લીંબુ સાથે આ ત્રણ વસ્તુઓનું સેવન ઝડપથી ઘટાડે છે વજન, ગાયબ થઈ જશે પેટની ચરબી

લીંબુ સાથે આ ત્રણ વસ્તુઓનું સેવન ઝડપથી ઘટાડે છે વજન, ગાયબ થઈ જશે પેટની ચરબી

ભાગદોડ ભરેલા જીવનમાં ખોટા ખાનપાન ને લીધે દરેક લોકો મોટાપા ના શિકાર બની રહ્યા છે. વજન કઈ રીતે વધે છે તેને આ રીતે સમજી શકાય કે, ભોજન નાં   માધ્યમથી શરીરમાં કેલરી જાય છે. પરંતુ જ્યારે બોડી દૈનિક રૂપથી તે કેલેરીને ખર્ચ કરી શકતી નથી. ત્યારે એક્સ્ટ્રા કેલરી ફેટ નાં રૂપમાં જમા થાય છે. જેનાથી શરીરનું વજન વધવા લાગે છે.

આયુર્વેદ અનુસાર કહેવામાં આવે છે કે, વધારે વજન નાં કારણે ઘણી બીમારીઓ નું જોખમ રહે છે. એવામાં દરેક કોઈ ફિટ રહેવા માટે તમામ પ્રયત્નો કરે છે. આજે અમે આ લેખ નાં માધ્યમથી કેટલીક એવી વસ્તુઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરી તમે તમારું વજન ઝડપ થી ઓછું કરી શકો છો.

લીંબુ

જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ અથવા તો મોટાપા ની સમસ્યાથી બચવા માંગતા હોવ તો લીંબુનું સેવન જરૂર કરવું. લીંબુમાં રહેલ એન્ટિ-ઓક્સિડન્ટ્સ સ્કિનને ઓક્સીડેટીવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. એટલું જ નહીં લીંબુ ની અંદર રહેલા તત્વો પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી વજન વધવાનું જોખમ ઓછું રહે છે. ખાસ વાત એ છે કે. લીંબુ માં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. સાથે જ તે તમારા મેટાબોલિઝમને સારું બનાવે છે.

એલચી

જો તમે વજન ઓછું કરવા ઈચ્છતા હોવ તો એલચી તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. એટલું જ નહીં જમ્યા બાદ તુરંત જ એલચીનું સેવન કરવામાં આવે તો તમને ભારે પણું મહેસુસ થશે નહીં. અને ભોજન સારી રીતે પચી જશે. એલચી થી મેટાબોલિઝમ વધે છે. જેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

તજ

આયુર્વેદિ મુજબ તજ ની મદદથી તમે તમારું વજન ખૂબ જ ઓછું કરી શકો છો. તજ માં ઘણા ઔષધીય ગુણ રહેલા છે તે ફક્ત તમારું વજન જ નથી ઓછું કરતા પરંતુ મેટાબોલિઝ્મને પણ સુધારે છે. અને તેની ખાસ વાત એ છે કે, તજ ફુડ ક્રેવિગ ને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *