લવ રાશિફળ ૨ મે ૨૦૨૧ : તમારા પ્રેમ અને વૈવાહિક જીવન માટે કેવો રહેશે દિવસ

મેષ રાશિ
આજે તમારા સ્વભાવ માં ગરમી જોવા મળશે. જે સાથી સાથે ઝઘડાનું કારણ બની શકે છે. સંબંધમાં પરસ્પર તાલમેળ માટે નેગેટિવિટી થી દૂર રહેવું.
વૃષભ રાશિ
આજે લગ્ન જીવનમાં ઘરના કોઈ સભ્યો ના કારણે પરસ્પર મતભેદ થવાની સંભાવના છે. અન્ય ની લવ લાઈફ સામાન્ય રહેશે.
મિથુન રાશિ
આજે પરિવારના કોઈ સભ્ય સાથે નાની વાત પર ઝઘડો થઈ શકે છે. તેની નારાજગી સાથી પર ન નીકાળવી. સાથી સાથે સંયમ અને પ્રેમથી રહેવું.
કર્ક રાશિ
આજે સાથી થી કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે. તેના પર ગરમ થવાના બદલે ભૂલ સુધારવાની કોશિશ કરવી. તેના પર ફોકસ કરવું. તમારો આ વ્યવહાર તેને ખુશ કરી દેશે.
સિંહ રાશિ
આજે પરસ્પર સંબંધોમાં કડવાહટ દૂર કરવા માટે પહેલ કરવી. સાથી તેનાથી ઈમ્પ્રેશ થશે અને મતભેદ ભૂલી ને સંબંધોમાં મધુરતા આવશે.
કન્યા રાશિ
લાંબા સમયથી મનમાં ચાલી રહેલી વાત જે ઇચ્છા હોવા છતા પણ પાર્ટનરને કહી શકતા ન હોવ તો આજે દિલ ખોલીને દરેક વાત કરવા માટે સારો અવસર પ્રાપ્ત થશે.
તુલા રાશિ
આજે સંબંધોમાં મીઠાશ બની રહેશે. સાથી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકશો. રિલેશનશિપમાં ખુશહાલી રહેશે. તન અને મન ખૂબ જ પ્રસન્ન રહેશે.
વૃશ્ચિક રાશિ
આજે સાથીને સમય આપવો. સબંધો માં આવેલ દુરી બરાબર કરવા માટે આ સારો વિકલ્પ છે. સબંધો માં નજદીકી આવશે.
ધન રાશિ
આજે વર્ક પ્લેસ માં ખૂબ જ તણાવ રહેશે. પરંતુ તેનો પ્રભાવ રિલેશનશિપ પર બિલકુલ ના પડવા દો. સાથી ને ખુશ રાખશો તો તમને પણ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે.
મકર રાશિ
આજે તમને ફરી બાળપણ યાદ આવી જશે. સાથી સાથે બાળપણની યાદ તાજા કરશો અને મનપસંદ રમત રમવામાં સમય પસાર થશે.
કુંભ રાશિ
આજે નાની વાતને લઇને આવેશમાં આવી શકો છો. જેનાથી લડાઈ થવાની સંભાવના છે. દિવસને સારો કે ખરાબ બનાવવો તે તમારા વ્યવહાર પર નિર્ભર કરે છે.
મીન રાશિ
સાથી સાથે હોવા છતાં પણ તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વ્યસ્ત રહેશો તો તે યોગ્ય નથી તેનાથી સંબંધ તૂટવાની સંભાવના બની શકે છે.