માથાનો દુખાવો કે કાન નાં દુખાવાથી છુટકારો અપાવામાં મદદગાર થાય છે ફુદીના નાં પાન, ફાયદાઓ જાણીને રહી જશો દંગ

ગરમીની સિઝનમાં શરબત અને ચટણી ની ડિમાન્ડ વધી જાય છે. એવામાં દરેક કોઈ ફુદીનાનો ઉપયોગ કરે છે. સ્વાદની સાથે-સાથે તેનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, ફુદીના નાં પાન માં ઘણા ઔષધીય ગુણ હોય છે. જે સંપૂર્ણ સ્વાસ્થ્યને ફાયદો કરે છે. એવું માનવામાં આવે છે કે, આ પાનનો ઉપયોગ ઘણી બીમારીઓ નાં ઇલાજ માં મદદગાર સાબિત થાય છે. ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી
માથાના દુખાવામાં મળે છે આરામ
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, આ પાન ની સુગંધ માથાનો દુખાવો દૂર કરવામાં સહાયક થાય છે. આ ઉપરાંત ઘણી વાર પેટ સંબંધી પરેશાની ના કારણે પણ લોકોને માથું દુખતું હોય છે. ફુદીનો આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેમજ પાચનતંત્રની મજબૂત કરે છે. એવામાં જે લોકો માથાના દુખાવાથી પરેશાન રહેતા હોય તેને ફુદીનાની ચાનું સેવન કરવું.
કાન નાં દુખાવાથી મળશે છૂટકારો
જે લોકોને કાનના દુખાવા ની ફરિયાદ રહેતી હોય તેમણે ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ. કહેવામાં આવે છે કે ઠંડી લાગવાને કારણે કે પાણી જવાના કારણે જ્યારે પણ કાનમાં દુખાવો થાય છે ત્યારે ફુદીના નાં પાનનો રસ પ્રભાવિત જગ્યાની આસપાસ લગાડવાથી તેમાં રાહત થાય છે.
ઇમ્યુનિટી મજબૂત થાય છે
હેલ્થ એક્સપર્ટ મુજબ વિટામીન સી, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવાં પોષક તત્વો ફુદીના માં હોય છે. જે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. સાથે જ બોડી સેલ્સ ને ડેમેજ થવાથી પણ રોકે છે. ફૂદીના નાં પાન નાં સેવનથી કફ, ગળામાં ખરાશ, ઉધરસ અને શરદી જેવી પરેશાની પણ દૂર થાય છે.
ફેફસા થાય છે મજબૂત
આ પાન નું સેવન કરવાથી ફેફસા માં કોઈપણ પ્રકારની બ્લોકેજ હોય કે કન્જેશન હોય તો તે પણ દૂર થાય છે. ફુદીનાની ચા ઉપરાંત પેપરમીંટ ને ગરમ પાણીમાં નાખીને તેની વરાળ લેવાથી પણ બંધ નાકની તકલીફ માં આરામ મળે છે.
બ્લડ શુગરને કરે છે કંટ્રોલ
ફુદીનામાં એન્ટિઓક્સિડન્ટ્સ, મેન્થોલ હોય છે. જે શુગર લેવલને કંટ્રોલ કરવામાં સહાયક થાય છે. ફુદીનાની ચટણી માં મોજુદ ગુણ ડાયાબિટીસ નાં રોગીઓની ઘણી પરેશાનીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.