16 ઓગસ્ટ સુધી આ રાજ્યમાં રહશે લોકડાઉન, નાઈટ કર્ફ્યુ પણ નહિ હટાવવામાં આવે, જાણો વિગત

16 ઓગસ્ટ સુધી આ રાજ્યમાં રહશે લોકડાઉન, નાઈટ કર્ફ્યુ પણ નહિ હટાવવામાં આવે, જાણો વિગત

દેશભરમાં કોરોના વાયરસને લઈને લગાવવામાં આવેલા લોકડાઉનની અંદર મોટી છૂટછાટો આપવામાં આવી રહી છે ત્યારે 1 ઓગસ્ટથી અનલોક 3 પણ લાગુ કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે બિહારમાં લોકડાઉન હજુ 16 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

બિહારમાં નીતીશ સરકાર દ્વારા કોરોના વાયરસના ખતરાને જોતા અનલોક-3નો આદેશ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં નથી આવ્યો. રાજ્ય સરકારે એમાં કેટલીક પાબંધીઓ સાથે અનલોક-3 લાગુ કર્યું છે. કેન્દ્ર સરકારે આ મામલામાં રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણય લેવાના અધિકાર આપ્યા છે. જેના કારણે બિહારે 16 ઓગસ્ટ સુધી લોકડાઉન લાગુ કર્યું છે.

બિહાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે અનલોક-3ની અંદર શોપિંગ મોલ હમણાં નહિ ખુલે. તો રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધીનો કર્ફ્યુ પણ ચાલુ જ રહેશે. અનલોક-3 દરમિયાન દુકાન અને બજારનો સમય અને બાકી નિયમોના હિસાબથી જ આવશ્યક પ્રતિબંધો આધીન સંચાલન કરવાની અનુમતિ આપવામાં આવી છે.

બિહારમાં શોપિંગ મોલની સાથે હજુ ધાર્મિક સંસ્થાનોને પણ ખોલવાની છૂટ નથી આપવામાં આવી. ઓફિસની અંદર પણ હજુ 50 ટકા સ્ટાફને જ આવવાની મંજૂરી આપવામાં આવી છે.

 

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *