મળો તારક મહેતા નાં ઉલ્ટા ચશ્મા નાં આ ૫ પાત્રો ને, આજે પણ જીવી રહ્યા છે બેચલર લાઈફ

મળો તારક મહેતા નાં ઉલ્ટા ચશ્મા નાં આ ૫ પાત્રો ને, આજે પણ જીવી રહ્યા છે બેચલર લાઈફ

ટીવી ઉપર એમ તો ઘણા શો આવે છે જે દર્શકો નું મનોરંજન પુરૂ પાડે છે. તેમાંથી સબ ટીવી નો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક માત્ર એવો છે જે ઘણા વર્ષોથી લોકોનું દિલ જીતતો આવ્યો છે. આ સીરીયલ શરુ થયા આજે ઘણા વર્ષો થઈ ગયા છે. છતાં પણ તેની પોપ્યુલારિટી માં કોઇ કમી આવી નથી. આ શો પારિવારિક હાસ્યરસ શો છે. જે બંગાલી, દક્ષિણ,ભારતીય અને પંજાબી પરિવારો ની વચ્ચે થતી ઘટના પર છે. શો માં દરેક પાત્ર એક કરતા એક ચ્ડ્યાતું છે. જણાવી દઈએ તો ઘણા વર્ષોથી આવતા આ શોના લગભગ દરેક કલાકારો પરિણીત છે. પરંતુ આજે તમને એવા પાંચ કલાકાર વિશે જણાવીશું. જે હજુ સુધી બેચલરહુડ એન્જોય કરી રહ્યા છે.

મુનમુન દત્તા ઉર્ફે બબીતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બબીતા ઐયર નું પાત્ર સૌથી વધારે મનોરંજક છે. આ અભિનેત્રી મુનમુન દત્તા હજુ પણ કુવારી છે. દિવસે દિવસે તેમની ફેન ફોલોઈંગ માં વધારો જોવા મળે છે. સાથે જ અત્યારે તે આ શો થી સારું નામ મેળવી ચૂકી છે. તેમનો લુક પણ પહેલાં કરતાં વધારે સારો લાગે છે પરંતુ રિલ લાઇફમાં તે સાઉથ ઇન્ડિયન વૈજ્ઞાનિક કૃષ્ણ સુબ્રમણ્યમ ઐયર ની સાથે પરિણીત જોવા મળે છે. પરંતુ પોતાની રીયલ લાઈફ માં તે હજુ સુધી સિંગલ છે.

નેહા મહેતા ઉર્ફે અંજલી મહેતા

શોમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ ની ઓન-સ્ક્રીન પત્ની નું પાત્ર કરતી નેહા મહેતા એટલે કે, અંજલી મહેતા ને ઓળખાણની જરૂર નથી. તે પોતાના પતિ તારક ને સખ્ત આહારનું પાલન કરવા માટે જોર આપે છે. લાંબા સમયથી ટીવીનો ભાગ બની રહેલી અભિનેત્રી ની રીયલ લાઈફ માં અત્યારે એકલી છે તે કુંવારી છે. અને અત્યારે માત્ર પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.

તનુજ મહાશબ્દે ઉર્ફે કૃષ્ણન અય્યર

શોમાં સોસાયટી નાં રજનીકાંત નાં રૂપમાં જાણવામાં આવતા તનુજ મહાશબ્દે ગોકુલધામ નાં કૃષ્ણન અય્યર નું પાત્ર નિભાવે છે. આ પાત્ર હંમેશા સીરીયલ માં મજાક નો શિકાર બને છે. કારણ કે તેમની પત્ની બબીતા ની પાછળ સોસાયટી નાં ઘણા લોકો પાગલ જોવા મળે છે. જણાવી દઈએ કે, તનુજ એ કમ્યુનિકેશન માં ડીપ્લોમા કરેલ છે. તે મુખ્ય રૂપ થી મધ્ય પ્રદેશ થી છે. પરંતુ અભિનય માટે મુંબઈમાં આવી અને વસી ગયા છે. બબીતા નાં ઓન-સ્ક્રીન હસબન્ડ અત્યાર સુધી કુંવારા છે.

ગુરુ ચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી

ગોકુલધામ નાં સરદાર રોશન સિંહ સોઢી નું પાત્ર કરતા ગુરુ ચરણ સિંહ શો માં પોતાના મા-બાપની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરે છે. ટીવી પર સૌથી રોમેન્ટિક રહેતા સોઢી રીયલ લાઈફ માં એકલા છે. તેમણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી તેમણે વર્ષ ૨૦૧૩ માં અમુક કારણોના લીધે શો છોડી દીધો હતો પરંતુ આજે તેમનું પાત્ર લોકોના દિલોમાં ઘર કરે છે.

નિર્મલ સોની ઉર્ફે હંસરાજ હાથી

શો મા હંસરાજ હાથી નું પાત્ર કરતા નિર્મલ સોની શોમાં બે કલાકારો નો રોલ પ્લે કર્યો છે. ટીવી ઈન્ડસ્ટ્રિ માં લાંબા સમયથી કામ કરતા નિર્મલ પોતાની રીયલ લાઈફ માં અત્યાર સુધી કુંવારા છે. તેમણે બોલિવુડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાંથી એકસન જેકસન, યે જવાની હે દીવાની વગેરે તેમની પ્રમુખ ફિલ્મો રહી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *