મેગી સહિતની Nestle ની ૬૦ ટકા પ્રોડકટ અન હેલ્થી, કંપનીએ પોતે માન્ય કરી છે આ વાત, kitkat અને Nescafe પર પણ સવાલ

નેસ્લે ની મેગી એકવાર ફરી ચર્ચામાં છે. ખબર મુજબ નેસ્લેની ૬૦ ટકા પ્રોડક્ટ હેલ્થી નથી એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ આરોપ ન તો બાબા રામદેવે ન કોઈ કોમ્પિટિટર કંપનીએ કે ન કોઈ ફૂડ રેગુલેટર એ પરંતુ આ ખુલાસો દુનિયાની સૌથી મોટી ફૂડ એન્ડ ડ્રીંક કંપનીઓમાં સામેલ નેસ્લે એ પોતાની રીપોર્ટ માં પોતે જ કર્યો છે. આ ખુલાસો સામે આવ્યા બાદ હવે હાહાકાર મચી ગયો છે.
નેસ્લેની ૬૦ ટકા પ્રોડક્ટ અન હેલ્થી
આ વિશે માં ફાઇનાસીઅલ ટાઈમ માં એક મોટી રિપોર્ટ આપવામાં આવી છે. આ હેરાન કરવા વાળી રિપોર્ટમાં નેસ્લે સ્વીકાર કર્યો છે કે તેની ૬૦ ટકા પ્રોડક્ટ હેલ્થી કેટેગરીમાં નથી આવતી. કંપની હવે પોતાના પ્રોડક્શનમાં ન્યુટ્રીશન વેલ્યુ વધારવા માટે નવી રણનીતિ પર કામ કરી રહી છે. રિપોર્ટ મુજબ કંપનીની અંદર નાં ડોક્યુમેન્ટસ માં એ માનવામાં આવ્યું છે કે, તેની ૬૦ ટકા પ્રોડક્ટ સ્વાસ્થ્ય ની માન્યતા પ્રાપ્ત પરિભાષા અને પોષણ ને પૂરા કરવામાં અસફળ રહે છે.
પ્રોડક્ટ ન્યુટ્રિશન નાં પેરામીટર પર યોગ્ય નથી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપની ની ઘણી પસંદગીની પ્રોડક્ટ સ્વાસ્થ્યની માપદંડ પર ખરી ઉતરી નથી. રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે, નેસ્લે એ આ વાત સ્વીકારી છે કે, તેની ૬૦ ટકા થી વધારે મેન સ્ટ્રીમ પ્રોડક્ટસ સ્વાસ્થ્યની સ્વીકૃત પરિભાષાને પૂર્ણ કરી શકતી નથી. અને કેટલીક પ્રોડક્ટ ક્યારેય પણ હેલ્થી થઈ શકતી નથી. તેમાં ગમે તેટલું પરિવર્તન કરવામાં આવે.
ફક્ત ૩૭ ટકા હેલ્થી રેટિંગમાં
ફાઈનાન્સિયલ ટાઈમ માં જણાવવામાં આવ્યુ છે કે, ઓસ્ટ્રેલિયા ની હેલ્થ સસ્ટાર રેટિંગ સિસ્ટમમાં ઈનિમલ ફૂડ અને મેડિકલ ન્યુટ્રીશન ને છોડી ને ફક્ત ૩૭ ટકા ફૂડ એન્ડ બેવરેજીઝ પ્રોડક્ટ જ ૫ માંથી ૩.૫ થી વધારે રેટીંગ મેળવવામાં સફળ થઈ છે. નેસ્લે એ કહ્યું છે કે, હેલ્થ સ્ટાર રેટિંગ અને ન્યુટ્રી સ્કોર પ્રોડક્ટ ની સારી ગણવતા માટે સારું ગણવામાં આવે છે. કંપનીનું માનવું છે કે, તેની અડધી થી વધારે પ્રોડક્ટ આ હેલ્થ સિસ્ટમ માં નથી આવતી.
નેસ્લે બદલશે પોટ્ફોલિયો
નેસ્લે ઘણી વલ્ર્ડ ફ્રેસ પ્રોડકત વેચે છે. જેમ કે, મેગી કીટકટ જે ભારત ઉપરાંત દુનિયા નાં ઘણા દેશોમાં વેચાય છે. નેસ્લે નું કહેવાનું છે કે, કેટલીક પ્રોડક્ટ એવી છે જે ક્યારેય હેલ્થી નહોતી અને તેમાં સુધારો કર્યા પછી પણ તે હેલ્ધી નથી. મતલબ કે, આ પ્રોડક્ટ ક્યારેય હેલ્થી થઇ શકતી નથી તેથી હવે કંપની પોતાનો પુરો પોર્ટફોલિયો બદલવા માટે વિચાર કરી રહી છે. નવા પોર્ટફોલિયો માં ફોકસ જરૂર પોષણ અને બેલેન્સ ડાયટ વાળા પ્રોડક્ટ પર હશે.
નેસ્લે પોતાની પ્રોડક્ટને ઉત્તમ બનાવવા માટે કરી રહી છે તૈયારી
આ રિપોર્ટ સામે આવ્યા બાદ નેસ્લે તરફથી જવાબ આવ્યો છે કે, કંપનીનું કહેવાનું છે કે તે પ્રયત્ન કરી રહી છે કે ન્યુટ્રીશનલ પ્રોડક્ટ જ વેચવામાં આવે અમે ઘણા ઉત્પાદનોમાં ખાંડ અને સોડિયમની માત્રા ઘટાડી છે. છેલ્લા ૭ વર્ષમાં ૧૪ થી ૧૫ ટકા તેની માત્રા ઓછી કરવામાં આવી છે. અને આગળ પણ કરીશું.