લિવ ઇનમાં લાંબો સમય સુધી સાથે રહ્યા બાદ પણ, આ બોલિવૂડ સ્ટાર એકબીજાથી થઈ ગયા અલગ

બોલીવુડ ઈન્ડસ્ટ્રી માં હંમેશા હીરો અને હિરોઈન નાં અફેર ની ચર્ચા સામાન્ય હોય છે. આ કિસ્સામાં અમુક કિસ્સા અફવા હોય છે પરંતુ અમુક સત્ય પણ હોય છે. બોલિવૂડ નાં સ્ટાર્સ હંમેશા પ્રેમ થયા પછી એકબીજા સાથે લિવ ઇનમાં રહેવા લાગે છે. પરંતુ તેમાં ઘણા સ્ટાર એવા પણ છે જે અનેક વર્ષો સુધી પ્રેમ સંબંધ નિભાવ્યા અને એકસાથે રહેવા છતાં પણ અલગ થઈ ગયા. અને ત્યારબાદ તેમણે બીજા કોઈ જોડે લગ્ન પણ કરી લીધા.
રણવીર કપૂર કેટરિના કૈફ
આ લિસ્ટમાં સૌથી પહેલા નામ રણવીર કપૂર અને કેટરિના કૈફ નું છે. રણવીર કપૂર અને કેટરીના કેફ લગભગ ૭ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી. સાત વર્ષ સાથે રહ્યા પછી પણ બન્ને એક બીજાનો સાથ છોડી દીધો. ડેટ સમયે રણવીર અને કેટરીના બાંદરા નાં એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. કેટરીના સાથે બ્રેકઅપ થયા પછી રણવીર કપૂર આજકાલ આલિયા ભટ્ટ ને ડેટ કરી રહ્યા છે. રણવીર અને આલિયા નાં લગ્ન નાં સમાચાર પણ ચર્ચામાં છે.
જોન અબ્રાહમ બિપાશા બાસુ
એક સમયમાં જોન અબ્રાહમ અને બિપાશા બાસુ નાં પ્રેમ નાં કિસ્સા લોકોની ચર્ચા માં હતા. જોન અને બિપાશા બાસુની જોડીને દરેક લોકો પસંદ કરતા હતા. પરંતુ ૯ વર્ષ સુધી લીવ-ઈનમાં રહ્યાં પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા. જોન અબ્રાહમ એ બિપાશા બાસુ થી અલગ થઈ ગયા પછી પ્રિયા રુચલ સાથે લગ્ન કરી લીધા. અને બિપાશા બાસુ એ કરણ સિંહ ગ્રોવર ની સાથે ત્રીજા લગ્ન કર્યા.
દેવ પટેલ ફીન્ડા પિન્ટુ
આ બન્નેની પહેલી મુલાકાત સ્લમડોગ મિલેનિયર નાં સેટ પર થઈ હતી. આ મુલાકાત પછી બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. લાંબા સમય સુધી સાથે રહેવા છતાં પણ ૨૦૧૪ માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. પરંતુ બન્નેની વચ્ચે આજે પણ મિત્રતાનો સંબંધ છે.
સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડે
જી ટીવી પર પ્રસારિત થતી સીરીયલ પવિત્ર રિશ્તા નાં શૂટિંગ સમયે સુશાંત સિંહ અને અંકિતા એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમ થયા પછી બંને એક સાથે લિવ ઇનમાં રહેવાનો નિર્ણય પણ લીધો. બંને એકબીજા સાથે લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ બંને અલગ થઈ ગયા. ફિલ્મોમાં આવ્યા પછી પણ સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવતી ની ડેટ કરી રહ્યા હતા. અંકિતા લોખંડે વિકી જૈન સાથે રિલેશનશિપમાં છે.
લારા દત્તા અને કેલી દોરજી
બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાએ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે. પરંતુ મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા પહેલા લારા ભૂટાન નાં અભિનેતા કેલી દોરજી સાથે લાંબા સમય સુધી રિલેશનશીપમાં હતી. લારા દત્તા અને કેલી દોરજી અનેક વર્ષો સુધી લીવ-ઈનમાં રહ્યા હતા. પરંતુ ત્યારબાદ બંનેનાં રસ્તા અલગ થઈ ગયા. લારા દત્તા અને કેલી દોરજી બંને એ અલગ-અલગ લાઈફ પાર્ટનર પસંદ કરી લગ્ન કરી લીધા.