અલગ-અલગ વિષય પર જાણવા માંગે છે. આજે તમને તેમની તે નીતિ વિશે જણાવીશું, જેમાં તેમણે કહ્યું છે કે આ પ્રકારનાં લોકોની પાસે લક્ષ્મી નથી રહેતી અને આ પ્રકારનાં લોકોને હંમેશા ધનની કમીનો સામનો કરવો પડે છે.

ખુબજ શ્રેષ્ઠ

વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિ ખૂબ જ શ્રેષ્ઠ રહે છે, તેની પાસે માં લક્ષ્મીની કૃપા નથી રહેતી. તેનું કારણ એ છે કે વ્યક્તિને પોતાની શ્રેષ્ઠતા પર ખૂબ જ ઘમંડ હોય છે. લક્ષ્મીજીને આવા ઘમંડી અને અહંકારી લોકો બિલકુલ પસંદ નથી આવતા.

અતિશય દાની

વિદુરજી અનુસાર અતિશય દાની પ્રકારનાં લોકોનાં ઘરમાં પણ માં લક્ષ્મી નથી પધારતા. તેનું કારણ એ છે કે અતિશય દાની વ્યક્તિ દાન કર્યા પહેલા પોતાના ઘર પરિવાર અને તેમના ભવિષ્ય વિશે નથી વિચારતા. તેમને તે ખબર નથી રહેતી કે દાન કર્યા પછી તેમના ઘરમાં પણ કંઈક વધશે કે નહીં.

અતિ શુરવીર

વિદુરનીતિનું માનીએ તો હતી શુરવીર એટલે કે ખૂબ જ બહાદુર વ્યક્તિ પાસે પણ માં લક્ષ્મી નથી રહેતા. તેનું એક કારણ છે કે આ વ્યક્તિને પોતાની બહાદુરી અને શક્તિનો ખૂબ જ ઘમંડ હોય છે. તેમને લાગે છે કે તેના બળ પર તે પૂરી દુનિયા પર રાજ કરી શકે છે.

ખૂબ જ વધુ વ્રત અને નિયમોનું પાલન કરતા

વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિ વ્રત અને નિયમોનું પાલન વધારે કરે છે, તેમની ઉપર માં લક્ષ્મીની કૃપા નથી રહેતી. એ જ કારણ છે કે તે વ્યક્તિને કોઈ ધનવાન કે લાલચની આવશ્યકતા નથી થતી.

બુદ્ધિમત્તા ઘમંડી

પોતાની બુદ્ધિ પર અહંકાર કરતા લોકોના ઘરમાં માં લક્ષ્મી નથી આવતા. આવા વ્યક્તિને આ વાતનું અભિમાન હોય છે કે તે પોતાની બુદ્ધિના બળ પર હંમેશા ધનવાન બની રહેશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *