લવ રાશિફળ ૭ મે ૨૦૨૧ : વૈવાહિક જીવન માં રહેશે મધુરતા, લવ લાઈફ જીવી રહેલ લોકોને મળશે સારા સમાચાર

મેષ રાશિ
આ રાશિના લોકો પોતાના પાર્ટનરની સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું આયોજન બનાવી શકે છે. પતિ-પત્ની એક સાથે સમય પસાર કરી શકશે. જોકે પરિવારના કેટલાક લોકો તમને ડિસ્ટર્બ કરી શકે છે. લવ લાઇફમાં આજે તમારા પ્રિય ને સમજાવવાની કોશિશ કરશો.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકો માટે આજનો દિવસ પ્રેમ થી ભરપુર રહેશે. પરંતુ ધ્યાન રાખવું કે, નાની મોટી વાત પર એકબીજા સાથે વિવાદ ન કરવો. નહિતર નાની એવી વાત મોટા ઝઘડા નું સ્વરૂપ લઇ શકે છે.
મિથુન રાશિ
તમે તમારા પ્રેમ વિશે પરિવારના લોકોને જણાવવા ઈચ્છતા હોવ તો આજે તમારા માટે દિવસ અનુકૂળ રહેશે. પરંતુ પહેલા પાર્ટનરની સાથે આ વિષય પર વાત કરવી. કોઈ વાતની ઉતાવળ કરવી નહીં.
કર્ક રાશિ
કોઈ ને પ્રપોઝ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો આજે તેને જણાવી દેવું. પરંતુ પ્રેમ ને જબરજસ્તી મેળવવાના પ્રયત્નો કરવા નહીં. કોઈપણ પ્રકારની ઉતાવળ તમારા સંબંધો ખરાબ કરી શકે છે.
સિંહ રાશિ
આ રાશિના લોકો વચ્ચે આજે મતભેદ થવાની સંભાવના છે. પુરૂષોએ પોતાના ઘરની સ્ત્રીઓને ખાસ કરીને પોતાના પત્ની ને સમજવાની અને ઈજ્જત કરવાની આવશ્યકતા છે. એવું ન કરવાથી ધીમે ધીમે તમારું માન-સન્માન ખોઈ દેશો.
કન્યા રાશિ
પ્રેમની બાબતમાં તમે આજે લકી રહેશો. તમારા પાર્ટનર તમને આજે કોઈ સારી સરપ્રાઇઝ આપી શકે છે. જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. પતિ-પત્ની પોતાના કામમાં વ્યસ્ત રહેશે એકબીજાને સમય આપી શકશે નહીં.
તુલા રાશિ
તુલા રાશિ વાળા લોકોએ ગભરાવાની જરૂર નથી. તમારા પ્રેમ ની ગાડી ધીમે ધીમે લાઇન પર આવી જશે. તમારાથી નારાજ તમારા પાર્ટનર તમારી જિંદગીમાં ફરીથી એન્ટ્રી લેશે. તેનાથી તમારું જીવન ફરીથી રંગીન બની જશે.
વૃશ્ચિક રાશિ
પાર્ટનર માટે સમય કાઢવો. નહિતર સંબંધમાં ધીમે ધીમે નજીદીકતા ઓછી થવા લાગશે. પતિ-પત્ની આજે બહાર જવાનું બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે. પરંતુ ઓફિસમાં વધારે કામ હોવાને કારણે પ્લાન કેન્સલ કરવો પડશે.
ધન રાશિ
આજે આ રાશિના લોકો ની એક નવી પ્રેમ કહાની જન્મ લેશે. આ પ્રેમ કહાની ના દરેક ક્ષણને તમે દિલ ખોલીને અન્જોય કરી શકશો. એકબીજાના પ્રેમમાં ડૂબેલા રહેશો.
મકર રાશિ
તમારા ભૂતકાળ થી તમે પરેશાન થઈ શકો છો. બધું જ ભુલી ને આગળ વધવાની કોશિશ કરવી. કારણ કે, વીતેલા સમયને યાદ કરવાથી માનસિક તણાવમાં વધારો થઇ શકે છે. પતિ પત્નીએ પણ વીતેલી વાતો વર્તમાન સમયમાં કરવી નહીં.
કુંભ રાશિ
આ રશિના પતિ એ પોતાની ભૂલો પત્ની પર નાખવી નહી. તેનાથી ન ફક્ત તમારો સંબંધ કમજોર થશે પરંતુ આખા પરિવાર માં તણાવની સ્થિતિ બની રહેશે. તમારા ઘરની દેવી નું અપમાન ન કરવું. નહિતર પ્રેમની સાથે ઘરની સુખ શાંતિ પણ ખતમ થઈ શકે છે.
મીન રાશિ
તમારા પ્રેમ પર કાબૂ રાખવો. હદથી વધારે પ્રેમ તમારા માટે ઘાતક થઈ શકે છે. માટે તમારી લાગણી પર કાબૂ રાખવો. અન્યથા સંબંધ બન્યા પહેલાજ તૂટી શકે છે. પતિ-પત્ની એ એકબીજા પર કોઈપણ પ્રકાર નાં આરોપ લગાવતા પહેલા વિચાર કરવો.