લવ રાશિફળ ૧લી મે ૨૦૨૧ : તમારા પ્રેમ અને વૈવાહિક જીવન માટે કેવો રહેશે દિવસ

લવ રાશિફળ ૧લી મે ૨૦૨૧ : તમારા પ્રેમ અને વૈવાહિક જીવન માટે કેવો રહેશે દિવસ

મેષ રાશિ

આજે લાંબા સમયથી ડેટ કરવા વાળા લગ્ન કરવાનો નિર્ણય લઈ શકે છે. અન્ય ની લવ લાઈફ મોજ મસ્તી સાથે પસાર થશે.

વૃષભ રાશિ

આજે નાનો એવો ઝઘડો થઈ શકે છે. એક બીજાની ભૂલ ને ને પોતાના સુધી જ રાખવી પરિવાર કે મિત્રો ની સામે તેને જણાવવી નહિ. સંબંધોમાં નકારાત્મકા આવી શકે છે.

મિથુન રાશિ

નાનો એવો મુદ્દો નોર્મલ વાર્તાલાપમાં થી દલીલનું રૂપ લઇ શકે છે. તમારી ફીલિંગ્સ ને વ્યક્ત કરવી પરંતુ તેમાં ઈગો ન લાવવો. અન્યથા પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ થઇ શકે છે.

કર્ક રાશિ

આજે સાથી ની કોઈ મજાક તમને દુઃખ પહોંચાડી શકે છે. અંદર અંદર દુઃખી ન રહેવું. સાથી સાથે વાત કરવી. આ ફીલિંગ સબંધો માં દરાર નું કારણ બની શકે છે.

સિંહ રાશિ

આજે જુના પાર્ટનરની કોઈ વાત યાદ આવવા થી મન દુઃખી થશે. નવા પાર્ટનર સાથે તેના વિશે ડીસ્ક્રસ કરવાથી મન હળવું થશે. તેનો પ્રેમ તમને ભૂતકાળ ને ભૂલવામાં મદદ કરશે.

કન્યા રાશિ

આજે કોઈ ત્રીજી વ્યક્તિ થી ખૂબ ઈમ્પ્રેસ થશો. તેની સામે તેની પ્રશંસા કરશો ધ્યાન રહે કે, આકર્ષણ પાર્ટનરને ઇન્સીક્યોર બનાવી શકે છે.

તુલા રાશિ

આજે પાર્ટનરની સાથે તમારા ક્રશ ની વાત શેયર કરતા તેના વિશે ચિંતા વ્યક્ત કરશો. ધ્યાન રહે કે તમારી આ વાતો તેને ખરાબ લાગી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે આખો દિવસ મોજમસ્તી અને પ્રેમથી પસાર કરી શકશો. જૂની વાતોને તાજી કરી શકશો જે ખૂબ જ આનંદ આપશે. કોઈ સારા સમાચાર આજનો દિવસ આનંદદાયક  બનાવશે.

ધન રાશિ

આજે ઘર પર લગ્નની વાત કરવા માટે સમય શુભ રહેશે. જે લોકોને એરેન્જ મેરેજ કરવાની ઈચ્છા છે તેમના લગ્નની વાત શરૂ થઈ શકે છે. અન્ય ની લવ લાઇફ નોર્મલ રહેશે.

મકર રાશિ

પરસ્પર ની ગેરસમજ સંબંધમાં ડિવોર્સ સુધીની સ્થિતિ લાવી શકે છે. આજે બંનેને એકાંતમાં બેસીને અને સંબંધમાં ચાલી રહેલ પરેશાની દૂર કરવાના પ્રયત્નો કરવા.

કુંભ રાશિ

આજે સાથી ની કોઇ વાતને લઇને જેલ્રસી ફિલ કરશો. સાંજ સુધીમાં તમને પોતાને થશે કે તમારી ભૂલ હતી રાતના સાથી ને કોઈ સ્પેશિયલ ગિફ્ટ આપીને ખુશ કરવા પ્રયત્ન કરવો.

મીન રાશિ

આજે તમને મહેસુસ થશે કે, તમારા સંબંધો માં દુરી વધી રહી છે. તમારા સંબંધમાં પહેલા જેવી મધુરતા લાવવા માટે ક્રોધ કરવાથી બચવું. સાથી ને સન્માન આપવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *