માં-બાપની નાની-નાની ભુલો બાળકોને બનાવે છે કમજોર, જાણો અને રહો સાવધાન

બાળકો પોતાના માતા-પિતાની સાથે શરૂઆતમાં સૌથી વધારે સમય પસાર કરે છે. જેના કારણે બાળકોના મન, સ્વભાવ અને વ્યવહાર પર સૌથી વધારે પ્રભાવ માં-બાપનો પડે છે. ઘણીવાર જોવામાં આવે છે કે માતા-પિતા જાણતા-અજાણતા અમુક એવી ભૂલો કરતા હોય છે, જેના કારણે બાળકોના મસ્તિષ્ક પર તેની નકારાત્મક અસર પડે છે. જેના કારણે તેઓને પોતાના જીવનમાં આગળ ઘણાં પ્રકારની અડચણો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. બાળકો ધીરે ધીરે ભાઈ-બહેન, માતા-પિતા, ઘરનાં અન્ય સદસ્ય, મિત્ર અને સમાજમાં જીવવાનું શીખવા લાગે છે. પરંતુ માતા-પિતાનો સહયોગ સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો આપણે કોઈપણ પ્રકારની ભૂલ કરીએ છીએ તો તેનો પ્રભાવ બાળકોના જીવન પર પડે છે. આજે અમે તમને અમુક એવી ભૂલો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેના પર તમારે જરૂરથી ધ્યાન આપવું જોઈએ.
બાળકોને સમય ન આપી શકવો
જેમકે આપણે લોકો જાણીએ છીએ કે વર્તમાન સમયમાં બધા લોકો જીવનમાં ખૂબ જ વ્યસ્ત થઈ ચૂક્યા છે. માં-બાપની વ્યસ્ત જીવનશૈલીને કારણે બાળકોને સમય આપી શકતા નથી. જેના કારણે બાળકોના માનસિક વિકાસ અને સામાજિક વિકાસ પર અસર પડે છે. માતા-પિતા વ્યસ્ત હોવાને કારણે બાળકોને આઝાદી મળી જાય છે અને બાળકો પર માતા પિતા યોગ્ય રીતે નજર રાખી શકતા નથી, જેના કારણે બાળકો પોતાના મન અનુસાર કામ કરતા રહે છે. જો બાળકોથી કોઈ ભૂલ થાય છે તો માં-બાપ તેનાથી છુપાવે છે અને ખોટું પણ બોલે છે. જેથી તમારે પોતાના વ્યસ્ત જીવનમાંથી બાળકો માટે થોડો સમય જરૂર થી કાઢવો જોઈએ.
બાળકોની દરેક જીદ પૂરી કરવા પાછળ ના ભાગવું
બાળકો પોતાના માતાપિતા પાસે કોઈ પણ પ્રકારની જીદ કરતા રહેતા હોય છે. માતા-પિતા પણ ઈચ્છે છે કે તેઓ પોતાના બાળકને બધી ઈચ્છાઓને પૂરી કરે. માતા-પિતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. તેઓ પોતાના બાળકને બધી જ ખુશીઓનું ધ્યાન રાખતા હોય છે. બાળકોને ખુશ રાખવા માટે તેઓ દરેક સંભવ પ્રયાસ કરે છે, પરંતુ મનોવૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર જો બાળકોને બાળપણથી જ તેમની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવે તો તેમનો વ્યવહારિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. આપણા બધાના જીવનમાં વ્યવહારિક વિકાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. માતા-પિતાએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે અમુક અવસર પર તમે બાળકોની ઈચ્છાઓને ઠુકરાવી શકો છો. પોતાના બાળકોને યોગ્ય અને અયોગ્ય સમજાવવાની કોશિશ કરો. તેનાથી બાળકોના જીવનમાં અનુશાસન આવશે. બાળકોની દરેક જીદ પૂરી કરવા પાછળ ભાગવું યોગ્ય નથી.
બાળકોને વધારે બંધનમાં ન રાખવા
બાળકોનું મન ખૂબ જ ચંચળ હોય છે. તેમને શું સાચું અને શું ખોટું છે, તેના વિશેની બિલકુલ સમજ હોતી નથી. ઘણા બધા માં-બાપ એવા હોય છે જે બાળકોના બગડી જવાના ડરથી બાળકોને બાળપણથી જ ખૂબ જ વધારે બંધનમાં રાખે છે. પરંતુ તમારી આ ભૂલ થી બાળકોના માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી.
બાળકો પાસેથી જરૂરિયાત કરતાં વધારે અપેક્ષા રાખવી
મા-બાપ એવું ઈચ્છે છે કે તેમના બાળકો તેમની દરેક અપેક્ષા પર ખરા ઉતરે. પરંતુ ઘણી વખત એવુ બને છે કે માં-બાપ જે તેમની પાસેથી આશા રાખીને બેઠા હોય છે તે અપેક્ષાઓ પર બાળકો ખરા ઉતરી શકતા નથી. આવી સ્થિતિમાં માં-બાપ પોતાના બાળકો પર સતત માનસિક દબાણ બનાવવાની કોશિશ કરે છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો તેના કારણે બાળકોનો માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. એટલું જ નહીં બાળકોના શીખવાની ક્ષમતા ઉપર પણ પ્રભાવ પડે છે.
બાળકોને મારવા અને ઠપકો આપવાની ભૂલ
માં-બાપ અવારનવાર પોતાના બાળકોને સુધારવાની કોશિશ કરે છે. જેના કારણે તેઓ ઘણી વખત બાળકોને મારતા હોય છે અને ઠપકો પણ આપતા હોય છે. પરંતુ તમારી આ ભૂલને કારણે બાળકો ડિપ્રેશનમાં જઈ શકે છે. બાળકોમાં વિરોધી માનસિકતા ઊભી થવાની સંભાવના રહે છે. જો તમે પણ પોતાના બાળકોને મારો છો અને ઠપકો આપો છો તો તેના કારણે તેમનામાં માં-બાપ પ્રત્યે ખોટી ધારણા બની શકે છે. જો બાળકો અભ્યાસમાં યોગ્ય પ્રકારથી ધ્યાન આપતા ન હોય તો માં-બાપે ધ્યાન રાખવાનું રહેશે કે બાળકોને મારવાને બદલે યોગ્ય રહેશે કે તમે તેમને શાંત મનથી બેસાડીને સમજાવવાની કોશિશ કરો. જો તમે બાળકોનો ભરોસો જીતી લો છો તો બાળક પોતાની રીતે જ સુધરી જશે.