લંડનની લાખોની નોકરી છોડી, અને શરૂ કરી ખેતી આજે સાલના ૬૦ લાખથી પણ વધુ કમાય છે નેહા ભાટીયા…

લંડનની લાખોની નોકરી છોડી, અને શરૂ કરી ખેતી આજે સાલના ૬૦ લાખથી પણ વધુ કમાય છે નેહા ભાટીયા…

બહાર જઈને પોતાનો અભ્યાસ પૂરો કરવાવાળા પ્રત્યે સમાજનું એક અલગ જ વલણ હોય છે. તેઓના મત મુજબ જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરે છે  તે લોકો સૌથી આગળ હોય છે. અને તેઓની નજરમાં એવા લોકોનું મહત્વ પણ વધારે હોય છે.આપણામાંથી મોટાભાગના લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાની ઇચ્છા ધરાવે છે. કેટલાય લોકોનું તો સપનું હોય છે કે વિદેશમાં જઈ અને નોકરી કરે. વિદેશમાં લોકોનો પગાર પણ વધારે હોય છે. જેનાથી તે લોકો પોતાના સપનાઓને પુરા કરી શકે. વિદેશમાં નોકરી કરી અને સ્થાયી થવાનું લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે.

એવામાં કોઈ પોતાની સારી એવી નોકરી છોડી અને ભારત આવી અને ખેતી કરવા લાગે તો આપ શું કહેશો ? એવા લોકોને, કદાચ લોકો બેવકૂફ જ કહેશે. પરંતુ આગ્રાની રહેવાવાળી નેહા ભાટિયા એ જે કર્યું તેને જોઈને લોકો તેની ખુશામત ના ફુલ બાંધતા નથી થાકતા.આપને જણાવી દઈએ કે, નેહા ભાટિયા ૨૦૧૪ માં લંડન માં સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં થી માસ્ટર ડિગ્રી લીધેલ છે. અભ્યાસ પૂરો કરી નેહા એ એક વર્ષ સુધી લંડન માં નોકરી કરી જ્યાં તેને સારો એવો પગાર મળતો હતો. જોકે, પછીથી તે દેશ પરત આવી અને તેણીએ ઓર્ગેનિક ફાર્મિંગ ની શરૂઆત કરી. આજના સમયમાં નેહા ત્રણ જગ્યા ઉપર ખેતી કરે છે. અને તમને જાણીને હેરાની થશે કે એમાંથી તેણીને વર્ષના ૬૦ લાખ રૂપિયાની કમાણી પણ થઈ રહી છે. એટલું જ નહીં નેહા ખેડૂતોને ઓર્ગેનીક ફાર્મીંગ ની ટ્રેનિંગ પણ આપી રહી છે. જેનાથી તે પોતાનું જીવન ઉજ્જવળ કરી શકે.

નેહા ૩૧ વર્ષની છે. અને એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. નેહા કહે છે કે, મેં  ધણાસમય પહેલાથી નક્કી કર્યું હતું કે મારે બિઝનેસ કરવો છે. પરંતુ ખાલી પૈસા કમાવવા માટે નહીં પણ. તેનો સોશિયલ બેનીફિટ અને સોશિયલ ઇમ્પેકટ પણ થાય. એનાથી લોકોને પણ ફાયદો થાય જોકે ત્યારે તેણીએ ખેતી વિશે વિચાર્યું ન હતું. ગ્રેજ્યુએશન પૂરું કરી અને તે એક સામાજિક સંસ્થા સાથે જોડાઈ ગઈ હતી. રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત ધણા રાજ્યોમાં નેહાએ શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગેની સમસ્યા ઉપર કામ કર્યું. ત્યારબાદ તે વર્ષ ૨૦૧૨ માં લંડન જતી રહી.

લંડન થી પરત આવીને તેણીએ પોતાને ફરી એકવાર સામાજિક સંસ્થા સાથે જોડાઇને લગભગ બે વર્ષ સુધી કામ કર્યું. તે સમય દરમ્યાન તે ધણા લોકોને મળી અને તેની સમસ્યાઓને જાણી નેહાએ કહ્યું કે, આ લોકોની મુલાકાત લઇ એને સમજાયું કે, તેઓની મોટી સમસ્યા પૌષ્ટિક આહારની છે. કેવળ શહેરના લોકો જ નહીં પણ ગામડાના લોકો પણ શુદ્ધ ખોરાકથી દુર છે.એવામાં નેહાએ ૨૦૧૬ માં ક્લીન ઇવેન્ટ મુવમેન્ટ વિશે વિચાર્યું, જેનાથી લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી શકે. તેના માટે ઘણા નિપુણ લોકો ને મળી. નેહાએ સંશોધન શરૂ કરી દીધું.

લોકોનું એવું જ કહેવાનું હતું કે જો, શુદ્ધ આહાર જોઈએ તો શુદ્ધ ઉગાડવું પણ પડે. અનાજ અને શાકભાજી માં જ યુરિયા અને કેમિકલ હોય તો તેનાથી બનાવેલું ભોજન શુદ્ધ અને તંદુરસ્તીને લાભ પહોંચાડી શકે એવું ના બને. એવામાં નેહા ના મગજ માં ઓર્ગેનીક ફાર્મિંગ નો વિચાર આવ્યો જોકે ત્યારથી પેલા નેહાને ખેતી વિશે કોઈ પણ જાત ની જાણકારી ન હતી. ખેતી શરૂ કરતા પહેલા તેણે ખેડૂતો સાથે કાયદેસર ખેતી વિશે જાણકારી લીધા પછી નેહાએ નરોડામાં બે એકર જમીન ખરીદી. શરૂઆતમાં નેહા ને નિરાશા હાથ લાગી છતાં તેણીએ હિંમત ન હારી.

બીજીવાર ની ઉપજ સારી રહી. ત્યારબાદ નેહા પોતે જ પોતાની ઓર્ગેનિક ઉત્પાદનો બજારમાં લઇને આવી અને લોકોને તેનાથી મળતા ફાયદાઓ વિશે જાણકારી આપી. નેહાએ જણાવ્યું કે થોડાક દિવસોમાં જ તેને સારો એવો સહકાર મળવા લાગ્યો. અને ધીરે ધીરે ધંધો વિકસવા લાગ્યો.. નોઈડા પછી મુજફરનગર અને ભીમતાલમાં પણ તેણીએ તેની ખેતી શરૂ કરી. તેણીની ટીમમાં આજે ૨૦  લોકો છે જે કામ સંભાળે છે.એટલું જ નહિ, મોટી સંખ્યામાં ખેડૂતો પણ નેહા સાથે જોડાઈને ઓર્ગેનિક ખેતી ની ટ્રેનીંગ લે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *